પરાશર વોરા
રેડક્લિફ સમિતિ
રેડક્લિફ સમિતિ : ઇંગ્લૅન્ડમાં નાણાકીય વ્યવસ્થાના અભ્યાસ માટે 1957માં નીમવામાં આવેલી સમિતિ. સમિતિએ તેનો હેવાલ 1959માં સરકારને સુપરત કરેલો. નવ સભ્યોની બનેલી સમિતિમાં અર્થશાસ્ત્રીઓ ઉપરાંત બીજા પણ કેટલાક સભ્યોનો સમાવેશ કરવામાં આવેલો. સમિતિએ ઇંગ્લૅન્ડની નાણાવ્યવસ્થા અને તેની વિત્તીય સંસ્થાઓનો અભ્યાસ કરીને તેનું વિશ્લેષણ કર્યું હતું. તેનો હેવાલ મોટી ચર્ચાનું કેન્દ્ર…
વધુ વાંચો >વ્હાઇટ પ્લાન
વ્હાઇટ પ્લાન : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, યુદ્ધ પછીની આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા સર્જવા માટે અમેરિકા દ્વારા રજૂ થયેલી યોજના. બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં અસ્થિરતા અને અરાજકતા જોવા મળ્યાં હતાં. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ફરીથી એવી સ્થિતિ ન સર્જાય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સહકાર દ્વારા સ્થિર નાણાકીય વ્યવસ્થા સ્થપાય…
વધુ વાંચો >શોષણ (exploitation)
શોષણ (exploitation) : શ્રમિકને તેણે ઉત્પાદનમાં આપેલા ફાળાના મૂલ્ય કરતાં સભાન રીતે ઓછું વેતન ચૂકવવામાં આવે તે. શોષણનો આ અર્થશાસ્ત્રીય અર્થ છે. આ અર્થમાં ‘શોષણ’ શબ્દનો ઉપયોગ કાર્લ માર્ક્સે સર્વપ્રથમ કરેલો. તેમના સિદ્ધાંત પ્રમાણે વસ્તુનું વિનિમય-મૂલ્ય વસ્તુ પાછળ ખર્ચાયેલા શ્રમના મૂલ્ય બરાબર હોય છે. તેથી ઉત્પાદકો દ્વારા જે કુલ ઉત્પાદન…
વધુ વાંચો >