નાટ્યકલા
ક્રૅગ, એડવર્ડ ગૉર્ડન
ક્રૅગ, એડવર્ડ ગૉર્ડન (જ. 16 જાન્યુઆરી 1872, સ્ટીવનેજ, હર્ટફોર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1966, વેનિસ, ફ્રાંસ) : બ્રિટનના વિખ્યાત રંગભૂમિ-દિગ્દર્શક, સ્ટેજ-ડિઝાઇનર અને નાટ્યશાસ્ત્રના તત્ત્વજ્ઞ. પ્રારંભિક તાલીમ મેળવી હૅન્રી ઇર્વિગ પાસેથી. 1897માં લાઇસિયમ થિયેટર છોડ્યું તે પહેલાં અગ્રણી યુવાન અભિનેતા તરીકેની તેમની પ્રતિષ્ઠા બંધાઈ ચૂકી હતી. હ્યૂબર્ટ વૉન હરકૉમર તથા પ્રતીકવાદીઓની…
વધુ વાંચો >ખટાઉ, કાવસજી પાલનજી
ખટાઉ, કાવસજી પાલનજી (જ. 1857, મુંબઈ; અ. 16 ઑગસ્ટ 1916, લાહોર) : ઓગણીસમી સદીની ગુજરાતી રંગભૂમિના કસબી દિગ્દર્શક. જન્મ મુંબઈમાં ડુક્કર બજારની સામે ધોબી તળાવના મકાનમાં. કુટુંબની હાલત ગરીબ હતી. એમને નાનપણથી વાંચવાનો ખૂબ શોખ હતો. તે શેક્સપિયરનાં નાટકો વાંચતા અને ઘરમાં એના પાઠો બોલતા. સૌપ્રથમ જહાંગીર ખંભાતાએ એમને પોતાની…
વધુ વાંચો >ખરસાણી, પી.
ખરસાણી, પી. (જ. 19 જૂન 1926, કલોલ; અ. 20 મે 2016, અમદાવાદ) : પ્રસિદ્ધ હાસ્યનટ અને દિગ્દર્શક. મૂળ નામ પ્રાણલાલ દેવજીભાઈ. નાની વયે પિતાજીનું અવસાન થતાં, વિધિસર અભ્યાસ છોડી ’42માં સ્વાતંત્ર્ય-આંદોલનમાં ઝંપલાવ્યું. ભૂગર્ભવાસ વેઠ્યો. . કામની શરૂઆત એક ફિલ્મ-ટૉકીઝમાં બોર્ડ-પેન્ટર તરીકે કરી નાટ્યપીઠમાં અનેક નાટકોમાં અભિનય; એમાં મુખ્યત્વે ‘મળેલા જીવ’,…
વધુ વાંચો >ગાર્ગી, બલવંત શિવચંદ
ગાર્ગી, બલવંત શિવચંદ (જ. 5 ડિસેમ્બર 1916, શેહના, ભટીન્ડા, જિ. લુધિયાણા, પંજાબ; અ. 22 એપ્રિલ 2003, મુંબઈ) : સુપ્રસિદ્ધ પંજાબી નાટ્યકાર, દિગ્દર્શક અને ગદ્યલેખક. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો. તેમના પિતા મુન્શી શિવચંદ કેનાલ ખાતાના કર્મચારી હતા. તેમનાં માતા તપમંડીનાં હતાં. ભટીન્ડામાં મૅટ્રિક થયા. તેથી માળવાની માળવાઈ ભાષાની અસર તેમના પર…
વધુ વાંચો >ગિનિસ, અલેક (સર)
ગિનિસ, અલેક (સર) (જ. 2 એપ્રિલ 1914, પૅડિંગ્ટન, લંડન; અ. 5 ઑગસ્ટ 2000, મિડહર્સ્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ અભિનેતા. તખ્તાથી કારકિર્દી શરૂ કરનાર આ પ્રતિભાસંપન્ન અભિનેતાને લોકો ‘ચહેરા વગરના કલાકાર’ તરીકે ઓળખતા. આનું કારણ એટલું જ કે ગમે તે ભૂમિકા હોય આ અભિનેતા તેને અત્યંત સ્વાભાવિકતાથી ન્યાય આપતા. શરૂઆતમાં તે મુખ્ય…
વધુ વાંચો >ગિરનારા, દયાશંકર વસનજી
ગિરનારા, દયાશંકર વસનજી (જ. 1864, જૂનાગઢ; અ. 27 નવેમ્બર 1909, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના અભિનેતા. માતાનું નામ વ્રજકુંવર હતું. એમના ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. તે પાંચ વર્ષની નાની વયે હલકદાર કંઠે ભજનો ગાતા. સાત વર્ષની વયે શાળાપ્રવેશના પ્રથમ દિને એમણે સુરદાસનું પદ ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો’ આંસુ સાથે…
વધુ વાંચો >ગિલગૂડ, (આર્થર) જ્હૉન
ગિલગૂડ, (આર્થર) જ્હૉન (જ. 14 એપ્રિલ 1904, સાઉથ કોન્સિંટન, લંડન; અ. 21 મે 2000, વૉટન અન્ડરવૂડ, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : જગપ્રસિદ્ધ અંગ્રેજ નટ અને દિગ્દર્શક. એલન ટેરી નામનાં મશહૂર અભિનેત્રીના પ્રપૌત્ર. રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટ અને લેડી બેન્સનની તાલીમ પછી તેમણે 1921થી ઑલ્ડવિક થિયેટરમાં કામ શરૂ કર્યું. શેક્સપિયરના ‘હેન્રી ધ…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુથરી, ટાઇરોન સર
ગુથરી, ટાઇરોન સર (જ. 2 જુલાઈ 1900, ટનબ્રિજ વેલ્સ, કૅન્ટ; અ. 15 મે 1971, ન્યૂ બ્લિસ, મૉનહન, આયર) : બ્રિટનના ક્રાન્તિકારી અને પ્રયોગશીલ નાટ્યદિગ્દર્શક. ઓલ્ડવિક અને સેડલર્સ વેલ્સ જેવાં થિયેટરોમાં તેમણે બાર વરસ સુધી દિગ્દર્શક અને સંચાલક તરીકે કામ કરતાં, શેક્સપિયરનાં ‘હૅમ્લેટ’, ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રેસિડા’ જેવાં નાટકોનું એલિઝાબેથાઈ નહિ પણ…
વધુ વાંચો >ગુબ્બી નાટક મંડળી
ગુબ્બી નાટક મંડળી (સ્થાપના : 1884) : કર્ણાટકમાં ઘેર ઘેર જાણીતી અને લોકપ્રિય બનેલી નાટ્યસંસ્થા. સોએક વર્ષ અગાઉ ગુબ્બી નગરના થોડાક વેપારીઓએ ભેગા મળીને લોકો પાસેથી રૂ. 500નો ફાળો એકત્ર કર્યો અને આ નાટ્યસંસ્થા શરૂ કરી. આ મંડળીએ કવિ વીરપ્પા શાસ્ત્રીના યોગ્ય માર્ગદર્શન હેઠળ ‘યક્ષજ્ઞાન’ તથા ‘કુમારરામકથા’ નાટ્ય સ્વરૂપે રજૂ…
વધુ વાંચો >