પ્રવીણચંદ્ર પરીખ
કૃપાનિવાસ
કૃપાનિવાસ (જ. 1750 – અ.–) : રામોપાસનાના પ્રમુખ આચાર્ય. કૃપાનિવાસ શૃંગારી દ્રવિડ દેશ(દક્ષિણ ભારત)માં ઈ. સ. 1750ની આસપાસ પ્રગટ થયા હતા. તેમના પિતાનું નામ સીતાનિવાસ અને માતાનું નામ ગુણશીલા હતું. તેઓ શ્રીરંગના ઉપાસક હતા. બાળપણમાં રામાનુજીય વૈષ્ણવ સંત આનંદ-વિલાસ પાસે દીક્ષિત થયા અને પંદર વર્ષની વયે ઘરબાર છોડી વિરક્ત થયા.…
વધુ વાંચો >કૃષ્ણગીતાવલિ
કૃષ્ણગીતાવલિ : તુલસીદાસનો કૃષ્ણચરિતને લગતો ગીત-સંગ્રહ. આ ગ્રંથમાં 61 ગીતો સમાવિષ્ટ છે. કૃષ્ણચરિતના કોમલ અને મધુર અંશોને ચિત્રિત કરવા માટે તુલસીદાસને આ ગીત-રચનામાં મોકળાશ મળી હતી. તેથી વર્ણન-વિસ્તારમાં બિલકુલ ગયા નથી અને માત્ર રૂપરેખા દ્વારા એમણે કૃષ્ણકથા કહી દીધી છે. આ ગીતોમાં પણ તુલસીદાસે ઘણે અંશે પોતાની માન્યતા અનુસાર મર્યાદાવાદનું…
વધુ વાંચો >કૃષ્ણદાસ
કૃષ્ણદાસ (જ. 1496, ચિલોતરા, ગુજરાત; અ. 1582) : અષ્ટછાપના પ્રથમ ચાર કવિઓમાં અંતિમ કૃષ્ણદાસ અધિકારી તરીકે જાણીતા કવિ. તેઓ ગુજરાતના વતની અને શૂદ્ર જાતિના હતા. 12–13 વર્ષની વયે તેમણે એમના પિતાના ચોરીના અપરાધથી પકડાવી દેવાથી એને મુખીના પદ પરથી દૂર કરાયેલા. પરિણામે પિતાએ એને ઘરની બહાર કાઢી મૂકેલા, જે ભ્રમણ…
વધુ વાંચો >કૃષ્ણદાસ
કૃષ્ણદાસ : મીરજાપુરનિવાસી કૃષ્ણદાસ માધુર્યભક્તિના ઉપાસક ભક્ત કવિ. ‘માધુર્યલહરી’ તેમની પ્રસિદ્ધ રચના છે જે મુખ્યત્વે ગીતિકા છંદમાં રચાઈ છે. એમાં રાધાકૃષ્ણના નિત્યવિહારને લગતા પ્રસંગોની સરસ પ્રાંજલ શૈલીમાં વર્ણન મળે છે. આ કૃતિની રચના વિ. સં. 1852–53 (ઈ. સ. 1795–96)માં થયાનું ગ્રંથની પુસ્તિકામાં જણાવ્યું છે. કૃષ્ણદાસ પોતે નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હોવાનું…
વધુ વાંચો >કૃષ્ણમંદિર (અમદાવાદ)
કૃષ્ણમંદિર (અમદાવાદ) : ભદ્રવિસ્તારમાં સ્નાનાગાર પાસે આવેલું પ્રસિદ્ધ મરાઠાકાલીન મંદિર. તેના મનોહર કોતરણીયુક્ત બલાણક(પ્રવેશદ્વાર)માં થઈ મંદિરમાં દાખલ થતાં વચ્ચેના ખુલ્લા ચોકની મધ્યમમાં મુખ્ય મંદિરનાં દર્શન થાય છે. તલમાનમાં એ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ અને મુખચોકી તેમજ ઊર્ધ્વમાનમાં પીઠ, મંડોવર અને પિરામિડ ઘાટનું દક્ષિણી શૈલીનું ત્રિછાદ્ય શિખર ધરાવે છે. મંડપ પરનું છાવણ…
વધુ વાંચો >કૃષ્ણાયન
