પર્વતારોહણ

મૉરિસ, વિલ્સન

મૉરિસ, વિલ્સન (જ. 21 એપ્રિલ 1898, બ્રૅડફર્ડ, ઇંગ્લૅન્ડ; અ. 31 મે 1934, એવરેસ્ટ, હિમાલય) : અજોડ સાહસિક પર્વતારોહક. સામાન્ય કારીગર-પરિવારમાં જન્મ. વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અધવચ્ચે અભ્યાસ છોડી દઈને 18 વર્ષની વયે લશ્કરમાં જોડાયા અને ધીમે ધીમે સેકન્ડ લેફ્ટનન્ટના પદે પહોંચ્યા. 1917માં ફ્રાન્સમાં યુદ્ધમાં બતાવેલ વીરત્વ બદલ તેમને લશ્કરી ´ક્રૉસ´ અપાયો…

વધુ વાંચો >

સાહસ પ્રવાસ પર્વતારોહણ

સાહસ પ્રવાસ પર્વતારોહણ : જુઓ પર્વતારોહણ.

વધુ વાંચો >

સ્મિથ ફ્રાન્સિસ સિડની

સ્મિથ, ફ્રાન્સિસ સિડની (જ. 1900, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1949) : જાણીતા આંગ્લ પર્વતારોહક. એવરેસ્ટ પરનાં 3 આરોહણ-અભિયાન (1933, 1936, 1938) ટુકડીમાં તે જોડાયા હતા અને તેમણે સૌથી વધુ ઊંચાઈએ ચઢવાનો વિશ્વવિક્રમ હાંસલ કર્યો હતો. ફ્રાન્સિસ સિડની સ્મિથ  સ્વિસ-કાંચનજંઘા આરોહણ-અભિયાનના સભ્ય તરીકે 1931માં હિમાલયના કામેટ શિખર પર ચઢવામાં તે સર્વપ્રથમ આરોહક…

વધુ વાંચો >

હંટ (હેન્રી સેસિલ) જૉન હંટ બૅરન

હંટ, (હેન્રી સેસિલ) જૉન હંટ, બૅરન (જ. 1910, માર્લબરો, ઇંગ્લૅન્ડ) : નામી આંગ્લ પર્વતારોહક. તેઓ બ્રિટનના લશ્કરી અફસર હતા અને તેમણે ભારત અને યુરોપમાં લશ્કરી અને પર્વતારોહણની સેવા બજાવી હતી. 1953માં તેમણે માઉન્ટ એવરેસ્ટ પરના પ્રથમ સફળ અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું હતું. 1958માં કૉકેસિયન પર્વતના આરોહણ-અભિયાન માટેની બ્રિટિશ-સોવિયેત ટુકડીમાં બ્રિટિશ ટુકડીનું…

વધુ વાંચો >

હિલેરી એડમન્ડ (સર)

હિલેરી, એડમન્ડ (સર) (જ. 1919, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ; અ. 11 જાન્યુઆરી 2008) : વિશ્વના સૌથી ઊંચાપર્વત માઉન્ટ એવરેસ્ટ  ગૌરીશંકર શિખર પર સૌપ્રથમ પદાર્પણ કરનાર માનવબેલડીમાંના એક પર્વતખેડુ. બીજા હતા શેરપા તેનસિંગ નોરગે. 1953માં સર એડમન્ડ હિલેરી અને ભારતના શ્રી શેરપા તેનસિંગ નોરગેએ 29 મે 1953, સવારના 11–30 વાગ્યે આ શિખર પર…

વધુ વાંચો >