પ્રવીણચંદ્ર પરીખ

વાહિગુરુ

વાહિગુરુ : શીખ ધર્મમાં પરમાત્માના નામજપ અને સ્મરણ માટેનો ગુરુમંત્ર. ‘વાહિગુરુ’ નામની એક સમજૂતી એ વાસુદેવ, હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે એમ આપવામાં આવે છે. ‘વાહિગુરુ’નો શબ્દાર્થ છે, વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો. પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી…

વધુ વાંચો >

વિચિત્રવીર્ય

વિચિત્રવીર્ય : ચંદ્રવંશીના રાજા શાંતનુના સત્યવતીના ગર્ભથી પેદા થયેલ બે પુત્રો – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આમાંના ચિત્રાંગદને એક ગંધર્વ સાથે યુદ્ધ થતાં એનું મૃત્યુ થયું. શાંતનુનું અવસાન થતાં ભીષ્મે વિચિત્રવીર્યને રાજગાદી પર બેસાડ્યો. ભીષ્મ વિચિત્રવીર્ય માટે કાશીરાજની ત્રણ કન્યાઓ – અંબા, અંબિકા અને અંબાલિકાને જીતીને લઈ આવ્યા. આમાં અંબાએ પહેલેથી…

વધુ વાંચો >

વિજયનગર સામ્રાજ્ય

વિજયનગર સામ્રાજ્ય ઈસુની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ ભારતમાં, માધવ વિદ્યારણ્ય નામના વિદ્વાન સંન્યાસીની પ્રેરણાથી, પરધર્મીઓની ધૂંસરીમાંથી દેશને મુક્ત કરવા, હરિહર અને બુક્ક નામના ભાઈઓએ સ્થાપેલું હિંદુ રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુક વતી ગુંદી પ્રદેશના વહીવટદાર હરિહરનો રાજ્યાભિષેક ઈ. સ. 1336માં કરી, તે જ દિવસે તુંગભદ્રા નદીને કિનારે તથા ગુંદી(હૈદરાબાદ રાજ્યમાં…

વધુ વાંચો >

વિજિતાશ્વ

વિજિતાશ્વ : પૃથુ અને અર્ચિનો પુત્ર એક રાજા, જેને 100 અશ્વમેધ યજ્ઞ કરીને ઇંદ્રનું પદ મેળવવાની ઝંખના હતી. 99 યજ્ઞો નિર્વિઘ્ને સંપન્ન થયા હતા. સોમા યજ્ઞના ઘોડાને ઇંદ્રે છળથી પકડી લીધો, જેને કારણે રાજા સાથે યુદ્ધ થયું જેમાં ઇંદ્ર પરાજિત થયો. તેથી આ રાજાનું નામ વિજિતાશ્વ પડી ગયું. ઇંદ્રે રાજાને…

વધુ વાંચો >

વિદ્યારણ્ય

વિદ્યારણ્ય : 14મી શતાબ્દીમાં દક્ષિણ ભારતમાં થયેલા ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં ભારતને પ્રતિષ્ઠા અપાવનાર શૃંગેરી મઠના મહાન આચાર્ય. એમના સમય સુધીમાં હિંદુ રાજાઓ પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સંઘર્ષને કારણે મુસ્લિમ આક્રમણો સામે પરાજિત થઈ ચૂક્યા હતા. દક્ષિણ ભારત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. ધાર્મિક સ્થળો વેરાન થઈ ગયાં હતાં. એવે…

વધુ વાંચો >

વિનતા

વિનતા : દક્ષ પ્રજાપતિની પુત્રી અને અરિષ્ટનેમિ કશ્યપની પત્ની. કશ્યપની બીજી પત્નીનું નામ કદ્રુ હતું, કદ્રુએ બળવાન નાગોને જન્મ આપ્યો હતો. એક વાર કશ્યપ ઋષિએ પત્ની વિનતાને વરદાન માંગવા કહ્યું ત્યારે એણે પોતાની શોક્ય કદ્રુના પુત્રો કરતાં અધિક બળવાન પુત્રો માગ્યા. પરિણામે વિનતાને ગરુડ અને અરુણ નામે બે પુત્રો થયા.…

વધુ વાંચો >

વિરાટ

વિરાટ : મત્સ્યદેશનો રાજા, જેની રાજધાનીનું નામ વિરાટનગરી હતું. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે સહદેવે એના પર વિજય મેળવ્યો હતો. પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો એક વર્ષ સુધી વિરાટનગરમાં રહ્યા હતા. ત્યાં તેઓ નામ બદલીને રહેલા. જેમકે, યુધિષ્ઠિર (કંક) જુગાર રમવામાં પ્રવીણ એવો વિરાટ રાજાનો સેવક, અર્જુન (બૃહન્નલા) વિરાટ રાજાની કન્યાને નૃત્ય-સંગીત…

વધુ વાંચો >

વિરોચન

વિરોચન : પ્રહલાદનો પુત્ર અને રાજા બલિનો પિતા, જ્યારે દૈત્યોએ પૃથ્વીનું દોહન કર્યું તે સમયે એ વાછડો બન્યો હતો. એક વાર તે અને અંગિરસ ઋષિનો પુત્ર સુધન્વા એક સાથે એક રાજકન્યાને પ્રેમ કરવા લાગ્યા. કન્યાના અનુરોધથી, એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે એવો પ્રશ્ન ઊઠ્યો ત્યારે પ્રહલાદે ઋષિપુત્રને શ્રેષ્ઠ ઠેરવી પોતાની…

વધુ વાંચો >

વિશ્વનાથ સિંહ, મહારાજ

વિશ્વનાથ સિંહ, મહારાજ (જ. 1789 – અ. 1854) : રિવા રાજ્યના મહારાજ જૂ દેવ. પિતા મહારાજ જયસિંહ કવિ હોવા ઉપરાંત અનન્ય સાહિત્યોપાસક હતા. તેમનું ઈ. સ. 1833માં મૃત્યુ થતાં વિશ્વનાથ સિંહ રાજગાદી પર બેઠા અને 21 વર્ષો સુધી શાસન કર્યું. પોતે રામભક્તિના અનન્ય આરાધક કવિ હતા. તેમને શૃંગાર-પ્રધાન રામભક્તિના પ્રમુખ…

વધુ વાંચો >

વિષ્ણુકાંચી

વિષ્ણુકાંચી : દક્ષિણ ભારતમાં શિવકાંચીથી લગભગ 4 કિલોમીટર દૂર આવેલું વૈષ્ણવ તીર્થ. અહીં 18 વિષ્ણુમંદિરો આવેલાં છે, જેમાં વરદરાજ સ્વામીનું મંદિર મુખ્ય છે. આ વિશાળ અને ભવ્ય મંદિરમાં વૈશાખી પૂર્ણિમાને દિવસે ‘બ્રહ્મોત્સવ’ થાય છે. આ ઉત્સવ સમગ્ર દક્ષિણ ભારતનો સહુથી મોટો ઉત્સવ ગણાય છે. રામાનુજાચાર્યની મુખ્ય આઠ પીઠોમાંની એક પીઠ…

વધુ વાંચો >