કૃષ્ણાયન : પંડિત દ્વારકાપ્રસાદ મિશ્રરચિત પ્રસિદ્ધ અવધિ મહાકૃતિ. પંડિત દ્વારકાપ્રસાદ મિશ્ર (ડી. પી. મિશ્ર) રાજકીય નેતા, મધ્યપ્રદેશના પ્રખ્યાત પત્રકાર અને ભૂતપૂર્વ ગૃહમંત્રી હતા. આઝાદીની ચળવળને કારણે તેમને જેલવાસ ભોગવવાનો આવ્યો ત્યારે એમણે 1942માં આ બૃહદ કાવ્યકૃતિ રચી હતી જે પ્રથમ વાર 1947માં પુસ્તકાકારે પ્રકાશિત થઈ હતી. એના કર્તા પોતે સમાજસેવક,…
વધુ વાંચો >કેતુ (ગ્રહ)
કેતુ (ગ્રહ) : નવગ્રહોમાંનો એ નામનો એક ગ્રહ. એના રથને લાખના રંગના આઠ ઘોડા ખેંચે છે. જ્યોતિશાસ્ત્રના અનુસાર તે પ્રત્યેક સંક્રાંતિએ સૂર્યને ગ્રસે છે. કેતુના સ્વરૂપ અંગેની પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. તદનુસાર સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ અમૃતને પીવા માટે બધા દેવો અને દાનવો પોતપોતાની પંક્તિમાં બેસી ગયા. ત્યારે અમરત્વની ઇચ્છાથી કેતુ…
વધુ વાંચો >કેશવદાસ
કેશવદાસ (જ. ઈ. સ. 1561; અ. 1617) : હિંદી સાહિત્યના ભક્તિકાલના પ્રમુખ આચાર્ય. કેશવદાસકૃત કવિપ્રિયા, રામચંદ્રિકા અને વિજ્ઞાનગીતામાં પોતાના વંશ અને પરિવારનો વિગતવાર પરિચય આપ્યો છે. એમાં એમના વંશના મૂળ પુરુષનું નામ વેદ- વ્યાસ જણાવેલું છે. તેમનો પારિવારિક વ્યવસાય પુરાણીનો હતો. તેઓ ભારદ્વાજ ગોત્રની માર્દની શાખાના યજુર્વેદી બ્રાહ્મણ હતા. સાંપ્રદાયિક…
વધુ વાંચો >કૈવલ્ય
કૈવલ્ય : શાબ્દિક અર્થ છે કેવળ ભાવ અર્થાત્ આત્માના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર. આ શબ્દ યોગશાસ્ત્રનો છે, પરંતુ તે મોક્ષના અર્થમાં અન્ય શાસ્ત્રોમાં પણ પ્રયોજાયો છે. ભારતીય દર્શનના બધા સંપ્રદાયોમાં આત્માનું અજ્ઞાનકૃત સ્વરૂપાચરણ કે સ્વરૂપસંકોચરૂપી બંધનો, જ્ઞાન કે વિદ્યા દ્વારા ઉચ્છેદ કરીને આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એને જ મોક્ષ કે સાક્ષાત્કાર માન્યો…
વધુ વાંચો >કો–જી–કી
કો–જી–કી : શિન્તો ધર્મનો શાસ્ત્રગ્રંથ. ‘કો-જી-કી’નો અર્થ થાય છે ‘જૂની બાબતોનો ઇતિહાસ’. આ ગ્રંથનું સંપાદન ઈ. સ. 712માં થયું હતું. ‘કો-જી-કી’ની પ્રસ્તાવનામાં ગ્રંથકર્તા લખે છે કે, ‘હું રાજ્યનો પાંચમા વર્ગનો સરદાર છું અને રાજાએ મને જૂના કાળના (જાપાનના) રાજાઓની વંશાવળી અને વચનામૃતો એકઠાં કરી યોગ્ય રીતે ગોઠવવાનું કામ સોંપ્યું છે.’…
વધુ વાંચો >