પુરાતત્વ
પુરાતત્વવિદ્યા
પુરાતત્વવિદ્યા I પુરાતત્વવિદ્યા : પરિભાષા, ધ્યેય અને કાર્યક્ષેત્ર : ‘પુરા’ અર્થાત્ પ્રાચીન. જેમાં પ્રાચીનત્વ છે – જેમાં પુરાપણાનું તત્વ છે તે ‘પુરાતત્વ’. એ સંબંધી વિદ્યાનું નામ પુરાતત્વવિદ્યા ‘આર્કિયૉલૉજી’. ગ્રીક પદ ‘આર્કિઑસ્’ અર્થાત્ ‘પુરા’ અને ‘લૉગસ્’ અર્થાત્ ‘શબ્દ/વ્યાખ્યાન/નિરૂપણ’ આદિ વિદ્યા હોય તો શબ્દનો ઉપયોગ કરી વ્યાખ્યાનાદિ થાય. આથી ‘લૉગસ્’નો લક્ષ્યાર્થ થયો…
વધુ વાંચો >પુરાતન પ્રબન્ધ સંગ્રહ
પુરાતન પ્રબન્ધ સંગ્રહ : મુનિ જિનવિજયજીએ સંકલિત કરેલ પ્રબન્ધોનો સંગ્રહ. તે કોઈ એક સળંગ ગ્રંથ નથી, પરંતુ વિભિન્ન 6 પ્રબંધસંગ્રહોને ‘પ્રબન્ધચિન્તામણિ’માંના પ્રબંધોના ક્રમે સંકલિત કરી મુનિ જિનવિજયજીએ તૈયાર કરેલ એક સંગ્રહગ્રંથ છે. આ ગ્રંથને એમણે ‘(પ્રબન્ધચિન્તામણિગ્રંથસમ્બદ્ધ) ‘પુરાતન પ્રબન્ધ સંગ્રહ’ એવું નામ આપ્યું છે. આ ગ્રંથ કૉલકાતાના સિંઘી જૈન જ્ઞાનપીઠ તરફથી…
વધુ વાંચો >પુલિંદ
પુલિંદ : ભારતની મહત્વની આદિમ જાતિ. તે જાતિઓમાં પુલિંદ જાતિ જાણીતી છે. શબરો, આભીરો, પુલ્કસો વગેરેની જેમ એ આર્યેતર જાતિ હતી. આ પુલિંદોનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ(7.92.18)માં મળે છે, જેમાં આંધ્રો, શબરો, પુંડ્રો અને મૂતિબો જેવી સરહદી પ્રદેશોમાં રહેતી દસ્યુ જાતિઓ સાથે તેનો ઉલ્લેખ કરાયો છે. વિશ્વામિત્રના શાપિત પુત્રોમાંથી આવી જાતિઓ…
વધુ વાંચો >પ્રતિષ્ઠાન
પ્રતિષ્ઠાન : પ્રાચીન કાળમાં ભારતમાં પ્રતિષ્ઠાન નામે ત્રણ નગર આવેલાં હતાં : (1) ઉત્તરમાં પ્રયાગ પાસે ગંગા-યમુનાના સંગમ પાસે આવેલ પ્રતિષ્ઠાનપુર આજે ઝૂસી તરીકે ઓળખાય છે. આ સ્થળ અલાહાબાદને સામે કાંઠે ગંગા ઉપર આવેલું છે. બ્રહ્મપુરાણ, હરિવંશ અને કૂર્મપુરાણ તેને ગંગાને કાંઠે હોવાનું કહે છે, જ્યારે લિંગપુરાણ તેને યમુનાને કાંઠે…
વધુ વાંચો >પ્રભાસક્ષેત્ર
પ્રભાસક્ષેત્ર : ગુજરાતનું પુરાણ-પ્રસિદ્ધ અને અગ્રિમ સ્થાન ધરાવતું તીર્થક્ષેત્ર. સ્કન્દપુરાણનો સપ્તમ ખંડ ‘પ્રભાસખંડ’ કહેવાય છે, એના આરંભિક અધ્યાયોમાં પ્રભાસક્ષેત્રનું માહાત્મ્ય નિરૂપાયું છે. એમાં આ ક્ષેત્રનો વિસ્તાર બાર યોજનનો હોવાનું જણાવ્યું છે. સ્કન્દપુરાણના આ ખંડમાં પ્રભાસક્ષેત્રમાં આવેલાં અનેક દેવાલયો અને નાનાંમોટાં તીર્થસ્થાનોનું નિરૂપણ કરાયું છે. એ પરથી સ્કન્દપુરાણના આ ખંડની રચનાના…
