પર્વતારોહણ

કૈલાસ (પર્વત)

કૈલાસ (પર્વત) : હિમાલયની હારમાળામાં આવેલું પર્વત-શિખર તથા ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31o 05′ ઉ. અ. અને 81o 20′ પૂ. રે.. તે લદ્દાખ પર્વતશ્રેણીથી 80 કિમી.ને અંતરે સિંધુ નદીના ઉત્તર કાંઠા નજીક આવેલું છે. આ પર્વતશ્રેણી જળકૃત ખડકોથી બનેલી છે, કૈલાસ પર્વત-શિખરના ઉત્તર તરફના ભાગમાં સ્તરાનુક્રમના સંદર્ભમાં…

વધુ વાંચો >

તેનસિંગ નૉર્કે

તેનસિંગ નૉર્કે (જ. 29 મે 1914, ત્સા-ચુ, નેપાલ; અ. 9 મે 1986, દાર્જિલિંગ) : વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર્વપ્રથમ સર કરનાર પર્વતારોહક. બૌદ્ધ ધર્મનું ચુસ્તપણે પાલન કરનાર થામી ગામના એક ખેડૂત-પરિવારમાં જન્મ. નાનપણમાં તે ખેતીમાં મજૂરી ઉપરાંત યાક ચરાવવાનું કામ કરતો. તેર વર્ષની વયે તે ઘરમાંથી બે વાર ભાગી…

વધુ વાંચો >

બૉનિંગ્ટન, ક્રિસ (સર)

બૉનિંગ્ટન, ક્રિસ (સર) (જ. 1934, લંડન) : પર્વતારોહક તથા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતેની રૉયલ મિલિટરી એકૅડેમી ખાતે તાલીમ  લીધી. તેમણે પોતાના સર્વપ્રથમ પર્વતારોહણ દરમિયાન અન્નપૂર્ણા-2 (1960) તથા નુપ્તસે (1961) પર ચઢાણ કર્યું. 1962માં આઇગરનું ઉત્તરીય ચઢાણ કર્યું અને 1983માં દક્ષિણ ધ્રુવ પરના માઉન્ટ વિન્સન પર ચઢાણ કરીને તેઓ એ સ્થળોના…

વધુ વાંચો >

બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન

બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન (જ. 1936, હફૉર્ડ, ઇંગ્લૅન્ડ) : સાહસખેડુ અને યુવાનેતા. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધી હતી. પછી તેઓ 1957માં રૉયલ એન્જિનિયર્સમાં જોડાયા. તેમણે લગભગ 40 ઉપરાંત સાહસલક્ષી પ્રવાસો ખેડ્યા. એ ઉપરાંત સાયન્ટિફિક એક્સપ્લૉરેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા ‘બ્રિટિશ-ટ્રાન્સ-અમેરિકાઝ’ (1972) અને ‘ઝેર રિવર’ (1975/84) નામના સાહસપ્રવાસોની આગેવાની પણ સંભાળી. તેમણે ઑપરેશન…

વધુ વાંચો >

મૉરિસ, વિલ્સન

મૉરિસ, વિલ્સન (જ. 21 એપ્રિલ 1898, બ્રૅડફર્ડ, ઇંગ્લૅન્ડ; અ. 31 મે 1934, એવરેસ્ટ, હિમાલય) : અજોડ સાહસિક પર્વતારોહક. સામાન્ય કારીગર-પરિવારમાં જન્મ. વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અધવચ્ચે અભ્યાસ છોડી દઈને 18 વર્ષની વયે લશ્કરમાં જોડાયા અને ધીમે ધીમે સેકન્ડ લેફ્ટનન્ટના પદે પહોંચ્યા. 1917માં ફ્રાન્સમાં યુદ્ધમાં બતાવેલ વીરત્વ બદલ તેમને લશ્કરી ´ક્રૉસ´ અપાયો…

વધુ વાંચો >

સાહસ પ્રવાસ પર્વતારોહણ

સાહસ પ્રવાસ પર્વતારોહણ : જુઓ પર્વતારોહણ.

વધુ વાંચો >

સ્મિથ ફ્રાન્સિસ સિડની

સ્મિથ, ફ્રાન્સિસ સિડની (જ. 1900, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1949) : જાણીતા આંગ્લ પર્વતારોહક. એવરેસ્ટ પરનાં 3 આરોહણ-અભિયાન (1933, 1936, 1938) ટુકડીમાં તે જોડાયા હતા અને તેમણે સૌથી વધુ ઊંચાઈએ ચઢવાનો વિશ્વવિક્રમ હાંસલ કર્યો હતો. ફ્રાન્સિસ સિડની સ્મિથ  સ્વિસ-કાંચનજંઘા આરોહણ-અભિયાનના સભ્ય તરીકે 1931માં હિમાલયના કામેટ શિખર પર ચઢવામાં તે સર્વપ્રથમ આરોહક…

વધુ વાંચો >