પ્રવીણચંદ્ર પરીખ
કવિ ચક્રવર્તી દેવીપ્રસાદ
કવિ ચક્રવર્તી, દેવીપ્રસાદ (જ. 1883, કાશી; અ. 1938) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ભારતના પ્રસિદ્ધ પંડિત દામોદરલાલજી પાસે શાસ્ત્રાધ્યયન, એમના પ્રસિદ્ધ અને સિદ્ધ પિતા દુઃખભંજનજીના આશીર્વાદથી કાશીના પંડિત સમાજમાં ટૂંકા ગાળામાં તેમની ખ્યાતિ ફેલાઈ. તેમને 30 વર્ષની વયે મહામહોપાધ્યાયની પદવી પ્રાપ્ત થઈ. તેમણે કાશીના હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય કર્યું. તેમની અસાધારણ…
વધુ વાંચો >કવિચર્યા
કવિચર્યા : કવિની દૈનંદિની. રાજશેખરે કાવ્યમીમાંસાના 10મા અધ્યાયમાં કવિચર્યાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે કવિએ નિરંતર શાસ્ત્રો અને કલાઓનો અભ્યાસ – પારાયણ કરવું જોઈએ. મન, વાણી, કર્મથી પવિત્ર રહેવું, સ્મિતપૂર્વક બોલવું કે સંલાપ કરવો, તેનું ભવન સ્વચ્છ અને સર્વ ઋતુઓને અનુકૂળ હોય. તેના પરિચારકો અપભ્રંશ ભાષામાં બોલે…
વધુ વાંચો >કસરા મંદિર
કસરા મંદિર : કસરા(તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)નું પૂર્વાભિમુખ ઊભેલું સોલંકીકાલીન મંદિર. મધ્યમાં એક મંડપ અને તેની ત્રણે બાજુએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માટે એક એક ગર્ભગૃહ ધરાવતું ત્રિપુરુષપ્રાસાદ પ્રકારનું છે. તેની પૂર્વ બાજુની પ્રવેશચોકી નાશ પામી છે. ત્રણેય ગર્ભગૃહો પર શિખરની અને મંડપ પર સંવર્ણાની રચના છે. પ્રત્યેક ગર્ભગૃહની દ્વારશાખના…
વધુ વાંચો >કસિયા
કસિયા : ઉત્તરપ્રદેશમાં દેવરિયા જિલ્લામાં આવેલું સ્થાન. પ્રાચીન નામ કુશીનગર. બૌદ્ધ ધર્મનાં મુખ્ય સ્થાનોમાં એની ગણના થાય છે. અહીં બુદ્ધ મહાનિર્વાણ પામ્યા હતા. શયનમુદ્રાની બુદ્ધની વિશાળ પ્રતિમાનાં અહીં દર્શન થાય છે. તેની નિકટ મોટા નિર્વાણ-સ્તૂપ તથા જૂના વિહારો અને મંદિરોના ભગ્નાવશેષો નજરે પડે છે. અહીં બુદ્ધની શ્યામશિલામાં કંડારેલી મધ્યકાલીન મૂર્તિ…
વધુ વાંચો >કાકભુશુંડી
કાકભુશુંડી : કાક રૂપ ધારી પરમ રામભક્ત. કાગડાનું રૂપ ધારણ કરેલા કાકભુશુંડી પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતા પરંતુ લોમશ ઋષિના શાપને કારણે તેમને કાક-યોનિમાં જન્મ લેવો પડ્યો. તેઓ પ્રકાંડ જ્ઞાની હતા. તેઓ રામના બાલ સ્વરૂપના ઉપાસક હતા. તુલસીના ‘રામચરિતમાનસ’માં કાકભુશુંડી જ રામકથાના વક્તા છે. શંકરે હંસનું રૂપ ધારણ કરીને કાકભુશુંડી પાસેથી…
વધુ વાંચો >કાચગુપ્ત
કાચગુપ્ત : સંભવત: ગુપ્તવંશનો રાજા. જોકે ગુપ્તોની વંશાવલીમાં એનો સમાવેશ થયો નથી. તેના સોનાના સિક્કા મળ્યા છે. તેના અગ્રભાગમાં રાજાની ઊભી આકૃતિ છે, એમાં એ જમણા હાથે અગ્નિમાં આહુતિ આપતો અને ડાબા હાથે ધ્વજદંડ ધારણ કરેલો દેખાય છે. વળી આ ભાગમાં ‘પૃથ્વી જીતીને કાચ ઉત્તમ કાર્યો વડે સ્વર્ગને જીતે છે’…
વધુ વાંચો >કામદાર, કેશવલાલ હિંમતલાલ
કામદાર, કેશવલાલ હિંમતલાલ [જ. 15 એપ્રિલ 1891, રાજકોટ; અ. 25 નવેમ્બર 1976, વડોદરા (?)] : ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ. ગોંડળના વતની. દશા શ્રીમાળી સ્થાનકવાસી. એમનો પરિવાર રાવ કુંભાજીના વખતમાં બગસરાથી ગોંડળ આવી વસ્યો અને રાજ્ય તેમજ પ્રજાહિતનાં કાર્યો કરી ગોંડળમાં એક અગ્રેસર શેઠકુટુંબ તરીકે પ્રતિષ્ઠા પામ્યો. કેશવલાલનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ…
વધુ વાંચો >કારિકા
કારિકા : થોડા શબ્દોમાં ઘણો જ શાસ્ત્રાર્થ વ્યક્ત કરનાર શ્લોક. છંદોબદ્ધ હોવાથી તેને સ્મરણમાં રાખવી સહેલી પડે છે. કારિકામાં પદ્યની જેમ સ્મરણ કરવાની અને સૂત્રની જેમ ઘણી બાબતો થોડા શબ્દોમાં કહેવાની સુવિધા હોય છે. સંસ્કૃતનું કારિકા-સાહિત્ય ઘણું વિશાળ, ગંભીર અને મહત્વનું છે. નાગાર્જુન (ઈ. સ.ની બીજી સદી)ની શૂન્યવાદનું પ્રતિપાદન કરનારી…
વધુ વાંચો >કાલપી
કાલપી : મધ્યપ્રદેશમાં બુંદેલખંડ વિસ્તારમાં યમુના નદીના દક્ષિણકાંઠે આવેલી પ્રાચીન નગરી. ત્યાંના વ્યાસક્ષેત્રને કારણે તે પ્રસિદ્ધ છે. અહીં વેદવ્યાસે પોતાના અમર ગ્રંથોની રચના કર્યાનું મનાય છે. દશમી સદીમાં ચંદેલ્લ રાજાઓનું આધિપત્ય પ્રવર્તતાં કાલપીનો અભ્યુદય થયો. તે યમુના નદી પરનું વેપારી કેન્દ્ર બન્યું. ચંદેલ્લાઓએ અહીં દુર્ગ તેમજ બીજી ઇમારતો બાંધ્યાં. મુઘલ…
વધુ વાંચો >