પ્રવીણચંદ્ર પરીખ
દસ્તૂર-ઉલ્-અમલ
દસ્તૂર-ઉલ્-અમલ : મુઘલકાળનાં વહીવટી અને હિસાબી દફતરો. ફારસીમાં લખાયેલ દફતરોની સાધન-સામગ્રી 16મીથી 18મી સદીઓના ગાળાના દેશના સામાજિક-આર્થિક જીવન વિશેની આપણી જાણકારીને સમૃદ્ધ કરે છે. જોકે મુઘલ ફરમાનો, સનદો અને મદ્રદ્-ઇ. મઆશ(ધર્માદા જમીનનાં દાનો)ને લગતા દસ્તાવેજો સંખ્યાબંધ જગ્યાઓએ મળી આવ્યા છે, પરંતુ આ કીમતી સંગ્રહોનો જથ્થો ભારતમાં ત્રણ દફતર-કેન્દ્રો – બિકાનેરમાં…
વધુ વાંચો >દંતિદુર્ગ
દંતિદુર્ગ (ઈ. સ. 753) : રાષ્ટ્રકૂટ રાજવંશનો અને મહારાજ્યનો સ્થાપક. શરૂઆતમાં એ વાતાપિના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાની સેવામાં હતો. એ કાલ દરમિયાન એણે કલિંગ, કોસલ અને કાંચી પર વિજય મેળવવામાં ભારે દક્ષતા દાખવી હોઈ ચાલુક્યનરેશ વિક્રમાદિત્યે એની કદર રૂપે એને ‘પૃથ્વીવલ્લભ’ અને ‘ખડ્ગાવલોક’ જેવાં બિરુદ આપ્યાં હતાં. વિક્રમાદિત્યનું અવસાન થતાં…
વધુ વાંચો >દાદૂ દયાલ
દાદૂ દયાલ (જ. 1544, અમદાવાદ, ગુજરાત; અ. 1603, નરાના, રાજસ્થાન) : ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ. નિર્ગુણોપાસક સંત. તેમનો જન્મ બ્રાહ્મણ કે પીંજારા કુટુંબમાં થયો હોવાના બે મત છે. તેમના શિષ્યો રજ્જબ તથા સુંદરદાસે તેમને પીંજારા જ્ઞાતિના કહ્યા છે. તેમના પિતાનું નામ લોધિરામ હતું. તેઓ 18 વર્ષના હતા ત્યારે…
વધુ વાંચો >દાદૂપંથ
દાદૂપંથ : સંત દાદૂદયાળે સ્થાપેલો સંપ્રદાય. દાદૂ અકબર અને તુલસીદાસજીના સમકાલીન હતા. શરૂઆતમાં તેઓ કબીરપંથના અનુગામી હતા, પરંતુ પાછળથી તેમણે અલગ પંથ સ્થાપ્યો. તેમનો ઉપદેશ ‘શબદ’ અને ‘બાની’માં સંકલિત થયો છે. તેમણે સંસારની અસારતા બતાવીને પ્રભુની નિરાકાર, નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમના ઉપદેશમાં કબીર જેવી આક્રમક તીવ્રતાને…
વધુ વાંચો >દુર્ગ
દુર્ગ : નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું…
વધુ વાંચો >દૂધપીતીનો રિવાજ
દૂધપીતીનો રિવાજ : સાધારણ રીતે બાળ પુત્રીને ખાનગીમાં ગળું ટૂંપીને, એને ભૂખે મારીને કે માના સ્તન પર કોઈ ઝેરી પદાર્થ ચોપડીને સ્તનપાન કરાવીને મારવામાં આવતો અત્યંત ઘૃણિત રિવાજ. આ રિવાજ મુખ્યત્વે રાજપૂતાના, વારાણસી, કાઠિયાવાડ અને કચ્છ, જબલપુર અને સાગર, પંજાબમાં જેલમ અને રાવલપિંડી જિલ્લાઓમાં તેમજ મંડી, જમ્મુ અને કાશ્મીર જેવાં…
વધુ વાંચો >દેવકીનંદન
દેવકીનંદન (18મી સદીનો ઉત્તરાર્ધ) : હિંદી સાહિત્યના પંડિત-કવિ. કનોજ પાસેના મકરંદનગર(જિ. ફર્રુખાબાદ)ના નિવાસી અને કવિ શિવનાથના પુત્ર હતા. આ કવિના બે આશ્રયદાતાઓ હતા – ઉમરાવગિરિ મહંતના પુત્ર કુંવર સરફરાજગિરિ અને બીજા રુદ્રામઊ મલાએ(જિ. હરદોઈ)ના રૈકવાર વંશના રાજા અવધૂતસિંહ. આ બંને આશ્રયદાતાઓના નામે કવિએ એક એક રચના કરી છે. દેવકીનંદન બહુશ્રુત…
વધુ વાંચો >દેવાસુર સંગ્રામ
દેવાસુર સંગ્રામ : દેવો અને અસુરો વચ્ચેનાં યુદ્ધો. આવાં યુદ્ધોનાં વર્ણનો વૈદિક સાહિત્ય તેમજ પુરાણોમાં અનેક રૂપે નિરૂપિત થયેલ છે. એ અમૃત (અમર્ત્ય) અને મૃત્યુ, જ્યોતિ તથા તમસ્, સત્ય અને અનૃત (અસત્ય) વચ્ચેના વિશ્વવ્યાપી અનંત સંઘર્ષનું પ્રતીક છે. આવા દૃશ્યમાં દેવ પ્રાણ, જ્યોતિ અને સત્યનો સંકેત કરે છે. અસુર મૃત્યુ,…
વધુ વાંચો >દ્રવિડ દેશ
દ્રવિડ દેશ : પ્રાચીન કાળમાં દ્રવિડ દેશ તરીકે ઓળખાતું દક્ષિણ ભારત. મહાભારતકાળમાં તેની ઉત્તર સીમા ગોદાવરી નદીથી ગણાતી. ત્યાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાળમ અને તુળવ એ પાંચ ભાષાઓ બોલાતી હતી. સમય જતાં ચેન્નાઈથી શ્રીરંગપટ્ટમ્ અને કન્યાકુમારી સુધીનો, અર્થાત્, પેન્નર યાને ત્રિપતિ નદીની દક્ષિણનો પ્રદેશ દ્રવિડ દેશ તરીકે ઓળખાયો. કાંચીપુરમ્ એની…
વધુ વાંચો >ધર્મગુપ્ત
ધર્મગુપ્ત (જ…. ?; અ. 619) : લાટ(દક્ષિણ ગુજરાત)ના વતની અને છઠ્ઠી-સાતમી સદી દરમિયાન થઈ ગયેલા બૌદ્ધ ધર્મના વિદ્વાન. 23 વર્ષની વયે કનોજ જઈને ત્યાંના કૌમુદી-સંઘારામમાં બૌદ્ધસાહિત્યનું શિક્ષણ મેળવ્યું. 25મે વર્ષે દીક્ષા લીધા પછી તેઓ ટક્ક(પંજાબ)માં દેવવિહાર નામે રાજવિહારમાં રહ્યા. ત્યાં એમણે ચીનમાં બૌદ્ધ ધર્મની થયેલી ઉન્નતિની વાતો સાંભળી ચીન જવાનો…
વધુ વાંચો >