પુષ્કર ગોકાણી

બ્યુસાં, ફર્દિનાંદ ઍદવાર

બ્યુસાં, ફર્દિનાંદ ઍદવાર (જ. 20 ડિસેમ્બર 1841, પૅરિસ; અ. 16 ફેબ્રુઆરી 1932, થીલૉય સેન્ટ ઍન્ટૉની, ફ્રાન્સ) : ફ્રાન્સના કેળવણીકાર રાજદ્વારી નેતા તથા 1927ના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. નેપોલિયન ત્રીજાના સામ્રાજ્ય પ્રત્યે વફાદારીના સોગંદ લેવાની ના પાડતાં તેમને દેશવટો ભોગવવો પડ્યો હતો. 1866–70ના ગાળામાં સ્વિટ્ઝર્લૅન્ડમાં દર્શનશાસ્ત્રનું અધ્યાપન કર્યું અને ફ્રાન્સમાં નેપોલિયન…

વધુ વાંચો >

બ્રાન્ટિંગ, કાર્લ

બ્રાન્ટિંગ, કાર્લ (જ. 23 નવેમ્બર 1860, સ્ટૉકહોમ; અ. 24 ફેબ્રુઆરી 1925, સ્ટૉકહોમ) : સ્વિડનના અગ્રણી મુત્સદ્દી તથા 1921ના વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. સ્ટૉકહોમ અને ઉપસાલા ખાતે વિજ્ઞાનવિદ્યાશાખાનો અભ્યાસ કર્યા પછી ‘ટાઇડેન’ વૃત્તપત્રમાં જોડાયા અને ટૂંક સમયમાં તેના તંત્રી બન્યા. 1886માં ‘સોશિયલ ડેમૉક્રૅટ’નું  તંત્રીપદ સ્વીકાર્યું. 1889માં સ્વીડિશ સોશિયલ ડેમૉક્રૅટિક…

વધુ વાંચો >

બ્રિયાંડ, એરિસ્ટાઇડ

બ્રિયાંડ, એરિસ્ટાઇડ (જ. 28 માર્ચ 1862, નાન્ટેસ, ફ્રાન્સ; અ. 7 માર્ચ 1932, પૅરિસ) : ફ્રાન્સના અગ્રણી મુત્સદ્દી તથા 1926ના શાંતિ નોબેલ પારિતોષિકના સહવિજેતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પછીના ગાળામાં વિશ્વશાંતિ માટે તેમણે કરેલા સઘન પ્રયાસોને લીધે તેઓ વિશ્વભરમાં અને ખાસ કરીને યુરોપનાં રાજકીય વર્તુળોમાં ખૂબ જાણીતા બન્યા હતા.  ફ્રાન્સમાં તેઓ અગિયાર…

વધુ વાંચો >

ભરતી મેળો

ભરતી મેળો : સલામતી સેવાઓમાં લાયક ઉમેદવારો નિમણૂક મેળવી શકે, લાયક ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા જળવાઈ રહે તેવા હેતુ માટે યોજાતા મેળાઓ. આવા મેળા માટે ઓછામાં ઓછી ત્રણ ભાષાઓનાં વર્તમાનપત્રોમાં અને ખાસ તો મોટાભાગનાં સ્થાનિક અને રાષ્ટ્રીય વર્તમાનપત્રોમાં મેળાની તારીખથી પંદરથી ત્રીસ દિવસ પહેલાં જાહેરાતો અપાય છે. તેમાં ઘણી વખત અરજીપત્રકનો…

વધુ વાંચો >

મોસાદ

મોસાદ : ઇઝરાયલની જગપ્રસિદ્ધ ગુપ્તચર સંસ્થા. 14 મે 1948ના રોજ ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની સ્થાપના પૂર્વે, 1936થી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કો-ઑર્ડિનેશન ઍન્ડ ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટેલિજન્સ ઍન્ડ સિક્યુરિટી નામક સંસ્થા કાર્યરત હતી. આ સંસ્થા 1 એપ્રિલ, 1951થી ‘મોસાદ’ના નવા નામથી કાર્યરત બની. ‘મોસાદ’ હીબ્રૂ શબ્દ છે, જેનો અર્થ છે ‘સંસ્થા’…

વધુ વાંચો >