પ્રવીણચંદ્ર પરીખ
આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો
આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો : પ્રજા-જાતિ (શાસક) (પ્રદેશ) (સમય ઈ. સ. પૂર્વે) આદિ ઇરાની સાયરસ બલૂચિસ્તાન થઈ 558-530 કાબુલ-ગાંધાર-સિંધ 518 ગ્રીક (યવનો ઍલેક્ઝાન્ડર સિંધુથી બિયાસ(વિપાસા) 327 સેલ્યુકસ સિંધુ પટ 305 (બૅક્ટ્રિયન) ડિમેટ્રિયસ(દિમિત્ર) (શાકલ-શિયાલકોટથી 190-165 મિનેન્ડર (મિલિન્દ) અયોધ્યા સુધી) 115-90 સિથિયન (શકો) રાજ્યપાલો બૅક્ટ્રિયાથી ઈરાન થઈ 80 ભારતમાંના ગ્રીકશાસનો પર ચડાઈ…
વધુ વાંચો >આદિત્યસેન
આદિત્યસેન : મગધના ઉત્તરકાલીન ગુપ્તોમાં 672માં થયેલો સંભવત: છેલ્લો ગુપ્ત રાજા. તેણે પોતાની પુત્રી મૌખરી ભોગવર્મા વેરે અને દૌહિત્રીને નેપાળના રાજા શિવદેવ વેરે પરણાવેલી. તે પોતાને ‘મહારાજાધિરાજ’ કહેવડાવતો. દેવગઢ(સંતાલ પરગણા)ના એક મંદિર-લેખમાં તેણે ચોળદેશ જીત્યાનો અને ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યાનો ઉલ્લેખ છે. તેની રાણી કોણદેવીએ અનેક પુણ્યકાર્યો કર્યાં હતાં. પ્રવીણચંદ્ર…
વધુ વાંચો >આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ
આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…
વધુ વાંચો >આનંદ
આનંદ : પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ. તેઓ સિદ્ધાર્થ ગૌતમના કાકાના દીકરા હતા અને દીક્ષા લીધા પછી બુદ્ધના નિકટતમ શિષ્ય હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે 25 વર્ષો સુધી બુદ્ધની સેવા કરી હતી. પોતાની પ્રતિભાને કારણે તેમને બૌદ્ધ સંઘમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ સાહિત્યનો સંગ્રહ કરવામાં તેમણે સંઘનું…
વધુ વાંચો >આનંદવાદ
આનંદવાદ : આનંદ પરબ્રહ્મનો જ વાચક છે. रसो वै सः । એ રસ જ છે જેને પામીને વ્યક્તિ આનંદિત થાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે આનંદના એક અંશ માત્રના આશ્રયથી સહુ પ્રાણી જીવિત રહે છે. તૈત્તિરીય ઉપનિષદમાં પણ આનંદને જગતના સઘળા પદાર્થોનું કારણ, આધાર અને લય બતાવેલ છે. આનંદ…
વધુ વાંચો >આમ
આમ : જૈન પ્રબંધોમાં નિર્દિષ્ટ એક રાજા. તે કયો એ બાબતમાં મતભેદ છે. કેટલાક તેને કનોજનો પ્રતીહાર રાજા નાગભટ્ટ પહેલો માને છે, જ્યારે અન્ય વિદ્વાનો તેને એ વંશનો વત્સરાજ માને છે. આઠમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ રાજાએ, જૈન અનુશ્રુતિ મુજબ, કનોજમાં 100 હાથ ઊંચું મંદિર બંધાવેલું ને એમાં મહાવીરસ્વામીની સોનાની…
વધુ વાંચો >આમ્નાય
આમ્નાય : તાંત્રિક ચર્યાવિધિના મૂળ ગ્રંથો. તંત્રગ્રંથોમાં આમ્નાય છ બતાવ્યા છે. કહે છે ભગવાન સદાશિવે પોતાના એક એક મુખમાંથી એક એક આમ્નાયનો ઉપદેશ આપેલો હતો. શિવને પંચમુખ માનવામાં આવે છે. છઠ્ઠું આમ્નાય એમના ગુપ્ત અંગમાંથી પ્રગટેલું કહેવાય છે. પોતાના સદ્યોજાત નામના પૂર્વ મુખમાંથી તેમણે ‘પૂર્વામ્નાય’નો ઉપદેશ આપેલો હતો, જેમાં ભુવનેશ્વરી,…
વધુ વાંચો >આયર, મેજર વિન્સેન્ટ (1811–1881 A. D.)
આયર, મેજર વિન્સેન્ટ ( જ. 22 જાન્યુઆરી 1811 પૉર્ટ્ડાઉન, પૉર્ટ્સમાઉથ; અ. 22 સપ્ટેમ્બર 1881 ફ્રાંસ) : બંગાળના અંગ્રેજ તોપખાનાના અફસર. 1828માં નિયુક્તિ પામતાં ભારત આવ્યા. 1839–42 દરમિયાન કાબૂલ પર અંગ્રેજોએ કરેલા આક્રમણમાં સક્રિય ભાગ લીધો. ત્યારબાદ બંગાળથી બદલી કરીને તેમને બર્મા (મ્યાનમાર) મોકલવામાં આવ્યા. ભારતમાં 1857નો પ્રથમ સ્વાધીનતા સંગ્રામ શરૂ…
વધુ વાંચો >આર્ચિક
આર્ચિક : વેદમંત્રોનું ગાન-સંચયન. યજ્ઞમાં મંત્રપાઠ કરનાર ઉદગાતા સામવેદના જે મંત્રોને કંઠસ્થ કરતા હતા તેના સંગ્રહને ‘આર્ચિક’ કહેવામાં આવતા. કયો મંત્ર, કયા સ્વરમાં અને કયા ક્રમમાં ગાવામાં આવશે તેની તાલીમ આચાર્ય દ્વારા શિષ્યોને આપવામાં આવતી. વસ્તુતઃ સામવેદમાં ઋગ્વેદના જેટલા પણ મંત્રો આવ્યા છે તે બધા ‘આર્ચિક’ કહેવાય છે જ્યારે યજુર્વેદના…
વધુ વાંચો >આર્યાવર્ત
આર્યાવર્ત : ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં ઉત્તર ભારત માટે ‘આર્યાવર્ત’ શબ્દનો પ્રયોગ મળે છે. મનુસ્મૃતિમાં આર્યાવર્તની સીમાઓનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં હિમાલય, દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત અને પૂર્વ તથા પશ્ચિમમાં સમુદ્રતટ સુધીનો એનો વિસ્તાર છે. આર્યાવર્ત માટે બીજાં પાંચ ભૌગોલિક નામોનો ઉલ્લેખ મળે છે – ઉદીચી (ઉત્તર), પ્રતીચી (પશ્ચિમ),…
વધુ વાંચો >