નાટ્યકલા
લર્નર, ઍલન જેઈ
લર્નર, ઍલન જેઈ (જ. 31 ઑગસ્ટ 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 1986, ન્યૂયૉર્ક) : અમેરિકન સ્વરનિયોજક, ગીતકવિ અને સંગીતનાટ્યકાર (librettist). બ્રૉડવેમાં ફ્રેડરિક લોઇની સાથે તેમનાં ‘બ્રિગેડૂન’ (1947), ‘પેઇન્ટ યૉર વૅગન’ (1951), ‘માય ફેર લેડી’ (1956), ‘કૅમેલૉટ’ (196૦) નામનાં સંગીતનાટકોએ લોકોની ભારે પ્રશંસા મેળવી હતી. તેમણે નિર્માણ કરેલું ‘જીજી’ ચલચિત્ર પણ લોકપ્રિય…
વધુ વાંચો >લાગુ, શ્રીરામ ડૉ.
લાગુ, શ્રીરામ ડૉ. (જ. 16 નવેમ્બર 1927, પુણે, મહારાષ્ટ્ર અ. 17 ડિસેમ્બર 2019, પુણે, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ અભિનેતા. ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શ્રીરામ લાગુ સફળ તબીબી કારકિર્દી ધરાવતા હતા. તે સાથે અભિનય પ્રત્યે પણ તેમને ખૂબ લગાવ હતો. શાળામાં હતા ત્યારથી જ તેમણે નાટકોમાં કામ શરૂ કર્યું હતું. તેઓ 11…
વધુ વાંચો >લાલ, લક્ષ્મીનારાયણ
લાલ, લક્ષ્મીનારાયણ [જ. 4 માર્ચ 1927, જલાલપુર, જિ. બસ્તી (ઉત્તરપ્રદેશ); અ. 20 નવેમ્બર 1987] : હિંદીના નાટ્યકાર, અભિનેતા, નિર્દેશક, રંગકર્મી અને રંગશિલ્પી. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર તથા વિવેચક પણ હતા. પિતા શિવસેવક લાલ, માતા મૂંગામોતી. માતા ધાર્મિક પ્રકૃતિ ધરાવતાં. બી.એ.ની ડિગ્રી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી મેળવી. 1950માં હિંદી વિષય સાથે એમ.એ. થયા.…
વધુ વાંચો >લાહિડી, રમણ
લાહિડી, રમણ (જ. 23 ફેબ્રુઆરી 1927, કૉલકાતા) : બંગાળી નાટકકાર. તેમણે બી. કૉમ.ની ડિગ્રી મેળવી પછી સરકારી નોકરીમાં જોડાયા અને આસિસ્ટંટ મૅનેજર (જહાજ) તરીકે નિવૃત્ત થયા. ત્યારપછી તેમણે નાટકકાર તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે સંખ્યાબંધ ઑપેરા અને રેડિયોનાટકો રચ્યાં. રવીન્દ્રનાથ, બંકિમચંદ્ર, ઉપેન્દ્રનાથ વગેરેની નવલકથાઓ પરથી નાટકો બનાવ્યાં. નાટકકારોનાં ઍસોસિયેશનો રચ્યાં.…
વધુ વાંચો >લિટર્જિકલ નાટક (liturgical drama)
લિટર્જિકલ નાટક (liturgical drama) : મધ્યયુગમાં, બાઇબલની કથાઓના આધારે લખાયેલ અને સંતપુરુષોના જીવન વિશેની વાત રજૂ કરતું ચર્ચમાં અથવા તો ચર્ચની નજીક ક્યાંક ભજવવામાં આવતું નાટક. અલબત્ત, આનાં મૂળ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓના કર્મકાંડમાં હતાં; આમ છતાં આવાં નાટકો ચર્ચની સેવાઓના અનિવાર્ય અંગ તરીકે ભજવાતાં ન હતાં. લિટર્જિકલ નાટકની ભાષા સામાન્યત:…