વધુ વાંચો >પ્રશસ્તિ
પ્રશસ્તિ : પ્રશસ્તિ એટલે પ્રશંસા. પરંતુ અહીં ‘પ્રશસ્તિનું નાનું કાવ્ય’ એવો અર્થ અભિપ્રેત છે. આવી પ્રશસ્તિઓ ઘણી વાર શિલા પર કોતરાતી; જેમકે, રુદ્રદામા અને સ્કંદગુપ્તના જૂનાગઢ-શૈલલેખ, સમુદ્રગુપ્તનો અલાહાબાદ-શિલાસ્તંભલેખ, ખારવેલનો હાથીગુફા-લેખ, યશોધર્માનો શિલાસ્તંભલેખ, કુમારપાલનો વડનગર-શિલાલેખ, તેજપાલનો આબુ-દેલવાડા-શિલાલેખ, શ્રીધરનો પ્રભાસપાટણ-શિલાલેખ, ડભોઈનો વૈદ્યનાથ-શિલાલેખ અને કવિ નાનાકનો કોડિનાર-શિલાલેખ. આમાં સમુદ્રગુપ્ત અને યશોધર્માના અભિલેખ શુદ્ધ…
વધુ વાંચો >પ્રસાદ
પ્રસાદ : હિંદુ ધર્મની માન્યતા મુજબ દેવતાને ધરવામાં આવેલી અથવા દેવતા, ગુરુ વગેરેએ પ્રસન્ન થઈને આપેલી વાનગી – ફળ, ફૂલ, વસ્ત્ર વગેરેમાંની કોઈક વસ્તુ. પૂજા, પુરાણકથા, ભજન વગેરે હિંદુ ધાર્મિક વિધિને અંતે દેવતા વગેરેને ધરાવેલી નૈવેદ્યની વસ્તુ પ્રસાદ તરીકે હાજર રહેલી વ્યક્તિઓને વહેંચવાની પ્રથા ભારત દેશમાં પ્રચલિત છે. દેવતા વગેરેની…
વધુ વાંચો >પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય
પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય : શિલાલેખોમાં અભિલેખ રૂપે પ્રાકૃત ભાષામાં થયેલી રચનાઓ. આવા શિલાલેખો મુખ્યત્વે નીચે મુજબ છે. (1) હાથીગુફાનો શિલાલેખ : પ્રાકૃત શિલાલેખોમાં રાજા ખારવેલનો હાથીગુફાનો શિલાલેખ ખૂબ પ્રાચીન છે. ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના અંતભાગમાં બ્રાહ્મી લિપિમાં ભુવનેશ્વર(જિ. પુરી)ની પાસે ઉદયગિરિ નામની ટેકરીમાં તે કોતરવામાં આવેલો છે. એમાં ખારવેલના રાજ્યનાં…
વધુ વાંચો >પ્રાગૈતિહાસિક કળા
પ્રાગૈતિહાસિક કળા : આપણી જાણકારીમાં હોય એવી સૌથી જૂની કળા. તે માનવજાતના ઉદગમના સમય જેટલી એટલે કે હજારો વરસ જૂની છે એ વાત હવે વૈજ્ઞાનિક રીતે પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. કલાસર્જન માનવજાતની સૌથી પ્રાચીન પ્રવૃત્તિઓમાંની એક હોવાના પુરાવા મળે છે. ચિત્ર અને શિલ્પની કળા વણાટકામ અને માટીનાં વાસણ બનાવવાની…
વધુ વાંચો >ફસલી સન
ફસલી સન : જુઓ સંવત
વધુ વાંચો >