નયન કે. જૈન

બગલું

બગલું : જળાશયોની આસપાસ, કાદવ, ખેડાતી જમીન કે ગાય, ભેંસ જેવાં ઢોરના પગ વચ્ચે અહીંતહીં ભમતું, અણીદાર ચાંચ અને લાંબા પગ ધરાવતું પક્ષી. આ પક્ષીઓમાંનાં કેટલાંક એકલચર હોય છે, જ્યારે બીજાં, ટોળામાં ફરતાં હોય છે. બગલાંની ગણના સિકૉનીફૉર્મિસ શ્રેણીના આર્ડિડે કુળમાં થાય છે. બગલાંની 17 પ્રજાતિઓ અને આશરે 60 જેટલી…

વધુ વાંચો >

બતક

બતક (duck) : જલાભેદ્ય પીંછાં, તરવા માટે આંગળી વચ્ચે પાતળી ચામડી (web) વડે સંધાયેલ પગ અને પ્રમાણમાં લાંબી ડોકવાળું જળચર પક્ષી. બતકનો સમાવેશ એન્સેરીફૉર્મિસ શ્રેણીના એનાટિડે કુળમાં થાય છે. બતક ઉપરાંત હંસ (goose) અને રાજહંસ (swan) પણ એનાટિડે કુળનાં પક્ષીઓ છે; પરંતુ પ્રમાણમાં બતકની ડોક ટૂંકી, ચાંચ વધારે ચપટી હોવા…

વધુ વાંચો >

બાજ

બાજ (falcon) : બંદૂકની ગોળી જેવું નળાકાર શરીર, મજબૂત બાંધો, લાંબી પૂંછડી અને અણીદાર લાંબી પાંખવાળું શિકારી પક્ષી. તીક્ષ્ણ ર્દષ્ટિ, સશક્ત પગ, તીણા અને વળેલ મજબૂત નહોરવાળા પંજા અને આંકડી(દાંત)યુક્ત ખાંચવાળી ચાંચ ધરાવતું આ પક્ષી શિકાર કરવામાં પાવરધું છે. શિકારની શોધમાં આકાશમાં ઊંચે ભમતું આ પક્ષી, ભક્ષ્ય નજરે પડતાં, તુરત…

વધુ વાંચો >

મગર

મગર : પાણીમાં અથવા પાણીની પાસે રહેતું સરીસૃપ વર્ગનું પ્રાણી. મગરનો સમાવેશ ક્રોકોડીલિયા શ્રેણીના ક્રોકોડિલિડે કુળમાં કરવામાં આવ્યો છે. ભારતમાં સામાન્યપણે મળતા મગરનું શાસ્ત્રીય નામ Crocodylus pallustris છે. તે ડાયનોસૉરના સમયનું પ્રાણી હોવા છતાં આ લાંબી ઉત્ક્રાંતિ દરમિયાન તેનાં લક્ષણોમાં થોડાક જ ફેરફાર જોવા મળે છે. તે સામાન્યત: ઉષ્ણ પ્રદેશો…

વધુ વાંચો >

મરઘાં (Fowl)

મરઘાં (Fowl) : ખોરાકી માંસ અને ઈંડાંની પ્રાપ્તિ માટે ઉછેરાતા પક્ષીની એક જાત. તે દુનિયામાં સર્વત્ર જોવા મળે છે. વર્ગીકરણની ર્દષ્ટિએ મરઘાં વિહગ વર્ગનાં ગૅલીફોર્મિસ શ્રેણીનાં ફૅસિયાનિડે કુળનાં  છે. શાસ્ત્રીય નામ, Gallus domesticus. તેને પીંછાં અને પાંખ હોય છે. તે ઊડી પણ શકે છે, પરંતુ મોટેભાગે પ્રચલન માટે પગોનો ઉપયોગ…

વધુ વાંચો >

માંકડું (Macaque)

માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…

વધુ વાંચો >