વધુ વાંચો >લિવિંગ થિયેટર
લિવિંગ થિયેટર : 1947માં ઉદભવેલી અમેરિકન થિયેટર પ્રવૃત્તિ. જૂડિથ મૅલિના (જ. 1926) અને જૂલિયન બેક (જ. 1925) નામનાં અભિનેતા પતિ-પત્નીએ ભેગાં મળીને તેની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેઓ બ્રેખ્ત, ગાર્સિયા લૉર્કા, ગર્ટ્રૂડ સ્ટાઇન તથા પૉલ ગુડમૅન જેવાં નાટ્યકારોની લિખિત કૃતિઓ પ્રમાણે નાટ્ય-પાઠ ભજવતા. આખરે તેમણે આંતોનૅ આર્તો પ્રયોજિત શબ્દાતીત કે…
વધુ વાંચો >લેબેડેફ ગેરાસિમ સ્તિપાનોવિચ
લેબેડેફ ગેરાસિમ સ્તિપાનોવિચ (જ. 1749; અ. 27 જુલાઈ 1817) : મૂળ રૂસી રંગકર્મી. તેમણે કોલકાતામાં પ્રથમ બંગાળી થિયેટર બાંધવાનો અને બંગાળી ભાષામાં પ્રથમ નાટક ભજવવાનો યશ પ્રાપ્ત કર્યો છે. તેમણે ભારતમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો અને ગુરુ ગોલોકનાથ દાસની પ્રેરણા અને સહકારથી અંગ્રેજી નાટક ‘ધ ડિસગાઇઝ’ અને ‘ધ લવ…
વધુ વાંચો >લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ
લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ (જ. 22 જાન્યુઆરી 1729, કામૅન્ઝ, અપર લુસાશિયા, સૅક્સની, જર્મની; અ. 15 ફેબ્રુઆરી 1781, બ્રન્શ્ચવિક) : જર્મન નાટ્યકાર, વિવેચક અને કલામીમાંસક. જર્મન સાહિત્યમાં તેમણે પ્રમાણભૂત અને પાયાના વિચારો આપ્યા; એટલું જ નહિ, પરંતુ તેમનાં નાટકોએ તેમને યશસ્વી પ્રતિષ્ઠા અપાવી. પિતા મુખ્ય પાદરી (chief pastor) હતા, પરંતુ બહોળા કુટુંબનું…
વધુ વાંચો >લોઅર ડેપ્થ્સ
લોઅર ડેપ્થ્સ (જ. 1902) : રૂસી નાટ્યકાર અને વાર્તાકાર મૅક્સિમ ગૉર્કી તરીકે જાણીતા અલેકસેઈ મક્સિમોવિચ પ્યેશ્કોવ(1868-1936)નું વિશ્વવિખ્યાત અને ઉચ્ચ નાટ્યાત્મકતા ધરાવતું ત્રિઅંકી નાટક. શહેરના ગંદા વિસ્તારમાં કોઈ ગુફા જેવા ભંડકિયામાં વસતાં, ભૂખ અને અભાવોની જિંદગી જીવતાં પાત્રોનું નિરૂપણ એના સર્જકના સ્વાનુભવમાંથી ઊતરી આવ્યું છે. રંગીલી વેશ્યા નાસ્ત્યા, બંને ફેફસાં સબડી…
વધુ વાંચો >લોકાનંદનાટક
લોકાનંદનાટક (ઈ. સ. 600ની આસપાસ) : સંસ્કૃત નાટક. અદ્યાપિ સચવાઈ રહેલું આ નાટક ચંદ્રગોમિન્ નામના નાટ્યકારે રચ્યું છે. ચંદ્રગોમિન્ ‘ચાંદ્ર વ્યાકરણ’ના રચયિતા તરીકે જાણીતા છે. તેમણે બીજાં કાવ્યો પણ રચ્યાં છે. તેઓ ઈ. સ. 600ની આસપાસ થઈ ગયા. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા, તેથી ઇન્દ્ર અને તેમના ગુરુ બૃહસ્પતિની હિંદુ…
વધુ વાંચો >