નગીન મોદી

સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકી

સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI), રૂરકી : સામાન્ય અને પ્રૌદ્યોગિકીય બાંધકામવિજ્ઞાનને લગતાં સંશોધનો માટેની અગ્રણી કેન્દ્રીય સંસ્થા. તે ઇજનેરો અને સ્થપતિઓને બાંધકામની રચનામાં અને બાંધકામમાં વપરાતા માલસામાનમાં થયેલ વિકાસ દ્વારા બાંધકામની પ્રક્રિયામાં કરકસર અને દક્ષતા સંબંધી માહિતી અને માર્ગદર્શન આપે છે. તે પ્રયોગશાળા-પરીક્ષણ દ્વારા ઔદ્યોગિક સંસ્થાઓને મદદ કરે છે અને…

વધુ વાંચો >

સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન પુણે (Central Water and Power Research Station – CWPR Pune)

સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન, પુણે (Central Water and Power Research Station – CWPR, Pune) : રાષ્ટ્રીય કક્ષાએ જલશક્તિવિદ્યાનું ઉત્તમ કેન્દ્ર (CWPR) પુણે ખાતે આવેલું છે. 1916માં નાના પાયે સ્થપાયેલ આ કેન્દ્ર શરૂઆતથી જ સિંચાઈ અને જલનિકાલના પ્રશ્નો હલ કરે છે. આજે આ કેન્દ્ર જલશક્તિ બાબતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની…

વધુ વાંચો >

સ્ટીવન્સન જ્યૉર્જ

સ્ટીવન્સન, જ્યૉર્જ (જ. 9 જૂન 1781, વિલામ, નોર્થમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1848, ચેસ્ટરફિલ્ડ, ડર્બિશાયર) : અંગ્રેજ એન્જિનિયર અને રેલવે-લોકોમોટિવનો શોધક. તેના પિતા મિકૅનિક હતા. જ્યૉર્જ કિશોરવયથી કોલસાની ખાણમાં મજૂરી કરવા જતો. તે સાથે 18 વર્ષની ઉંમરે રાત્રિશાળામાં લખતાં-વાંચતાં શીખ્યો. તેણે 1814માં ખાણમાંથી કોલસો ખેંચી કાઢવાનું એંજિન બનાવ્યું અને 1815માં…

વધુ વાંચો >

સ્ટોલ (STOL) ઍરોપ્લેન

સ્ટોલ (STOL) ઍરોપ્લેન : વિમાનો(હવાઈ જહાજો, aircraft)નો એવો વર્ગ કે જેમને જમીન ઉપર ઉતરાણ(અવતરણ, landing)નાં અને જમીન ઉપરથી હવામાં ઉત્પ્રસ્થાન(takeoff)નાં અંતરો તેમના જેટલાં જ વજન અને પરિમાપ (size) ધરાવતાં પ્રચલિત વિમાનો કરતાં ઓછાં હોય. ‘સ્ટોલ’ એ short takeoff and landingનું ટૂંકું રૂપ છે. સીધું (vertically) ઉડાણ કે ઉતરાણ કરી શકતાં…

વધુ વાંચો >

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee]

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee] : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સંરચનાકીય (structural) ઇજનેરીમાં સંશોધન હાથ ધરતી સંસ્થા. સંસ્થાના કાર્યક્ષેત્રમાં નીચેનાંનો સમાવેશ થાય છે : (i) અદ્યતન જ્ઞાનની માહિતી-બૅન્ક તરીકે કામ કરી ઇમારતોની સંરચના તથા બાંધકામ માટે માહિતી પૂરી પાડવી. (ii) રાષ્ટ્રીય…

વધુ વાંચો >

સ્નાનગૃહ (swimming-pool)

સ્નાનગૃહ (swimming-pool) : સ્નાન અને સ્નાનક્રીડા માટેનું ખાસ તૈયાર કરેલ સ્થળ. સ્નાનગૃહો પુરાણકાળથી જાણીતાં છે. રાજા-મહારાજાઓનાં આવાસ-સંકુલોમાં સ્નાનગૃહોનો સમાવેશ થતો હતો. આજે પણ મોટાં ધનિક કુટુંબોના આવાસોમાં તેમજ મોટી હોટેલોમાં ખાસ સ્નાનગૃહો રાખવામાં આવે છે. સ્નાનક્રિયા એ માત્ર ચાલુ દૈનિક ક્રિયાને બદલે અમુક સમયે આનંદ-પ્રમોદ અને મોજમજા માટેની ક્રિયા બની…

વધુ વાંચો >