પ્રવીણચંદ્ર પરીખ

આલમખાં

આલમખાં : સુલતાન બહલોલ લોદી (1451–89)નો ત્રીજો પુત્ર અને દિલ્હીના અંતિમ સુલતાન ઇબ્રાહીમ લોદી(1517–26)નો કાકા હતો. આલમખાં પોતાના ભત્રીજાને બદલે પોતાને દિલ્હીની ગાદીનો અસલી હકદાર માનતો હતો. તે પોતાની તાકાતથી ઇબ્રાહીમને ગાદી પરથી દૂર કરી શક્યો નહિ ત્યારે તેણે લાહોરના હાકેમ દૌલતખાંની સાથે સમજૂતિ કરી બંનેએ બાબરને હિંદુસ્તાન પર આક્રમણ…

વધુ વાંચો >

આસક્તિ

આસક્તિ : મનની ભગવાન પ્રત્યે આત્યંતિક લગની. નારદભક્તિસૂત્રમાં આસક્તિના અગિયાર પ્રકારો બતાવ્યા છે, જે ભાગવત સંપ્રદાયની પૂજા-અર્ચા અને ભાવગીતોમાં અભિવ્યક્ત થતા જોવામાં આવે છે. આ અગિયાર પ્રકારો આ મુજબ છે : (1) ગુણ-માહાત્મ્યાસક્તિ, જેમાં ભગવાન કે તેમના અવતારવિશેષના ગુણોની ભજના હોય. (2) રૂપાસક્તિ, જેમાં ભગવાનના રૂપ પ્રત્યેની મુગ્ધતા વ્યક્ત થતી…

વધુ વાંચો >

આંકડાપદ્ધતિઓ

આંકડાપદ્ધતિઓ (Numeral Systems) સંખ્યા વિશેનો પહેલવહેલો વિચાર માનવીને ક્યારે આવ્યો હશે તે ચોકસાઈથી કહી શકાય તેમ નથી. તેમ છતાં તે અંગે થયેલાં ઐતિહાસિક સંશોધનોને આધારે મળતી વિગતો રસ પડે તેવી છે. માનવવિકાસના પ્રાથમિક તબક્કાઓમાં પણ વિચારવિમર્શની તકો અત્યંત ઓછી હતી અને વિચારવિનિમય માત્ર કેટલાક ધ્વન્યાત્મક સંકેતો કે કેટલીક શારીરિક ચેષ્ટાઓ…

વધુ વાંચો >

ઇન્શા-ઇન્શાઅલ્લાહખાન

ઇન્શા, ઇન્શાઅલ્લાહખાન (જ. 1752 મુર્શિદાબાદ; અ. 19 મે 1817 લખનૌ) : હિંદી ખડી બોલી – ગદ્યના આદ્ય પુરસ્કર્તા પૈકીના એક. પિતા મીર માશા અલ્લાખાં કાશ્મીરથી દિલ્હી આવીને વસેલા અને શાહી હકીમ રૂપે કામ કરતા હતા. મુઘલ સમ્રાટની આર્થિક સ્થિતિ નબળી થવાથી તેઓ દિલ્હીથી મુર્શિદાબાદના નવાબની નિશ્રામાં ગયા, જ્યાં ઇન્શાનો જન્મ…

વધુ વાંચો >

ઇલાહી સન

ઇલાહી સન : મુઘલ બાદશાહ અકબરે શરૂ કરેલ સન. મુઘલ બાદશાહ અકબરે ‘દીન-એ-ઇલાહી’ નામે નવો પંથ સ્થાપ્યા પછી ઇસ્લામ સાથે સંકળાયેલ હિજરી સનને સ્થાને પોતાના નવા પંથને અનુરૂપ નવી ઇલાહી સન શરૂ કરી, જે ‘તારીખ-એ-ઇલાહી’ને નામે પણ ઓળખાય છે. અકબરે પોતાના રાજ્યકાલના 29મા વર્ષે (1584માં) એ દાખલ કરેલી, પરંતુ તેનો…

વધુ વાંચો >

ઈલોરા

ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…

વધુ વાંચો >

ઉત્સવ ગીત

ઉત્સવ ગીત : લોકગીતોની પરંપરામાં પ્રત્યેક ઉત્સવ માટેનું ગીત નિશ્ચિત અને નિર્ધારિત હોય છે. જુદા જુદા સંસ્કાર પ્રસંગે તેને અનુરૂપ ગીત ગવાય છે. પુત્ર-જન્મ પ્રસંગે ઝોળીપોળી કરતી વખતે ગીત ગવાય છે. ઉત્તર ભારતમાં જન્મની વધાઈનાં ગીતોને ‘સોહર’ કહે છે. વિવાહોત્સવ અર્થાત્ લગ્નોત્સવ પ્રસંગનાં ગીતો વિધિને અનુરૂપ ગવાતાં હોય છે. એમાં…

વધુ વાંચો >

ઉપગુપ્ત

ઉપગુપ્ત : બૌદ્ધ ધર્મના સિદ્ધ પુરુષ. તેઓ શુદ્ર વર્ણના હતા; પરંતુ 17 વર્ષની વયે દીક્ષા લઈને યોગબળથી કામવિજય પ્રાપ્ત કર્યો. તેમને સમાધિ અવસ્થામાં ભગવાન બુદ્ધનાં દર્શન થયાનું મનાય છે. બુદ્ધનિર્વાણ પછી લગભગ સો વર્ષે થયેલા ઉપગુપ્તના વખતમાં બૌદ્ધોનો પ્રથમ મહાસાંઘિક સંપ્રદાય પ્રવર્ત્યો. તેમણે મથુરામાં એક સ્તૂપ બંધાવેલો. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર…

વધુ વાંચો >

ઉપાધ્યાય બલદેવ

ઉપાધ્યાય બલદેવ (જ. 10 ઑક્ટોબર 1899, સોનબરસા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1999, વારાણસી) : ભારતીય દર્શન અને સાહિત્યના પ્રકાંડ પંડિત. કાશી વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા પછી ત્યાં સંસ્કૃતના અધ્યાપક થયા. પોતે દર્શન અને સૈદ્ધાંતિક સાહિત્ય સમીક્ષાના ક્ષેત્રમાં સંસ્કૃત વાંઙમયના ઉપલબ્ધ આકર ગ્રંથોનો ઉપયોગ કરીને હિંદીને સમૃદ્ધ કરવાની દિશામાં મહત્વનાં…

વધુ વાંચો >

ઉપાધ્યાય, ભગવતશરણ

ઉપાધ્યાય, ભગવતશરણ (જ. 1910, બલિયા જિલ્લો, ઉત્તરપ્રદેશ; અ. 12 ઑગસ્ટ 1982 મોરિશિયસ) : સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના પ્રકાંડ અધ્યેતા. પુરાતાત્વિક સંશોધનમાં વિશેષ રુચિ. પ્રાચીન ભારતનાં ઐતિહાસિક તથ્યો અને ભારતીય સંસ્કૃતિ પર વિશેષ દૃષ્ટિકોણથી અધ્યયન-સંશોધન-લેખન અને પ્રકાશન કરતા રહ્યા. શરૂઆતમાં કાશી હિંદુ વિશ્વવિદ્યાલયની શોધપત્રિકાના સંપાદક હતા. ત્યારબાદ પ્રયાગ સંગ્રહાલયના પુરાતત્ત્વ…

વધુ વાંચો >