નીતિન કોઠારી

મધ્યરાત્રિનો સૂર્ય

મધ્યરાત્રિનો સૂર્ય : પૃથ્વીના ધ્રુવીય પ્રદેશમાં અમુક સમયગાળા દરમિયાન ચોવીસે કલાક દેખાતા સૂર્ય માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. ઉત્તર ધ્રુવપ્રદેશ ખાતે વર્ષના છ મહિના માટે સૂર્ય અસ્ત પામતો જ નથી. આ ગાળો આશરે 20 માર્ચથી 23 સપ્ટેમ્બર વચ્ચેનો હોય છે; એ જ રીતે દક્ષિણ ધ્રુવપ્રદેશ ખાતે તે 23 સપ્ટેમ્બરથી 20 માર્ચ…

વધુ વાંચો >

મયૂરમ્

મયૂરમ્ : તમિલનાડુ રાજ્યના તંજાવુર જિલ્લાનું નગર તેમજ મયૂરમ્ તાલુકાનું મથક. ભૌગોલિક સ્થાન : 11° 20´ ઉ. અ. અને 79° 40´ પૂ. રે. આ નગર તમિલનાડુ રાજ્યના કુમ્ભકોણમની પૂર્વમાં કાવેરીના ત્રિકોણપ્રદેશમાં આવેલું છે. બંગાળનો ઉપસાગર અહીંથી પૂર્વમાં 100 કિમી. દૂર આવેલો છે. અહીંની જમીન ફળદ્રૂપ છે. તેથી ડાંગર, કપાસ અને…

વધુ વાંચો >

મલેશિયા

મલેશિયા મલાયા, સાબાહ-સારાવાક (ઉત્તર બૉર્નિયો) મળીને બનતો મલેશિયા સંઘ. ભૌગોલિક સ્થાન : તે આશરે 1°થી 7° ઉ. અ. અને 100°થી 105° તથા 110°થી 119° પૂ. રે. વચ્ચેનો 3,29,758 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પૈકી મલાયા (પૂર્વ-પશ્ચિમના ટાપુઓ સહિત 1,31,347 ચોકિમી.), સાબાહ (76,134 ચોકિમી.) અને સારાવાક (1,25,000 ચોકિમી.) જેટલો…

વધુ વાંચો >

મસૂરી

મસૂરી (Mussoorie) : ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન જિલ્લામાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : તે 30° 45´ ઉ.અ. અને 78° 08´ પૂ.રે. પર સ્થિત છે. તે સમુદ્રસપાટીથી આશરે 2005 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંનું સર્વોચ્ચ શિખર Lal Tibba છે જે 2,275 મીટર ઊંચાઈ ધરાવે છે. દહેરાદૂનથી ઉત્તર તરફ 35 કિમી.ના અંતરે મસૂરી…

વધુ વાંચો >

મહાબળેશ્વર

મહાબળેશ્વર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ગિરિમથક તથા વિહારધામ. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 17 92´ ઉ. અ. અને 73 65´ પૂ. રે. પર સ્થિત છે. સતારા જિલ્લાના વાયવ્ય ભાગમાં પશ્ચિમ ઘાટની સહ્યાદ્રિ હારમાળાની ટેકરીઓ પર 1,353 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે ઊંચાઈએ આવેલી ટેકરીઓના તીવ્ર ઢોળાવો પર આવેલું હોવાથી કોંકણના મેદાનોનું…

વધુ વાંચો >

મહીસાગર (જિલ્લો)

મહીસાગર (જિલ્લો) : મહીનદી ઉપરથી આ જિલ્લાને મહીસાગર નામ મળ્યું છે. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 23 9´ ઉ. અ. અને 73 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વે દાહોદ, દક્ષિણે પંચમહાલ, નૈર્ઋત્યે ખેડા અને પશ્ચિમે અરવલ્લી જિલ્લાની સીમાઓ પ્રાપ્ત થઈ છે. સમુદ્રથી દૂર આ…

વધુ વાંચો >

મહુવા (તાલુકો)

મહુવા (તાલુકો) : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : તે 21° 00´ ઉ. અ. અને 71° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,221 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તે સમુદ્રસપાટીથી આશરે 128 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની પશ્ચિમે અમરેલી…

વધુ વાંચો >

મહેન્દ્રનગર

મહેન્દ્રનગર : નેપાળ દેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલું સરહદીય શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 28  55´ ઉ. અ. અને 80  20´ પૂ. રે. પર સ્થિત છે. હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં 229 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર ભારતની સીમા અને મહાકાલી સરહદી નદીથી આશરે 3 કિમી. દૂર આવેલું…

વધુ વાંચો >

માથેરાન

માથેરાન : મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ મેટ્રોપૉલિટન પ્રદેશમાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 18 98´ ઉ. અ. અને 73 27´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ આશરે 800 મીટર છે. ભારતનું સૌથી નાનું આ ગિરિમથક છે જે પશ્ચિમઘાટમાં આવેલું છે. આ ગિરિમથકના વિસ્તારમાંથી ધાવરી નદી ઉદગમ પામે છે.…

વધુ વાંચો >

માનવ ભૂગોળ

માનવ ભૂગોળ પૃથ્વીની સપાટી પર જોવા મળતાં વિવિધ લક્ષણોને માનવીય સંદર્ભમાં મૂલવતી ભૂગોળની એક શાખા. ભૂગોળ એ એક એવું વિજ્ઞાન છે, જે પૃથ્વીનાં સપાટી-લક્ષણો તથા ભૂમિશ્યોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. ભૂપૃષ્ઠ પર બે પ્રકારનાં લક્ષણો જોવા મળે છે : (1) કુદરતી ભૂમિલક્ષણો, (2) સાંસ્કૃતિક (માનવસર્જિત) ભૂમિલક્ષણો. કુદરતી લક્ષણો કુદરતમાં…

વધુ વાંચો >