નલિન રાવળ
ગ્રે, ટૉમસ
ગ્રે, ટૉમસ (જ. 26 ડિસેમ્બર 1716, કૉર્નહિલ, લંડન; અ. 30 જુલાઈ 1771, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અગ્રણી અંગ્રેજ કવિ. અઢારમી સદીની અંગ્રેજી કવિતાના ઉલ્લેખનીય કવિજનોમાં ટૉમસ ગ્રેનું આગવું સ્થાન છે. આ સમય દરમિયાન ગ્રીક-લૅટિન પ્રશિષ્ટ સાહિત્યના પ્રગાઢ અધ્યયનના કારણે સ્વાભાવિક જ કવિજનો ગ્રીક કાવ્યસ્વરૂપો તરફ વળેલા. ઓડ અને ઍલિજી આ સમયે…
વધુ વાંચો >ચેસ્ટરટન, ગિલ્બર્ટ કીથ
ચેસ્ટરટન, ગિલ્બર્ટ કીથ (જ. 29 મે 1874, કૅમ્પડન હિલ; અ. 14 જૂન 1936, લંડન) : પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર. તે મુખ્યત્વે નિબંધકાર તરીકે વિખ્યાત છે પણ તેમણે કાવ્યલેખન-નવલકથાલેખનક્ષેત્ર પણ ખેડ્યું છે. પિતા એસ્ટેટ એજન્ટ હતા. સેંટ પૉલ શાળામાં અભ્યાસ કર્યો જ્યાં ‘ધ ડિબેટર’ નામનું સામયિક ચલાવ્યું. ‘ધ સ્લૅડ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…
વધુ વાંચો >ટેમ્પેસ્ટ, ધ
ટેમ્પેસ્ટ, ધ (પ્રથમ વાર ભજવાયું આશરે 1611માં, ફર્સ્ટ ફૉલિયોમાં પ્રકાશન 1623) : શેક્સપિયરની રોમાન્સ પ્રકારની નાટ્યકૃતિ. રંગભૂમિ ગ્લોબ થિયેટર પરથી ખસી અંતર્ગૃહ શૈલીના બ્લૅકફ્રાયર્સ થિયેટરમાં સ્થિર થઈ એ સંદર્ભમાં આ નાટકમાં શેક્સપિયરને રંગભૂમિના વ્યવસાયી કસબી તરીકે જોઈ શકાય છે. ‘ટેમ્પેસ્ટ’માં સ્થળ, સમય અને કાર્યની ત્રણેય સંધિ સાંગોપાંગ જળવાઈ છે. અહીં…
વધુ વાંચો >ડિથિરૅમ્બ
ડિથિરૅમ્બ : ગ્રીક પરંપરાના સ્તોત્રનું સમૂહગાન. તેનો ઉદભવ ઈ. સ. પૂ. આશરે સાતમી સદીમાં થયો મનાય છે અને પછી તેમાં ત્રણસોએક વર્ષ સુધી ઉત્તરોત્તર ફેરફાર થતા રહ્યા. જનસમાજના શ્રમિક વર્ગો ખાસ કરીને કૃષિકારો લણણીના સમય દરમિયાન ડાયોનિસસનું આરાધન કરતા. દેવ ડાયોનિસસની યજ્ઞવેદીની પ્રદક્ષિણા કરતું નર્તકવૃંદ જનસમાજના હર્ષોલ્લાસ અને રંગરાગના દેવનું…
વધુ વાંચો >તૂર્ગનેવ, ઇવાન સર્ગયેવિચ
તૂર્ગનેવ, ઇવાન સર્ગયેવિચ (જ. 9 સપ્ટેમ્બર 1818, ઑરલ પ્રાંત; અ. 3 સપ્ટેમ્બર 1883, બોગુવિલ) : રશિયન સાહિત્યકાર. સેન્ટ પિટર્સબર્ગ તથા બર્લિન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને 1841માં રશિયાની મુલકી સેવામાં જોડાયા; પરંતુ 1843માં એ નોકરી છોડીને તેમણે લેખનકારકિર્દી અપનાવી. રશિયાના મહાન પ્રકીર્તિત સાહિત્યકારોમાં તેઓ અનન્ય સ્થાન ધરાવે છે. યુરોપનાં ફ્રાન્સ,…
વધુ વાંચો >