પ્રવીણચંદ્ર પરીખ

કોરી (સિક્કાશાસ્ત્ર)

કોરી (સિક્કાશાસ્ત્ર) : કચ્છ અને સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોનું ચલણ. કચ્છમાં જાડેજાઓનાં નાનાં રાજ્યો સ્થપાયેલાં. એને એક કરીને ઈ. સ. 1540માં ખેંગારજીએ મજબૂત રાજ્ય સ્થાપ્યું. એની રાજધાની ભુજનગરમાં હતી. ત્યાંના શાસકો રાવ કહેવાતા. તેમના સિક્કા વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ચાદીની કોરી કચ્છના ચલણના એકમરૂપ હતી. એને રૂપિયા સાથે કોઈ સંબંધ…

વધુ વાંચો >

કૌશલ્યા

કૌશલ્યા : દશરથ રાજાની અગ્રમહિષી અને રામ જેવા આદર્શ પુત્રની માતા. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં પુત્ર-પ્રેમની આકાંક્ષિણી રૂપે મળે છે. આનંદ રામાયણમાં દશરથ અને કૌશલ્યના લગ્નનું વર્ણન વિસ્તારથી મળે છે. ગુણભદ્રકૃત ‘ઉત્તર-પુરાણ’માં કૌશલ્યાની માતાનું નામ સુબાલા અને પુષ્પદત્તના ‘પઉમચરિઉ’માં કૌશલ્યાનું બીજું નામ અપરાજિતા અપાયું છે. પરિસ્થિતિવશ કૌશલ્યા જીવનભર દુઃખી…

વધુ વાંચો >

‘કૌશિક’ વિશ્વંભરનાથ શર્મા

‘કૌશિક’ વિશ્વંભરનાથ શર્મા (જ. 1899 અમ્બાલા; અ. 1945) : હિંદી કહાની અને ઉપન્યાસક્ષેત્રે પ્રતિષ્ઠિત સાહિત્યકાર. પંડિત હરિશ્ચન્દ્ર કૌશિકના પુત્ર પરંતુ કાકા પંડિત ઇન્દ્રસેને દત્તક લીધેલા. પુત્ર મૂળ સહરાનપુર જિલ્લાના ગંગોહ નામના કસ્બાના વતની. કાકાને ત્યાં કાનપુરમાં ઉછેર. હિંદી, સંસ્કૃત, ઉર્દૂ અને ફારસીનો અભ્યાસ કર્યો. 1911થી હિંદીક્ષેત્રમાં પદાર્પણ થયું. કાનપુરના ‘જીવન’…

વધુ વાંચો >

કૌંડિન્યપુર (પ્રદેશ)

કૌંડિન્યપુર (પ્રદેશ) : ગુજરાતમાં મૈત્રકકાલ દરમિયાન સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો વહીવટી વિભાગ. તેનું વહીવટી મથક કૌંડિન્યપુર એ આજનું કુતિયાણા (જિ. જૂનાગઢ) હોવાનું મનાય છે. આ વિષયને ‘પટ્ટ’ નામના પેટાવિભાગોમાં વહેંચવામાં આવ્યો હતો. મૈત્રક મહારાજા ધીરસેન બીજાએ દેવદત્ત નામના બ્રાહ્મણને પંચમહાયજ્ઞની ક્રિયાઓના નિભાવ માટે આ વિષયમાં કૌંડિન્યપુરની ઉત્તરે આવેલું ભટ્ટકપદ્ર (આજનું…

વધુ વાંચો >

ક્લેશ

ક્લેશ : કષ્ટદાયકતા. ક્લેશની ઉપસ્થિતિમાં આત્મદર્શન થઈ શકે નહિ. યોગદર્શન(213) અનુસાર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ તેમજ અભિનિવેશ આ પાંચ ક્લેશ છે. અવિદ્યા એવું પ્રાંત જ્ઞાન છે જેને લઈને અનિત્ય પણ નિત્ય માલૂમ પડે છે. અશુચિને શુચિ માનવી એ પણ અવિદ્યા છે. અનેક અપવિત્રતા અને મળમૂત્ર હોવા છતાં દેહને પવિત્ર માનવો…

