પરમાનંદ દવે
અજ
અજ : ભારતીય ઇતિહાસમાં અજ નામના અનેક રાજાઓ થઈ ગયા. ઋગ્વેદના સાતમા મંડળમાં વર્ણવેલા દાશરાજ્ઞ યુદ્ધમાં સુદાસના શત્રુનું નામ અજ હતું. અજ નામે એક પાંડવપક્ષીય રાજા પણ હતો. પ્રિયવ્રત વંશના ઋષભદેવના કુળમાં જન્મેલા પરિહર્તા અને સ્તુતિના મોટા પુત્રનું નામ અજ હતું. વિજયકુળમાં થયેલા બલાકાશ્વ રાજાના પુત્રનું નામ અજ હતું. અજ…
વધુ વાંચો >અભિજ્ઞાનશાકુન્તલ
અભિજ્ઞાનશાકુન્તલ : સંસ્કૃત કાવ્યસાહિત્યમાં સર્વોત્તમ મનાતું મહાકવિ કાલિદાસરચિત નાટક પ્રકારનું સાત અંકોનું રૂપક. આનું કથાવસ્તુ મહાભારતમાં આવતા શકુન્તલોપાખ્યાન ઉપરથી રચાયેલું છે, એમ મનાય છે. આમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત તથા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી, કણ્વ અથવા કાશ્યપના તપોવનમાં ઊછરેલી શકુન્તલાના પ્રણય અને પરિણયની કથા આવે છે. મૃગયા કરવા નીકળેલા દુષ્યંતનો રથ…
વધુ વાંચો >અવતાર અને અવતારવાદ
અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…
વધુ વાંચો >આરણ્યક
આરણ્યક : વૈદિક સાહિત્યપ્રબંધો. વૈદિક સાહિત્યમાં મંત્ર અને બ્રાહ્મણસાહિત્ય પછી અને ઉપનિષદની પહેલાં રચાયેલા સાહિત્યપ્રબંધોને આરણ્યક કહેવામાં આવે છે. બૃહદારણ્યક કહે છે : अरण्येऽनूच्यमानत्वात् आरण्यकम् । વાનપ્રસ્થાશ્રમમાં અરણ્યમાં જેનું પઠન કરવામાં આવતું તે આરણ્યક. બીજી રીતે કહેવામાં આવ્યું છે કે અરણ્યમાં અધ્યયન કરવામાં આવે છે માટે આરણ્યક. ગોપથ બ્રાહ્મણ (2-10)…
વધુ વાંચો >ઈશ્વર
ઈશ્વર ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય…
વધુ વાંચો >ઉત્તરકુરુ પ્રદેશ
ઉત્તરકુરુ પ્રદેશ : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. તેનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ 8-14-4માં આવે છે. તેમાં તેને હિમાલયની પેલી પાર આવેલા પ્રદેશ તરીકે ઓળખાવાયો છે. પછીના ઇતિહાસ, પુરાણો તથા બીજાં સાહિત્યમાં ઉત્તરકુરુ અને ત્યાંના રહેવાસીઓ-ઉત્તરકુરુ-નું વર્ણન પુરાકલ્પનવાળું લાગે છે, પરંતુ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુ ઐતિહાસિક લાગે છે. એક બીજા ખંડમાં વસિષ્ઠસાત્યહવ્યે ઉત્તરકુરુને ‘દેવક્ષેત્ર’…
વધુ વાંચો >ઉત્તરમદ્ર (વેદમાં)
ઉત્તરમદ્ર (વેદમાં) : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. ઉત્તરમદ્રનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુની સાથે જ આવે છે. ઉત્તરમદ્ર જાતિના લોકો હિમાલયની પેલે પાર રહેતા હતા. બ્રાહ્મણમાં વર્ણવેલી એક હકીકત પ્રત્યે ઝિમરમૅન ધ્યાન દોરે છે કે કામ્બોજ ઔપમન્યવ મદ્રગારનો શિષ્ય હતો અને આ ઉપરથી અનુમાન કરે છે કે કામ્બોજ અને મદ્ર સ્થળની ર્દષ્ટિએ…
વધુ વાંચો >ઉપાધ્યાય
ઉપાધ્યાય : અધ્યાપન કરીને આજીવિકા ચલાવતો અધ્યાપક. જેની પાસે (उप) જઈને અધ્યયન કરવામાં આવે છે તેને ઉપાધ્યાય કહે છે. એક વ્યાખ્યા પ્રમાણે જે પોતાની આજીવિકા ચલાવવા માટે વેદનો કોઈ એક ભાગ તથા વેદાંગો ભણાવે છે તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે. (एकदेशं तु वेदस्य वेदाङ्गान्यपि वा पुनः । योडध्यापयति वृत्यर्थं उपाध्यायः…
વધુ વાંચો >ઊરુભંગ
ઊરુભંગ : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસનાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતકથા ઉપર રચાયેલું છે. આ કથા મહાભારતમાં શલ્યપર્વના ગદાયુદ્ધપર્વમાં મળી આવે છે. મહાભારતના યુદ્ધમાં સર્વસ્વનો નાશ થયા પછી દુર્યોધન પોતાની જલસ્તંભવિદ્યાના બલે એક જળાશયમાં ભરાઈને સંતાઈ જાય છે. પાંડવોએ અહીંથી તેને શોધી કાઢ્યો. પછી દુર્યોધન તથા…
વધુ વાંચો >કર્ણભાર
કર્ણભાર : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસ(ઈ.પૂ. ચોથી સદી ?)નાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકો તરીકે ઓળખાતાં તેર રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતની કથા ઉપર રચાયેલું છે. મહાભારત યુદ્ધમાં સેનાપતિ તરીકે અર્જુન સામે નિર્ણાયક યુદ્ધ કરવા જઈ રહેલા કર્ણના મન ઉપર અજાણ્યા વિષાદનાં વાદળદળ છવાયાં છે અને તેનું સૂર્ય જેવું સ્વાભાવિક…
વધુ વાંચો >