નાટ્યકલા
ભટ્ટ, હેમુભાઈ મણિશંકર
ભટ્ટ, હેમુભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર, સંગીતકાર, દિગ્દર્શક અને અભિનેતા. એેમના પિતાજીની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની (1906–1938)માં અભિનય, સંગીત, દિગ્દર્શન અને નાટ્યલેખનની સર્વાંગીણ જાણકારી મેળવી. 1932માં મણિલાલ ‘પાગલ’ના ‘ઘરજમાઈ’ નાટકથી અભિનયની શરૂઆત કરી. પાલિતાણા કંપનીમાં 1934માં ‘નારીનાં વેર’, 1935માં ‘રાજરમત યાને ઈશ્વરી ન્યાય’, 1936માં ‘મર્દની મહત્તા…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, નવારુણ
ભટ્ટાચાર્ય, નવારુણ (જ. 1948, બહરામપુર, પશ્ચિમ બંગાળ) : બંગાળી કવિ, નવલકથાકાર અને રંગભૂમિના કલાકાર. તેમને ‘હર્બર્ટ’ નામની નવલકથા માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમણે 20 વર્ષ સુધી વિદેશી સમાચાર સેવામાં પત્રકાર તરીકે કામગીરી કરી. તેઓ પ્રયોગશીલ નાટ્યમંડળી…
વધુ વાંચો >ભરત (મુનિ)
ભરત (મુનિ) : જુઓ ભરતાચાર્ય
વધુ વાંચો >ભરત નાટ્યપીઠ
ભરત નાટ્યપીઠ : અમદાવાદની નાટ્યસંસ્થા. 1949માં ‘પીપલ્સ થિયેટર’થી મુક્ત થઈ જશવંત ઠાકરે અમદાવાદ ખાતે ‘ભરત નાટ્યપીઠ’નો પાયો નાખ્યો. ‘દુ:ખીનો બેલી’, ‘મુદ્રારાક્ષસ’, ‘અમર સ્મારક’, ‘ગામનો ચોરો’, ‘ભાસનાં નાટકો’, ‘દસ મિનિટ’, ‘જગદગુરુ શંકરાચાર્ય’, ‘રણછોડલાલ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘રામદેવ’ (ઇબ્સન), ‘પત્તાંનો પ્રદેશ’, ‘નરબંકા’, ‘અલકા’ વગેરે નાટકોની ભજવણીથી તેમણે ‘ભરત નાટ્યપીઠ’નું ભાવિ ઉજ્જ્વળ બનાવ્યું. પણ થોડા…
વધુ વાંચો >ભરતવાક્ય
ભરતવાક્ય : સંસ્કૃત નાટકની સમાપ્તિમાં આવતો ગેય મંગલ શ્લોક. આખું નાટક ભજવાઈ ગયા પછી ભરત એટલે નટ દ્વારા એ શ્લોક ગાવામાં આવે છે. નાટકના પાત્ર તરીકે અભિનય પૂરો થઈ ગયા પછી નટ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને જે વાક્ય બોલે છે તેને ‘ભરતવાક્ય’ કહે છે. નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ‘ભરતવાક્ય’ એવો શબ્દ વાપરવામાં…
વધુ વાંચો >ભરતાચાર્ય (ભરતમુનિ)
ભરતાચાર્ય (ભરતમુનિ) : નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક. સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો – અભિનયકલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેના સર્વસંગ્રહ જેવો ઘણો પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્યગ્રંથ છે અને ભારતીય પરંપરામાં પ્રમાણભૂત ગણાયો છે. તેથી…
વધુ વાંચો >ભરથરી
ભરથરી (1880) : કવિ વાઘજીભાઈ આશારામ ઓઝા રચિત પાંચ-અંકી પૌરાણિક નાટક. એમણે આ નાટક સૌપ્રથમ શ્રી મોરબી આર્યસુબોધ નાટકમંડળીમાં રચ્યાસાલ 1880માં જ ભજવ્યું હતું. નાટકમાં કવિએ લાગણીસભર ભાષા અને સંવાદોનો ઉપયોગ કર્યો છે. શૃંગાર, હાસ્ય અને કરુણરસથી ભરપૂર આ નાટકનાં કથાવસ્તુ અને હાર્દે એ જમાનાના જનમાનસ પર ખૂબ અસર કરી…
વધુ વાંચો >ભવાઈ
ભવાઈ : જુઓ પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો
વધુ વાંચો >ભાટવડેકર, દાજી
ભાટવડેકર, દાજી (ભાટવડેકર, કૃષ્ણચંદ્ર મોરેશ્વર) (જ. 15 સપ્ટેમ્બર 1921, મુંબઈ) : આધુનિક મરાઠી અને સંસ્કૃત રંગભૂમિના પીઢ કલાકાર. મુંબઈના એક ભૂતપૂર્વ મેયર ડૉ. સર ભાલચંદ્ર ભાટવડેકરના પૌત્ર કૃષ્ણચંદ્ર ‘દાજી ભાટવડેકર’ નામથી જ ખ્યાત છે. તેમનું વિશ્વવિદ્યાલયનું અધ્યયન એમ.એ. સુધીનું. તેમને સંશોધનમાં રસ છે. સંસ્કૃત ભાષા અને સાહિત્યની એમની રુચિ દાદ…
વધુ વાંચો >ભાદુડી, શિશિરકુમાર
ભાદુડી, શિશિરકુમાર (જ. 1889; અ. 29 જૂન 1959, કૉલકાતા) : ભારતીય રંગભૂમિના મેધાવી બંગાળી અભિનેતા. શિક્ષિત પરિવારના ફરજંદ તરીકે એમને ઉચ્ચ ઉદારમતવાદી શિક્ષણની તક મળી. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અંગ્રેજી વિષય સાથે એમણે એમ.એ. કર્યું. એમના વિદ્યાગુરુઓમાં ભાષાવિજ્ઞાની સુનીતિકુમાર ચૅટરજી અને કલા-સમીક્ષક સુહરાવર્દી વગેરે હતા. 19 વર્ષની નાની વયે એમણે શેક્સપિયરના…
વધુ વાંચો >