પંજાબી સાહિત્ય
નંદા ઈશ્વરચન્દર
નંદા, ઈશ્વરચન્દર (જ. 1892; લાહોર; અ. 1972) : પંજાબી નાટ્યકાર. શિક્ષણ બી.એ. સુધી લાહોરની ડી.એ.વી. કૉલેજમાં. નાનપણથી નાટકો વાંચવાનો અને જોવાનો શોખ. નાટ્યશાસ્ત્રનો ગહન અભ્યાસ કરી, એમણે નાટકો લખવા માંડ્યાં. એમની પૂર્વે પંજાબી સાહિત્યમાં નાટ્યસાહિત્ય નહિવત્ હતું. એથી એમને પંજાબી નાટ્યસાહિત્યના જન્મદાતા માનવામાં આવ્યા છે. એમણે 1913માં પ્રથમ નાટક ‘દુલ્હન’…
વધુ વાંચો >નાનકસિંહ
નાનકસિંહ (જ. 4 જુલાઈ, 1897, અક્કહમીદ, જિ. જેલમ; અ. 28 ડિસેમ્બર, 1971, પંજાબ) : પંજાબી નવલકથાકાર. પંજાબીમાં આધુનિક કથાસાહિત્યના પ્રવર્તક નાનકસિંહ છે. એમને નવલકથાલેખનની પ્રેરણા પ્રેમચંદજી પાસેથી મળી હતી. એમનો લેખનસમય 1927 થી શરૂ થાય છે. એમની પહેલી વાર્તા ‘રખડી’ (રાખડી) અને પહેલી નવલકથા ‘મતરેઈમા’ (સાવકી મા) હતી. તેમનો લેખનકાળ…
વધુ વાંચો >નીમ દે પત્તે
નીમ દે પત્તે (1968) : પંજાબી લેખક શ્રવણકુમાર શર્માનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓથી પંજાબી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ થયો. એ વાર્તાઓ મોટેભાગે મનોવૈજ્ઞાનિક છે અને એમાં આંતરચેતનાપ્રવાહની શૈલીનો પંજાબી વાર્તામાં પ્રથમ વાર ઉપયોગ થયો છે. એ ઉપરાંત અસ્તિત્વવાદ તથા અતિવાસ્તવવાદ, તેમજ ફ્રૉઇડનો પ્રભાવ પણ પ્રથમ વાર આ વાર્તાઓમાં દૃષ્ટિએ પડે છે; જેમ…
વધુ વાંચો >નૂર, સુતિન્દર સિંહ
નૂર, સુતિન્દર સિંહ (જ. 5 ઑક્ટોબર 1940, કોટકપુરા, પંજાબ; અ. 9 ફેબ્રુઆરી 2011, દિલ્હી) : પંજાબી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા દી ભૂમિકા’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >નેકી, જશવંતસિંહ
નેકી, જશવંતસિંહ (જ. 27 ઑગસ્ટ 1925, પતિયાળા; અ. 11 સપ્ટેમ્બર 2015, ન્યૂ દિલ્હી) : પંજાબી લેખક. પિતાનું નામ એસ. હરિ ગુલાબસિંહ અને માતાનું નામ સીતા વાંતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પતિયાળા અને ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં. એમણે એમ.બી.બી.એસ. પરીક્ષા પસાર કરી મન:ચિકિત્સાનો વિષય લઈ દિલ્હીની ઑલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.ડી. કરી. ત્યાં…
વધુ વાંચો >પબ્બી
પબ્બી (1962) : પંજાબી કવયિત્રી પ્રભજોતકૌર(જ. 1924)નો કાવ્યસંગ્રહ. ઉત્કટ ભાવનાઓથી પ્રેરાયેલાં આ કાવ્યોનો સૂર રંગદર્શી કરુણતાથી ભરેલો છે. કાવ્ય સાથે સંગીતનો રુચિકર સમન્વય થયો છે. પ્રારંભિક કાવ્ય ‘પબ્બી’(પહાડી મેદાન)માં અનુભવસભર પ્રણયજીવનનાં સંસ્મરણો આલેખાયાં છે. કાવ્યબંધની દૃષ્ટિએ મોટા ભાગનાં કાવ્યો ગીત પ્રકારનાં છે. તેમાં પ્રણયજીવનની પરિતૃપ્તિની ક્ષણભંગુરતાનો ભાવ તથા તેની સભાનતાની…
વધુ વાંચો >પંજાબી ભાષા અને સાહિત્ય
પંજાબી ભાષા અને સાહિત્ય : પંજાબી ભાષા એટલે ઇન્ડો-આર્યન ભાષાકુલની એક આધુનિક ભારતીય ભાષા. લિપિ ગુરુમુખી. કેટલાક લોકો માત્ર અરબી લિપિનો ઉપયોગ કરે છે. તે ભારતના પંજાબ રાજ્ય અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રમુખ ભાષા છે. ગઝનીના મેહમૂદે ઈ. સ.ની અગિયારમી સદીની શરૂઆતમાં પંજાબ ઉપર જીત મેળવી તે સમયથી પ્રચલિત ભાષા.…
વધુ વાંચો >પાતર સુરજિત
પાતર, સુરજિત (જ.14 જાન્યુઆરી 1945, પાતર કલાં, જાલંધર, પંજાબ) : પંજાબના જાણીતા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હનેરે વિચ સુલગદી વર્ણમાલા’ (The Alphabet Smouldering in the Darkness) માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે અત્યાર સુધીમાં લખેલાં લગભગ 200 કાવ્યો 3 કાવ્યસંગ્રહોમાં પ્રગટ થયાં છે. તે છે :…
વધુ વાંચો >પિયો પુતર
પિયો પુતર : સુરિન્દરસિંહ નરૂલાની નવલકથા. તેની ગણના પંજાબીની ઉત્કૃષ્ટ કૃતિ તરીકે થાય છે. એમાં કથા આવી છે : હરિસિંહ અને શિવકૌર એમનાં માબાપ મરી ગયાં છે એમ જ માનતાં હતાં. હરિસિંહ એનાં નાના-નાનીને ત્યાં ઊછરે છે અને શિવકૌરને એના મામાને ત્યાં લાહોરમાં લઈ જવાય છે. હરિસિંહના નાના જાણીતા વૈદ…
વધુ વાંચો >પિંજર (1950)
પિંજર (1950) : પંજાબી નવલકથા. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખિકા અમૃતા પ્રીતમની આ નવલકથા હિન્દુ-મુસ્લિમ રમખાણ અને વૈમનસ્યની પશ્ચાદભૂમાં લખાઈ છે. એમની કૃતિમાં એમણે એક તરફ રક્તપિપાસા તો બીજી તરફ માનવતાનો પણ પરિચય આપ્યો છે. કથાનાયિકા પારોનો વિવાહ રામચંદ્ર જોડે થયો હતો અને લગ્નની તૈયારીઓ થઈ રહી હતી. પારો, રામચંદ્રનાં સ્વપ્નાં…
વધુ વાંચો >