નાટ્યકલા

મહેતા, વનલતા

મહેતા, વનલતા (જ. 15 જુલાઈ 1928, સૂરત) : નવી ગુજરાતી રંગભૂમિનાં જાજ્વલ્યમાન અભિનેત્રી અને બાલરંગભૂમિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર રંગકર્મી. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. એ., બી. એડ.ની ડિગ્રી તેમજ ઇન્ડિયન એકૅડેમી ઑવ્ આર્ટ્સનો નાટ્યડિપ્લોમા મેળવી ભારત સરકાર તરફથી અભિનયના પ્રશિક્ષણ માટે પ્રથમ શિષ્યવૃત્તિ મેળવવાનું સદભાગ્ય તેમને પ્રાપ્ત થયું. તેના અનુસંધાનમાં 1956થી…

વધુ વાંચો >

મહેતા, વિજયા

મહેતા, વિજયા (જ. 4 નવેમ્બર 1933, વડોદરા) : ભારતીય રંગમંચનાં પ્રખ્યાત અભિનેત્રી તથા દિગ્દર્શિકા. મૂળ નામ વિજયા જયવંત. જાણીતાં ચલચિત્ર-અભિનેત્રી શોભના સમર્થ અને નલિની જયવંત તેમનાં નજીકનાં સગાં થાય છે. તેથી ર્દશ્ય-શ્રાવ્ય કલાઓ પ્રત્યેની રુચિ નાનપણથી કેળવાઈ. તેમનાં પ્રથમ લગ્ન વિખ્યાત ચલચિત્ર-અભિનેત્રી દુર્ગા ખોટેના પુત્ર હરીન સાથે થયાં હતાં, પરંતુ…

વધુ વાંચો >

મહેતા, વિનાયક નંદશંકર

મહેતા, વિનાયક નંદશંકર (જ. 3 જૂન 1883, સૂરત; અ. 27 જાન્યુઆરી 1940, પ્રયાગ) : ગુજરાતી નાટ્યકાર – લેખક. વતન માંડવી (કચ્છ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને સૂરતમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને જીવશાસ્ત્રના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ.(1902)ની પરીક્ષા પાસ કરી. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં તે…

વધુ વાંચો >

મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર

મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર (જ. 18 ઑગસ્ટ 1941, ભુજ [કચ્છ]) : ગુજરાતીના કવિ, નાટકકાર, વિવેચક. પિતા રાજ્યના ઉચ્ચ અધિકારી. માધ્યમિક શિક્ષણ વડોદરા–મુંબઈમાં. ગુજરાતી મુખ્ય – સંસ્કૃત ગૌણ વિષયો સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.; 1965માં એ જ વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. 1965થી 1968 સુધી ગુજરાતીના અધ્યાપક. 1968માં ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે…

વધુ વાંચો >

મહેશ ચંપકલાલ (ડૉ.)

મહેશ ચંપકલાલ (ડૉ.) (જ. 25 ઑક્ટોબર 1951, મ્બાલે, પૂર્વ આફ્રિકા) : નાટ્યવિદ, અભિનેતા અને દિગ્દર્શક. તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી 1987માં ‘ભરત મુનિનો અભિનયસિદ્ધાંત’ વિશે સંશોધન કરી નાટકમાં પીએચ.ડી.ની ડિગ્રી તથા 1996માં ‘નાટકમાં ભાષા’ અંગે સંશોધન કરીને ગુજરાતી સાહિત્યમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1973થી 1981 દરમિયાન તેઓ મુંબઈની વ્યાવસાયિક…

વધુ વાંચો >

મહોરું

મહોરું (mask) જીવંત વ્યક્તિના ચહેરા પર પહેરવામાં આવતું બનાવટી ચહેરાવાળું આવરણ. ફરેબનો એક પ્રકાર. પ્રાગૈતિહાસિક કાળના પથ્થરયુગથી માંડીને આજ દિન સુધી સમગ્ર વિશ્વમાં જુદા જુદા હેતુસર તેનો ઉપયોગ થતો રહ્યો છે. જીવંત વ્યક્તિના ચહેરાનાં હાવભાવ, વ્યક્તિત્વ, ઘાટઘૂટ અને મન:સ્થિતિને છુપાવવા માટે કેટલાક ઇસ્લામી દેશોના અપવાદ સિવાય સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ…

વધુ વાંચો >

મંક, કાજ

મંક, કાજ (જ. 13 જાન્યુઆરી 1898; મેરિબો, ડેન્માર્ક; અ. 4 જાન્યુઆરી 1946, સિલ્કબૉર્ગ નજીક, ડેન્માર્ક) : ડેન્માર્કના નાટ્યલેખક, ધર્મોપદેશક અને રાષ્ટ્રભક્ત. મૂળ નામ હૅરલ્ડ લીનિન્ગર. કૉપનહૅગન યુનિવર્સિટી ખાતે ધર્મશાસ્ત્રનો અભ્યાસ. જટલૅન્ડમાંના નાના દેવળના પાદરી તરીકે કારકિર્દીનો પ્રારંભ. તે દરમિયાન તેમણે ધાર્મિક અને વીરરસિક નાટકો લખ્યાં. એ નાટ્યપ્રવૃત્તિના પરિણામે 1930ના દાયકામાં…

વધુ વાંચો >

મંચલેખા

મંચલેખા : 1468થી 1967 સુધીના આસામી  થિયેટર વિશેની વ્યાપક તવારીખનો ગ્રંથ. આ ગ્રંથને 1969ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1468થી 1967 સુધીના ગાળાના આસામી રંગમંચના અભ્યાસને શક્ય તેટલો સર્વગ્રાહી બનાવવા વિસ્તૃત સામગ્રી એકત્રિત કરવામાં લેખક અતુલચંદ્ર હઝારિકા(જ. 1906)એ ખંત અને કાળજીપૂર્વક પરિશ્રમ કર્યો છે. આ ગ્રંથમાં…

વધુ વાંચો >

માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ

માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ (1939) : મૂળ આર્મેનિયન વંશના પ્રખ્યાત અમેરિકી લેખક વિલિયમ સારૉયાનનું પ્રલંબ એકાંકી. ‘માઇ હાર્ટ ઇઝ ઇન ધ હાઇલૅન્ડ’ અમેરિકી નાટ્યસાહિત્યના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મનસ્વી કવિ અને એના યુવાન પુત્રની એમાં કાવ્યાત્મક કથા છે. સારૉયાનની નાટ્યકથાઓમાં સાહજિકતા અને સ્વયંભૂ વિકસતી પ્રસંગગૂંથણી નોંધપાત્ર હોય…

વધુ વાંચો >

માથુર, જગદીશચંદ્ર

માથુર, જગદીશચંદ્ર (જ. 16 જુલાઈ 1917, શાહજહાનપુર, ઉ.પ્ર.; અ. 14 મે 1978, દિલ્હી) : હિંદીના લબ્ધપ્રતિષ્ઠ નાટકકાર. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. પછી વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. 1955–62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા અને એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં અદ્વિતીય પ્રદાન…

વધુ વાંચો >