વધુ વાંચો >

ક્ષત્રપ શિલ્પકલા

ક્ષત્રપ શિલ્પકલા : ઈ. સ. 1થી ઈ. સ. 400 દરમિયાન પશ્ચિમી ક્ષત્રપોના અમલ દરમિયાન ગુજરાતમાં પણ ક્ષત્રપ શિલ્પકલાનો વિકાસ થયો, જેમાં ખડકોમાં કંડારેલી ગુફાઓમાં તથા ઈંટેરી સ્તૂપો પર કરેલાં અર્ધશિલ્પ રૂપાંકનો તેમજ દેવતાઓનાં પૂર્ણમૂર્ત શિલ્પોનો સમાવેશ થાય છે. જૂનાગઢની બાવાપ્યારાની અને ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ તથા સાણા અને તળાજાની બૌદ્ધ ગુફાઓ…

વધુ વાંચો >

ક્ષેત્રપાલ

ક્ષેત્રપાલ : ગામ કે શહેરના રક્ષક દેવતા. ગામ અને શહેરના રક્ષણ માટે દુષ્ટ જીવો અને દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે ક્ષેત્રપાલનું મંદિર ઈશાન ખૂણામાં કરવામાં આવે છે. જો મંદિર પશ્ચિમાભિમુખ હોય તો ઉત્તમ ગણાય છે, દક્ષિણાભિમુખ હોય તો મધ્યમ અને પૂર્વાભિમુખ હોય તો અધમ પ્રકારનું ગણાય છે. ક્ષેત્રપાલની મૂર્તિ ઊભેલી…

વધુ વાંચો >

ખસમ

ખસમ : ખ-સમનો મૂળ અર્થ છે ખ અર્થાત્ આકાશના જેવું. વિશાળ-વ્યાપક. હઠયોગની સાધનાનો મૂળ ઉદ્દેશ ચિત્તને બધા સાંસારિક ધર્મોથી મુક્ત કરીને તેને નિર્લિપ્ત બનાવવું. આ સર્વધર્મ-શૂન્યતાને મનની શૂન્ય અવસ્થા કહેવામાં આવે છે. શૂન્યનું પરિચાયક આકાશ છે. આથી પરિશુદ્ધ, સ્થિર, નિર્મલ ચિત્તને આકાશની ઉપમા અપાય છે. બૌદ્ધ પરંપરામાં પણ ખસમ શબ્દનો…

વધુ વાંચો >

ખાડિલકર, રામકૃષ્ણ રઘુનાથ

ખાડિલકર, રામકૃષ્ણ રઘુનાથ (જ. 1914 કાશી; અ. 1960 લખનૌ) : સંપાદક, પત્રકાર, લેખક. બી.એસસી. થયા પછી દૈનિક- ‘આજ’ના સંપાદન વિભાગમાં જોડાયા, થોડો વખત દૈનિક- ‘સંસાર’ના સહસંપાદક તરીકે સેવાઓ આપી, પરંતુ ત્યાર બાદ આજના સહસંપાદક તરીકે અને 1956થી 1959 મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપતા રહ્યા. દરમિયાનમાં જ્ઞાનમંડલ, લિમિટેક, બનારસના બોર્ડ ઑફ…

વધુ વાંચો >

ખિસ્તે, નારાયણ શાસ્ત્રી

ખિસ્તે, નારાયણ શાસ્ત્રી (જ. 2 ફેબ્રુઆરી ઈ. સ. 1892, કાશી; અ. 1961) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. મહામહોપાધ્યાય ગંગાધર શાસ્ત્રી પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું. લાંબા સમય સુધી વારાણસેય સંસ્કૃત કૉલેજ સરસ્વતીભવનના અધ્યક્ષ રહ્યા. પછી એ કૉલેજના પ્રાચાર્ય પણ થયા. દરમિયાનમાં 50 જેટલા ગ્રંથો રચ્યા. ભારત સરકારે તેમને 1946માં મહામહોપાધ્યાયની પદવીથી નવાજ્યા.…

વધુ વાંચો >