પ્રવીણચંદ્ર પરીખ
ચતુર્વેદી, પરશુરામ
ચતુર્વેદી, પરશુરામ (જ. 25 જુલાઈ 1894, જવહી ગાંવ, જિ. બલિયા, ઉ. પ્ર.) : સંત-સાહિત્ય અને ઉત્તર ભારતની સંત પરંપરાના મૂર્ધન્ય વિદ્વાન, આલોચક અને વૈજ્ઞાનિક સમીક્ષા-પદ્ધતિના પ્રયોજક. પિતાનું નામ રામછબીલે ચતુર્વેદી. બચપણથી જ પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. બલિયામાં મામાને ત્યાં રહી અંગ્રેજી શિક્ષણ લીધું અને 1914માં મૅટ્રિક પાસ થયા. પછીના શિક્ષણ…
વધુ વાંચો >ચર્પટીનાથ
ચર્પટીનાથ (11મી સદી) : ચોરાસી સિદ્ધોની સૂચિ પૈકીના 31મા અથવા 59મા સિદ્ધ. ગોરખનાથ પછી અને નાગાર્જુનના સમકાલીન ચર્પટીનાથ ચંબ રાજ્યના રાજપરિવાર સાથે સંકળાયેલા હતા. ચર્પટીનાથની કોઈ સ્વતંત્ર રચના મળતી નથી. જોકે તિબેટી ભાષામાં લખાયેલી કૃતિ ‘ચતુર્ભવાભિશન’ એમણે રચ્યાનું કહેવાય છે. સિદ્ધોકી બાનિયાંમાં એમની 59 ‘સબદિયાં’ અને પાંચ ‘સલોક’ સંકલિત થયા…
વધુ વાંચો >ચર્યાગીત
ચર્યાગીત : બૌદ્ધ સાહિત્ય અનુસાર ચર્યા એટલે ચરિત કે દૈનંદિન કાર્યક્રમનું પદ્યમય નિરૂપણ. રાહુલ સાંકૃત્યાયને રચેલ ‘બુદ્ધચર્યા’ પ્રખ્યાત છે અને બૌદ્ધો માટે એ ચર્યા આદર્શરૂપ બની છે. સિદ્ધ અને નાથ પરંપરામાં સંગીતનો પ્રભાવ વધતા ત્યાં ગાયનનો પ્રયોગ સાધનાની અભિવ્યક્તિ માટે થવા લાગ્યો તો બોધિચિત્ત અર્થાત્ ચિત્તની જાગ્રત અવસ્થાનાં ગીતોને ‘ચર્યાગીત’ની…
વધુ વાંચો >ચલણી નોટ
ચલણી નોટ : આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે જ્યારે વધુ…
વધુ વાંચો >ચંદ્રાવલી
ચંદ્રાવલી : રાધાની મુખ્ય અને અભિન્ન સખી. કૃષ્ણભક્તિ અને કૃષ્ણકાવ્યમાં તેને રાધાની પરમ સખી તરીકે અનુપમ પ્રસિદ્ધિ મળી છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અને પદ્મપુરાણ(પાતાલ ખંડ)માં એનું રાધાની સખી તરીકે વર્ણન મળે છે. રૂપ ગોસ્વામીરચિત ‘ભક્તિરસામૃત-સિંધુ’માં એનો વિશેષ પરિચય મળે છે. ચંદ્રાવલી રાજા ચંદ્રભાનુની કન્યા હતી. તેના પતિનું નામ ગોવર્ધનમલ્લ અને સાસુનું…
વધુ વાંચો >ચંપા (રાજધાની)
ચંપા (રાજધાની) : બિહારના ઈશાન ભાગમાં આવેલા અંગદેશની રાજધાની. તે ગંગા-ચંપા નદીના સંગમ પાસે આવેલી હતી. તેનું પ્રાચીન નામ માલિની કે ચંપામાલિની હતું. હાલનું ભાગલપુર (જિ. મોંઘીર) એ સ્થળે વસેલું છે અને ત્યાંથી અનેક પ્રાચીન અવશેષો પ્રાપ્ત થાય છે. રામાયણ પ્રમાણે એ અંગદેશના રાજા લોમપાદની રાજધાની હતી. એ રાજાએ મિથિલાના…
વધુ વાંચો >ચાન્હુ-દડો
ચાન્હુ-દડો : સિંધ(પાકિસ્તાન)ના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીને પૂર્વકાંઠે અને મોહેં-જો-દડોની દક્ષિણે 125 કિમી. દૂર આવેલું પુરાતત્ત્વીય સ્થળ. અહીં 1935માં ડૉ. મૅકેની આગેવાની નીચે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ઉત્ખનનમાંથી એક પુરાતન નગરના 5 થર મળી આવ્યા. આમાં સહુથી નીચેના 3 થર હડપ્પીય સભ્યતાનું ઉત્તરકાલીન સ્વરૂપ ધરાવે છે. તેનો સમય ઈ.…
વધુ વાંચો >ચાલુક્ય રાજ્યો
ચાલુક્ય રાજ્યો : લાટ, સૌરાષ્ટ્ર, બદામી તથા આંધ્રપ્રદેશના પ્રદેશોનો શાસનકર્તા રાજવંશ. આ રાજાઓના ધ્વજ ઉપર વરાહ અવતારનું ચિહ્ન હતું તેથી તેઓ વૈષ્ણવ હશે એમ મનાય છે. ચાલુક્ય રાજ્યો : આ વંશના રાજાઓનાં બદામી ખાતે (ઈ. સ. 540—632), દક્ષિણ ગુજરાત(લાટ)માં નવસારી ખાતે (ઈ. સ. 671—740), સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં (770—900), આંધ્રપ્રદેશમાં વેંગીમાં…
વધુ વાંચો >ચિત્રકલા
ચિત્રકલા મુખ્ય ર્દશ્ય કલાપ્રકાર. તમામ ર્દશ્ય કલાની જેમ તે સ્થળલક્ષી (spatial) કલા છે. એથી સમયલક્ષી (temporal) કલાથી ઊલટું એમાં સમગ્ર કૃતિ સમયક્રમમાં નહિ પણ એકસાથે જ પ્રસ્તુત થાય છે. ચિત્રકલા આનંદલક્ષી અભિવ્યક્તિ છે અને તેમાં પ્રતિનિધાનાત્મક (representational), કલ્પનાત્મક અથવા અમૂર્ત ડિઝાઇન પ્રયોજવામાં આવે છે. આ ડિઝાઇન દ્વિપરિમાણી (bidimensional) હોય છે…
વધુ વાંચો >ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર
ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર : અમદાવાદની પૂર્વે આવેલા સરસપુરમાં મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં શેઠ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું જૈનમંદિર. આ મંદિર કાલાંતરે નામશેષ થઈ ગયું છે. પણ તે વિશે ઈ. સ. 1638માં જર્મન પ્રવાસી મેન્ડેલ્સ્લોએ કરેલી નોંધ મહત્વની છે. તે લખે છે કે આ વિસ્તારમાં સર્વોત્તમ બાંધકામો પૈકીના એક એવા આ મંદિરના…
વધુ વાંચો >