નટવરલાલ શાહ

કાલ્પનિક માંદગી (hypochondriasis)

કાલ્પનિક માંદગી (hypochondriasis) : શારીરિક બીમારી ન હોય તેમ છતાં પોતાને કોઈક પ્રકારની શારીરિક બીમારી છે જ અથવા નજીકના ભવિષ્યમાં થશે તેવો સતત અનુભવ. આ એક પ્રકારનો મનોરોગ છે. આવી વ્યક્તિના જીવનનું કેન્દ્ર તેનું શારીરિક સ્વાસ્થ્ય જ બની ગયું હોય છે. શરીર કંઈક સહેજ બગડે કે તેમાં ગરબડ થાય તો…

વધુ વાંચો >

કુતૂહલ

કુતૂહલ (curiosity) : પ્રાણીઓ અને માનવીઓમાં વસ્તુઓ ક્યાં છે, તે શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે તે માટેની જિજ્ઞાસા અને તેનું અન્વેષણ, તપાસ કરવાની મૂળભૂત જરૂરત, જન્મજાત વૃત્તિ. નવીન ઉદ્દીપકોમાં રસ પડવો, આકર્ષણ થવું તે જિજ્ઞાસા. પ્રાણીઓ, બાળકો, પુખ્ત વ્યક્તિઓ દરેકની સમક્ષ નવીન પદાર્થ, નવીન પરિસ્થિતિ ઉપસ્થિત…

વધુ વાંચો >

ક્રોધ

ક્રોધ : મનનો એક આવેગ. આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માગતા હોઈએ તેના માર્ગમાં કોઈ અંતરાયરૂપ કે અવરોધરૂપ બને ત્યારે આપણે ક્રોધનો આવેગ અનુભવીએ છીએ. આપણને જે જોઈતું હોય તે ન મળે ત્યારે આપણે ગુસ્સે થઈએ છીએ. ક્રોધને સાધારણ રીતે નિષેધક આવેગ માનવામાં આવે છે અને તેથી તેની ‘અભિવ્યક્તિ’ કરતાં…

વધુ વાંચો >

ગત્યાત્મક માનસશાસ્ત્ર

ગત્યાત્મક માનસશાસ્ત્ર (dynamic psychology) : મનુષ્યનાં વર્તન અને ક્રિયાઓ સમજવા માટેની માનસશાસ્ત્રની એક શાખા. રૉબર્ટ સેશન્સ વુડવર્થનું નામ ગત્યાત્મક માનસશાસ્ત્રના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ છે. 1910થી 1960 સુધીનાં પચાસ વર્ષોમાં વુડવર્થે વર્તનરૂપી મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ કેવી રીતે અને શા માટે થાય છે એ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે વુડવર્થના વિચારો…

વધુ વાંચો >

મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની શાખાઓ (મનોવિજ્ઞાનનું ક્ષેત્ર) એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો જન્મ વુંટે ઈ. સ. 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી ત્યારથી થયો એમ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનની એક વિજ્ઞાન તરીકેની જન્મભૂમિ યુરોપ હતી પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા (US) જ બની ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં મનોવિજ્ઞાન વિષયના વિકાસને ખૂબ…

વધુ વાંચો >

સૂચન (suggestion)

સૂચન (suggestion) : કશી ઊંડી તપાસ કર્યા વગર અમુક વિધાનનો સીધેસીધો સ્વીકાર કરવો તે. કશી પણ ચિકિત્સા વગર અન્યનું કથન આખેઆખું સ્વીકારી માણસ તેનાં વિચાર, વલણ અને વર્તનમાં ફેરફાર કરે ત્યારે તે માણસ સૂચનવશ થયો એમ કહી શકાય. તેમ થાય ત્યારે માણસની તાર્કિક રીતે વિચારવાની વૃત્તિ તેટલો વખત કામ કરતી…

વધુ વાંચો >