નાટ્યકલા

ગુર્જર સંસ્કૃત રંગમ્

ગુર્જર સંસ્કૃત રંગમ્ : શાસ્ત્રીય સંસ્કૃત નાટકો ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણિત નાટ્યશૈલી મુજબ સંસ્કૃતમાં જ ભજવવા અને એ રીતે સંસ્કૃત નાટકોની સાચી પરખ મેળવવા 1990માં સ્થપાયેલી સંસ્થા. તેનું કેન્દ્ર અમદાવાદમાં છે. તેના ટ્રસ્ટીઓમાં નિરંજન ભગત અને રાજેન્દ્ર શુક્લ જેવા ખ્યાતનામ કવિઓ, અમિતભાઈ અંબાલાલ જેવા કલાકાર, પ્રહલાદભાઈ પટેલ જેવા સમાજસેવક અને…

વધુ વાંચો >

ગૅરેજ સ્ટુડિયો થિયેટર, અમદાવાદ

ગૅરેજ સ્ટુડિયો થિયેટર, અમદાવાદ (સ્થા. 1975) : થિયેટર, ટી.વી., રેડિયો, ચિત્ર, સ્થાપત્ય, બૅંકિંગ જેવાં વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓનું અવેતન રંગકર્મી જૂથ. મુખ્યત્વે રંગમંચ અને અનેક વાર શેરીનાટકો કરતી આ નાટ્યસંસ્થા અભિનય, નાટ્યલેખન, નિર્માણ અને સમૂહ માધ્યમોની કાર્યશિબિરો યોજે છે. પ્રસ્તુતિમાં મૌલિક ગુજરાતી નાટકો- (બારાડી, જયન્તી દલાલ, વર્ષા દાસ વગેરેનાં)નો આગ્રહ રાખતા…

વધુ વાંચો >

ગ્લોબ થિયેટર

ગ્લોબ થિયેટર : ઇંગ્લૅન્ડનું એલિઝાબેથ યુગમાં બંધાયેલું સુપ્રસિદ્ધ થિયેટર. તેમાં શેક્સપિયરનાં તેમજ બીજા નાટકકારોનાં નાટકો ભજવાતાં. ઈ. સ. 1598માં થેમ્સ નદીને કિનારે રિચર્ડ અને કુથબર્ટ બર્બિજ નામના બે ભાઈઓએ તેમના પિતા જેમ્સ બર્બિજે બાંધેલા ઇંગ્લૅન્ડના પ્રથમ થિયેટર ‘ધ થિયેટર’ના કાટમાળમાંથી 600 પાઉન્ડના ખર્ચે આ થિયેટર બાંધેલું. 1613માં ‘હેન્રી ધ એટ્થ’ના…

વધુ વાંચો >

ઘરનો દીવો

ઘરનો દીવો : ત્રિઅંકી ગુજરાતી નાટક (1952). જૂની અને નવી રંગભૂમિના સેતુરૂપ મનાતા નાટ્યકાર પ્રાગજી ડોસા(1908)નું એક સફળ નાટક. એમાં તત્કાલીન આર્થિક પરિબળોમાં ગૂંચવાતાં, ગૂંગળાતાં પાત્રોનું ચિત્રણ છે અને નારીગૌરવનું યથાર્થ મૂલ્ય નિરૂપાયું છે. સમગ્ર નાટકમાં પ્રતીતિજનક, જીવંત અને ગંભીર કથાવસ્તુની સમાંતર નર્મ-મર્મનો પ્રવાહ નોંધપાત્ર છે. પ્રવીણ, હસમુખ, સુરેશ, પસાકાકા,…

વધુ વાંચો >

ઘોષ, ગિરીશચંદ્ર

ઘોષ, ગિરીશચંદ્ર (જ. 28 ફેબ્રુઆરી 1844, કૉલકાતા; અ. 8 ફેબ્રુઆરી 1912, કૉલકાતા) : બંગાળી રંગભૂમિના ભીષ્મ પિતામહ. નટ, નાટ્યકાર, નાટ્યકંપની-પ્રબંધક, નાટ્યશિક્ષક અને કૉલકાતાના વ્યાવસાયિક રંગમંચના પાયાના ઘડવૈયા. બંગાળી રંગભૂમિને રાજાઓ તથા ધનકુબેરોના આધિપત્યમાંથી મુક્ત કરીને લોકાભિમુખ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. મૂળભૂતપણે નટ; પરંતુ જ્યારે તેમના જમાનાના અગ્રગણ્ય નાટ્યકારો દીનબંધુ…

