નીતિન કોઠારી
બાલાંગીર
બાલાંગીર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 20° 43´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે.ની આજુબાજુનો 6,551.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બારગઢ જિલ્લો, પૂર્વમાં સોનેપુર અને બૌધ જિલ્લા, અગ્નિકોણ તરફ ફુલબાની જિલ્લો, દક્ષિણે કાલહંદી તથા…
વધુ વાંચો >બાલ્ટિક સમુદ્ર
બાલ્ટિક સમુદ્ર : ઉત્તર યુરોપના પશ્ચિમ ભૂમિભાગ વચ્ચે આવેલો સમુદ્ર. તે આટલાન્ટિક મહાસાગરના એક ફાંટારૂપે યુરોપના વાયવ્ય ભાગમાં પથરાયેલો છે. આ સમુદ્ર આશરે 50°થી 65° ઉ. અ. અને 10°થી 27° પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 4,20,000 ચોકિમી. જેટલો છે. તેની લંબાઈ આશરે 1,600 કિમી. અને પહોળાઈ…
વધુ વાંચો >બાંદા
બાંદા : ઉત્તરપ્રદેશ રાજ્યના ચિત્રકૂટ વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 53´ ઉ. અ.થી 25° 55´ ઉ. અ. અને 80° 07´ પૂ. રે.થી 31° 34´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે ફત્તેહપુર જિલ્લો, પૂર્વે ચિત્રકૂટ જિલ્લો, પશ્ચિમે હમીરપુર અને મહોબા જિલ્લા અને દક્ષિણે મધ્યપ્રદેશ રાજ્યના…
વધુ વાંચો >બાંદીપુર
બાંદીપુર : કર્ણાટક રાજ્યના દક્ષિણ ભાગમાં મૈસૂર જિલ્લાના ગુંડલુપેટ (ગુંડીપેટ) તાલુકામાં આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : 12° 0’ ઉ. અ. અને 76° 45’ પૂ. રે. તે કર્ણાટક, તામિલનાડુ અને કેરળ રાજ્યોની સીમા નજીક આવેલું છે. ભારતમાં આવેલાં હિંસક પ્રાણીઓનાં અભયારણ્યો પૈકી બાંદીપુરનું અભયારણ્ય પણ જાણીતું છે. નીતિન કોઠારી
વધુ વાંચો >બિજનોર (બિજનૌર)
બિજનોર (બિજનૌર) : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો 29° 02´થી 29° 57´ ઉ. અ. અને 77° 59´થી 78° 56´ પૂ. રે. વચ્ચેનો 4,715 ચોકિમી. જેટલો ત્રિકોણાકાર વિસ્તાર આવરી લે છે. તેનો સમાવેશ બરેલી (રોહિલખંડ) વિભાગમાં કરવામાં આવેલો છે. તેની સમગ્ર પશ્ચિમ…
વધુ વાંચો >બિજાપુર (જિલ્લો)
બિજાપુર (સત્તાવાર વિજયાપુરા) : કર્ણાટક રાજ્યના 31 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 16° 82´ ઉ. અ. અને 75° 71´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જે કર્ણાટક રાજ્યના ઉત્તર ભાગમાં રહેલો છે. દક્ષિણ ભારતની કૃષ્ણા અને ભીમા નદીની વચ્ચે આ જિલ્લો આવેલો છે. જેની પૂર્વમાં ગુલબર્ગા અને યાદગીર જિલ્લા, દક્ષિણે રાયચુર…
વધુ વાંચો >બિલખા
બિલખા : સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી અગ્નિખૂણે ગિરનારની તળેટી નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 26´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે. આઝાદી પૂર્વે આ એક દેશી રાજ્ય હતું, તે વખતે તેના કબજા હેઠળ 25 જેટલાં ગામોનો વહીવટ હતો. તેની આજુબાજુનું ભૂપૃષ્ઠ લાવાના ખડકોથી બનેલું હોવાથી તેનો ભૂમિભાગ…
વધુ વાંચો >બિલ્મા
બિલ્મા : પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશની ઈશાનમાં અગાદેઝ વિસ્તારમાં ચાડ સરોવરની ઉત્તરે આશરે 480 કિમી. અંતરે આવેલો રણદ્વીપ (18° 30´ ઉ. અ. અને 13° 30´ આજુબાજુ) તથા તે જ નામ ધરાવતું નગર (18° 46´ ઉ. અ. અને 12° 50´ પૂ. રે.). રણદ્વીપ : આ રણદ્વીપ 96 કિમી. લંબાઈનો અને 16…
વધુ વાંચો >બીડ (મહારાષ્ટ્ર)
બીડ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક, તાલુકા-મથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 18° 28´થી 19° 27´ ઉ. અ. અને 74° 54´થી 76° 57´ પૂ. રે. વચ્ચેનો 10,693 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જાલના, ઈશાન અને પૂર્વ તરફ પરભણી અને લાતુર,…
વધુ વાંચો >બીર
બીર (1) : મધ્યપ્રદેશ રાજ્યના નિમાડ જિલ્લાનું મહત્વનું નગર. તે 22° 8´ ઉ. અ. અને 76° 35´ પૂ. રે. પર સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેની ઉત્તરે વિંધ્યાચળ અને દક્ષિણે સાતપુડા ટેકરીઓ આવેલી છે. આ હારમાળાઓની વચ્ચેના નીચાણવાળા પ્રદેશમાં નર્મદાની એક શાખાનદી પર તે વસેલું છે. અહીંથી આશરે…
વધુ વાંચો >