પૂરવી ઝવેરી
ડેહમેલ્ટ હાન્સ જ્યૉર્જ
ડેહમેલ્ટ, હાન્સ જ્યૉર્જ (Dehmelt, Hans George) (જ. 9 સપ્ટેમ્બર 1922, ગોર્લિટ્ઝ, જર્મની; અ. 7 માર્ચ 2017, સીઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને વુલ્ફગૅંગ પૉલ વચ્ચે વિભાજિત થયો હતો. દસ વર્ષની ઉંમરે ડેહમેલ્ટે બર્લિનની એક લૅટિન શાળામાં પ્રવેશ…
વધુ વાંચો >ત્સુઈ ડેનિયલ ચી.
ત્સુઈ, ડેનિયલ ચી. (Tsui, Daniel C.) (જ. 28 ફેબ્રુઆરી 1939, ફૅન વિલેજ, હેનાન, ચાઈના) : અપૂર્ણાંક વિદ્યુતભારિત ઉત્તેજનો ધરાવતા ક્વૉન્ટમ પ્રવાહીના નવા સ્વરૂપની શોધ માટે 1998નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કાર સંયુક્ત રીતે ડેનિયલ ચી. ત્સુઈ, રૉબર્ટ લાફલિન તથા હોર્સ્ટ સ્ટ્રોમરને એનાયત થયો હતો. ત્સુઈનો જન્મ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હેનાન(ચાઇના)ના…
વધુ વાંચો >થુલેસ ડેવિડ જે.
થુલેસ, ડેવિડ જે. (Thouless, David J.) (જ. 21 સપ્ટેમ્બર 1934, બેર્સડેન, સ્કૉટલૅન્ડ, યુ.કે. અ. 6 એપ્રિલ 2019 કેમ્બ્રિજ, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને તથા અન્ય ભાગ માઇકલ કોસ્ટર્લિટ્ઝ અને ડન્કન હાલ્ડેનને…
વધુ વાંચો >થૉર્ન કિપ
થૉર્ન, કિપ (Thorne, Kip) (જ. 1 જૂન, 1940 લોગાન, યુટાહ, યુ.એસ.એ.) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ રેઈનર વિસ તથા બૅરી બૅરિશ વચ્ચે વિભાજિત થયો હતો. કિપ થૉર્નના પિતા ભૂ-રસાયણશાસ્ત્રી…
વધુ વાંચો >નાકામુરા, શૂજી
નાકામુરા, શૂજી (Nakamura, Shuji) (જ. 22 મે 1954, ઈકાતા, એહિમ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા ડાયૉડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઈસામુ આકાસાકી તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. નાકામુરાએ જાપાનમાં આવેલી યુનિવર્સિટી ઑવ્ ટોકુશિમામાંથી 1977માં ઇલેક્ટ્રૉનિક ઇજનેરીમાં સ્નાતકની પદવી પ્રાપ્ત…
વધુ વાંચો >નોવોસેલોવ, કૉન્સ્ટન્ટિન (Novoselov, Konstantin)
નોવોસેલોવ, કૉન્સ્ટન્ટિન (Novoselov, Konstantin) (જ. 23 ઑગસ્ટ 1974, નિઝ્ની તાગિલ, રશિયા) : દ્વિપારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને આન્દ્રે ગિમ વચ્ચે વિભાજિત થયો હતો. 1997માં નોવોસેલોવે મૉસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ ટૅકનૉલૉજીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ પીએચ.ડી.ની પદવી…
વધુ વાંચો >પર્લમુટ્ટર, સાઉલ (Perlmutter, Saul)
પર્લમુટ્ટર, સાઉલ (Perlmutter, Saul) (જ. 22 સપ્ટેમ્બર 1959, શેમ્પેનઅર્બાના, ઈલિનૉય, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કારનો અર્ધભાગ તેમને મળ્યો હતો તથા બીજો અર્ધભાગ બ્રાયન શ્મિટ તથા આદમ રીઝ વચ્ચે વિભાજિત થયો હતો. પર્લમુટ્ટરના પિતા યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં…
વધુ વાંચો >પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio)
પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio) (જ. 4 ઑગસ્ટ 1948, રોમ, ઇટાલી) : પરમાણુઓથી ગ્રહો સુધીના પરિમાણની ભૌતિક પ્રણાલીઓમાં અવ્યવસ્થા અને ઉચ્ચાવચ(વધઘટ)ની પરસ્પર ક્રિયાની શોધ માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ સ્યુકુશે માનાબે તથા ક્લૉસ હૅસલમૅનને પૃથ્વીના હવામાન તથા વધતા જતા ઉષ્ણતામાનને લગતી…
વધુ વાંચો >પીબલ્સ જેમ્સ (Peebles James)
પીબલ્સ, જેમ્સ (Peebles, James) (જ. 25 એપ્રિલ 1935, વિનપેગ, કૅનેડા) : ભૌતિક બ્રહ્માંડ-વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક શોધો માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ મિશેલ મેયર તથા ડિડયેર કેલોઝને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જેમ્સ પીબલ્સે યુનિવર્સિટી ઑવ મેનિટોબા, કૅનેડામાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતકની પદવી…
વધુ વાંચો >પૉલ વોલ્ફગૅન્ગ (Paul Wolfgang)
પૉલ, વોલ્ફગૅન્ગ (Paul, Wolfgang) (જ. 10 ઑગસ્ટ 1913, લૉરેન્ઝકિર્ક, સેક્સની, જર્મની; અ. 7 ડિસેમ્બર 1993, બૉન, જર્મની) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને હાન્સ જ્યૉર્જ ડેહમેલ્ટ વચ્ચે વિભાજિત થયો હતો અને બીજો અર્ધ ભાગ નૉર્મન ફૉસ્ટર રેમ્ઝીને મળ્યો હતો. વોલ્ફગૅન્ગ…
વધુ વાંચો >