વધુ વાંચો >

ચટ્ટોપાધ્યાય, કમલાદેવી

ચટ્ટોપાધ્યાય, કમલાદેવી (જ. 4 એપ્રિલ 1903, મેંગલોર; અ. 29 ઑક્ટોબર 1988, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, નાટકોનાં નિર્માતા, મહિલા આગેવાન. તેમના પિતા ચેન્નાઈ (તમિલનાડુ) મુલકી સેવામાં ઉચ્ચ હોદ્દા પર હતા અને કાકા એક અગ્રગણ્ય વકીલ હતા. તેમણે કૅથલિક કૉન્વેન્ટ અને સેન્ટ મેરી કૉલેજ, મેંગલોર ખાતે શિક્ષણ લીધું હતું તથા બેડફર્ડ કૉલેજ તેમજ…

વધુ વાંચો >

ચારી, ફણિશાઈ શેષાદ્રિ

ચારી, ફણિશાઈ શેષાદ્રિ (જ. 11 નવેમ્બર 1955, વલસાડ, દક્ષિણ ગુજરાત) : નાટ્યવિદ અને શ્રેષ્ઠ દિગ્દર્શક. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી તેમણે એમ.પી.એ.(નાટ્ય)ની ડિગ્રી પ્રાપ્ત કરી પછી બૅંકમાં જોડાયા. સંગીતની ટૂંકા ગાળાની તાલીમ લીધા બાદ તેમણે 1987થી 1990 સુધી મ. સ. યુનિવર્સિટીના નાટ્યવિભાગમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમને 1995માં માનવ સંસાધન…

વધુ વાંચો >

ચેટરજી, ધૃતિમાન

ચેટરજી, ધૃતિમાન (જ. 30 મે 1945, કોલકાતા) : બંગાળના તખ્તા તથા રૂપેરી પડદાના કીર્તિમાન અને લોકપ્રિય અભિનેતા. તેઓ બંગાળના યુવાન નાટ્યરસિકો તથા ચિત્રરસિકોના પ્રિય અદાકાર છે. ધૃતિમાને ખાસ તો મૃણાલ સેન તથા સત્યજિત રે જેવા આંતરરાષ્ટ્રીય સન્માન પામેલા સમર્થ ચિત્રસર્જકોનાં ચલચિત્રોમાં ભૂમિકા કરીને સુયશ પ્રાપ્ત કરેલો છે. બંગાળી તખ્તા ઉપર…

વધુ વાંચો >

ચેટરજી, સૌમિત્ર

ચેટરજી, સૌમિત્ર (જ. 29 જાન્યુઆરી 1935, કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 15 નવેમ્બર 2020, કોલકાતા) : બંગાળી રૂપેરી પડદાના ખૂબસૂરત અને રોમૅન્ટિક નાયક. ચલચિત્રક્ષેત્રે તેમનો ઉદય સત્યજિત રેના ‘અપૂર સંસાર’થી થયો હતો. તે વખતે એમ.એ.નો અભ્યાસ કરતા યુવાન સૌમિત્ર નાટકોમાં પણ કામ કરતા હતા. અલબત્ત, આ પૂર્વે સત્યજિત રેના ‘અપરાજિતા’ માટે…

વધુ વાંચો >

ચૌધરી, અહીન્દ્ર

ચૌધરી, અહીન્દ્ર (જ. 6 ઑગસ્ટ 1897, કોલકાતા;  અ. 4 નવેમ્બર 1974, કોલકાતા) : રવીન્દ્રયુગની બંગાળી રંગભૂમિના અપ્રતિમ કલાકાર. પોતાના સ્વાભાવિક અને પ્રભાવશાળી અભિનય વડે તેમણે આધુનિક યુગની બંગાળી રંગભૂમિમાં નવો પ્રાણ રેડ્યો. 1923માં સ્ટાર થિયેટર(આર્ટ થિયટર લિ.)ના નાટક ‘કર્ણાર્જુન’માં અર્જુનની ભૂમિકા ભજવી વ્યાવસાયિક નટ તરીકે પોતાની કારકિર્દી આરંભી અને 1957…

વધુ વાંચો >