પરબતભાઈ ખી. બોરડ

કરચલો

કરચલો (crab) : ખારા કે મીઠા પાણીમાં વિવિધ આકાર અને કદમાં મળી આવતા દસ પગવાળા જળચર કવચધારી પ્રાણીઓનો એક સમૂહ. કરચલાનો આકાર મોટેભાગે ગોળ અગર ચોરસ હોય છે. શીર્ષ અને ઉરસ જોડાઈ ગયેલા હોય છે અને ઉદર શીર્ષોરસ સાથે જોડાયેલું દેખાય છે. તેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય…

વધુ વાંચો >

કસુંબી

કસુંબી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પૉસિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carthamus tinctorius Linn. (સં. કુસુમ, કુસુંભ; બં. કુસુફલ, કુસુમ; ગુ. કસુંબો, કુસુંબો, કરડી; હિં. કરાહ, કુસુમ; મ. કરડાઈ, કુરડી; ત. કુસુંબા, સેથુરંગમ; તે. કુસુંબાલુ; અં. ધ સૉફ્લાવર, ફૉલ્સ સેફ્રન, બાસ્ટાર્ડ સેફ્રન) છે. તે નાજુક, બહુશાખિત એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

કસુંબીની જીવાત

કસુંબીની જીવાત : કસુંબી(કરડી)ના પાકને નુકસાન પહોંચાડનાર કીટકો. મહત્વનો તૈલી પાક ગણાતી કસુંબીનું વાવેતર ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ પાકને સરકારે મહત્વ આપતાં આજે તેનું વાવેતર ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં નાના પાયા પર કરવામાં આવે છે. શિયાળા દરમિયાન કસુંબીનું વાવેતર મુખ્યત્વે ગુજરાતના…

વધુ વાંચો >

કંસારી

કંસારી (cricket) : ખેતરમાં તેમજ ઘરમાં ઉપદ્રવ કરતું સરલપક્ષ (Orthroptera) શ્રેણીના ગ્રાઇલિડી કુળનુ એક કીટક. તે નિશાચર (nocturnal) પ્રાણી છે. તેને ગરમી માફક આવે છે. તેથી તે દિવસ દરમિયાન કબાટમાં, ખુરશી પાછળ, પલંગ નીચે, ફોટા પાછળ એમ વિવિધ સ્થળોમાં અને ખાસ કરીને રાંધણિયું, રસોડું, ભોયરું વગેરે જગ્યાએ સંતાઈ રહે છે.…

વધુ વાંચો >

કાતરા

કાતરા : રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના Arctiidae કુળની, રૂંછાંવાળી ઇયળ (hairy caterpillar) તરીકે ઓળખાતી જીવાત. આ કાતરા 3થી 40 મિમી. લાંબા અને 5થી 6 મિમી. જાડા હોય છે. તેના શરીર ઉપર લાંબા, કાળા તેમજ ટૂંકા તપખીરિયા રંગના જથ્થાદાર વાળ હોય છે. આ જીવાતની ફૂદીનો રંગ સફેદ હોય છે. તેની પાંખની પહેલી…

વધુ વાંચો >

કાર્પેટ બીટલ

કાર્પેટ બીટલ : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Dermestidae કુળની Anthrenus scrophulariae, A. vorax અને Attagenus piceus કીટકની ઇયળો તેમજ પુખ્ત અવસ્થાના ભમરા. સંગ્રહસ્થાનોમાં રાખેલા ધાબળા, ગરમ કપડાં, ઊન, વાળ અને પીંછાંની બનાવટો, ઠાંસેલાં પ્રાણીઓના અને સંગૃહીત કીટકોના નમૂનાઓ, ચામડું, માંસ અને તેનાં ઉત્પાદનો, દૂધનો પાઉડર, સુતરાઉ અને રેશમી કાપડ વગેરેને આ…

વધુ વાંચો >

કાળા માથાવાળી ઇયળ

કાળા માથાવાળી ઇયળ : નાળિયેરી ઉપરાંત ફૅન પામ, બૉટલ પામ, ખજૂરી, ખારેક, ફિશટેલ પામ તેમજ કેળ ઉપર નુકસાન કરતી પામેસી કુળની જીવાત. રોમપક્ષ (lepidoptera) શ્રેણીના ક્રિપ્ટોફેસિડી ફૂદીની આ ઇયળના શરીર ઉપર બદામી રંગનાં ત્રણ ટપકાં હોય છે. તેનું માથું મોટું અને કાળું હોવાથી તે ‘કાળા માથાવાળી ઇયળ’ તરીકે ઓળખાય છે.…

વધુ વાંચો >

કાંસિયા

કાંસિયા (blister beetles) : માણસની ચામડી સાથે ઘસાતાં તરત જ પોતાના પગના સાંધામાંથી ઝરતા પ્રવાહી દ્વારા શરીર પર ફોલ્લા ઉપસાવનાર ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Meliodae કુળના કીટક. પુખ્ત કાંસિયા બાજરી, મકાઈ, જુવાર વગેરેનાં જીંડવાંમાંથી થૂલ ખાઈને જીવે છે, તેથી છોડ પર દાણા બેસતા નથી. કેટલાક કાંસિયા શાકભાજી, કઠોળ અને ગુલાબફૂલ વગેરેને…

વધુ વાંચો >

કીટકનિયંત્રણ

કીટકનિયંત્રણ કીટકનિયંત્રણ એટલે ખેતીના પાકને અને માનવસ્વાસ્થ્યને નુકસાન કરનાર કીટકોનો નાશ કરવા તેમજ તેમને અંકુશમાં રાખવાના ઉપાયો. કીટકો એટલે પ્રાણીસૃષ્ટિના સૌથી મોટા વર્ગના પ્રાણીઓનો સમૂહ. જાતિ, સંખ્યા, અનુકૂલન તેમજ પ્રસરણની ર્દષ્ટિએ કીટકો સૌથી સફળ પ્રાણીઓ પુરવાર થયેલાં છે. પૃથ્વી પર વસતાં પ્રાણીઓમાં 65 % કીટકો હોય છે. આજે કીટકશાસ્ત્ર-નિષ્ણાતો 10,00,000થી…

વધુ વાંચો >

કૂદકૂદિયાં

કૂદકૂદિયાં : શેરડી, જુવાર, મકાઈ અને ઘઉં જેવા પાકને નુકસાન પહોંચાડતી ચૂસિયા જીવાત. આ ચૂસિયાનો સમાવેશ વર્ગ કીટક, શ્રેણી અર્ધપક્ષ(hemiptera)ના લોફોપિડી કુળમાં કરવામાં આવે છે. ભારતમાં શેરડીનું વાવેતર કરતા બધા પ્રદેશોમાં કૂદકૂદિયાંનો ઉપદ્રવ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આ જીવાતને હવામાન અનુકૂળ હોવાથી ત્યાં તેનો ઉપદ્રવ વધારે હોય છે. પુખ્ત…

વધુ વાંચો >