પ્રવીણ શાહ
દોરી-દોરડાં ઉદ્યોગ
દોરી-દોરડાં ઉદ્યોગ : કુદરતી કે કૃત્રિમ, શુદ્ધ કે મિશ્ર, રેસાઓને વળ ચઢાવીને સેર(strand)માં અને સેરને દોરી-દોરડાંમાં ફેરવવાનો ઉદ્યોગ. જો બનાવટ પાતળા તાર રૂપે હોય તો તેને દોરી કહે છે અને જો તે જાડી હોય તો દોરડું, રાશ, રાંઢવું, રજ્જુ એવા વિવિધ નામે ઓળખાય છે. પરંપરાગત રીતે સૂતર અથવા ભીંડી, નારિયેળ…
વધુ વાંચો >બોર્ડન, વિલિયમ એલન્સન
બોર્ડન, વિલિયમ એલન્સન (જ. 1853, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 1931) : પૂર્વ વડોદરા રાજ્યનાં નગરો તથા ગામોમાં પ્રશંસનીય ગ્રંથાલય-પ્રણાલીની રચના કરનાર અમેરિકી ગ્રંથાલયશાસ્ત્રી. અમેરિકાના તત્કાલીન પ્રખ્યાત ગ્રંથાલયવિદ ચાર્લ્સ કટર પાસે શિક્ષા લીધી અને તેમના સહાયક તરીકે લાંબો અનુભવ મેળવ્યો. કોલમ્બિયા વિશ્વવિદ્યાલયમાં મેલવિલ ડ્યુઇએ સ્થાપેલા ગ્રંથાલય-શિક્ષણના વર્ગોમાં તેઓ વ્યાખ્યાતા હતા. કનેક્ટિકટની યંગમૅન્સ…
વધુ વાંચો >સમાધિ
સમાધિ : યોગનાં આઠ અંગોમાંનું અંતિમ અંગ. ચિત્તની એકાગ્રતા એટલી બધી થાય કે દેશકાળાદિ બધી વસ્તુઓ ભુલાઈ જઈ ફક્ત ધ્યેયવસ્તુ જ યાદ રહે તેવી સ્થિતિ. તેનું નામ સમાધિ. એ સ્થિતિમાં ચિત્ત પવન વગરની જગ્યાએ રહેલા દીપની જ્યોત જેવું સ્થિર થઈ જાય છે. પતંજલિએ રચેલા યોગદર્શન મુજબ યમ, નિયમ, આસન, પ્રાણાયામ…
વધુ વાંચો >સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા
સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા : મૂળ લખાણનો સારભૂત સંક્ષેપ અને તેને લગતી સેવા. સારસંક્ષેપ એટલે મૂળ લખાણનું સંક્ષિપ્ત અને સઘન સ્વરૂપ. સાર મૂળ કથાવસ્તુના નિચોડરૂપ હોય છે. પંદરમી સદીમાં વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોનાં પરિણામોનું સારસંક્ષેપન કરીને અન્યને આપતા હતા. તેના ઉપરથી સંપૂર્ણ પાઠ જેઓ માગે તેઓને મોકલતા હતા. અહીં મૂળ ધ્યેય માહિતી-વિનિમયનું…
વધુ વાંચો >