ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

મેઢ

મેઢ : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના સેરૅમ્બિસિડી (Cerambycidae) કુળના એક કીટકની ઇયળ (ડોળ). આ જીવાતની કુલ સાત જેટલી જાતિઓ નોંધાયેલી છે. તે પૈકી ભારતમાં પાંચ જાતિઓ જોવા મળે છે. તેમાંની Batocera rufomaculata De Geer. જાતિની ડોળ ગુજરાતમાં જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ આંબો, અંજીર, રબર, ફણસ, એવોકેડો, શેતૂર, સફરજન, નીલગિરિ…

વધુ વાંચો >

મોલો

મોલો : ખેતીપાકને નુકસાન કરતી ચૂસિયા પ્રકારની એક જીવાત. તેનો સમાવેશ કીટક વર્ગના અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના એફીડીડી (Aphididae) કુળમાં થયેલો છે. મોલોને ખેડૂતો સામાન્ય રીતે ‘મશી’ અથવા તો ‘ગળો’ તરીકે ઓળખે છે. આ એક બહુભોજી (Polyphagoas)જીવાત છે. મોલોની લગભગ 149 જાતિઓ વિવિધ ખેતીપાકોમાં નુકસાન કરતી નોંધાયેલી છે. મોલોનાં બચ્ચાં (નિમ્ફ,…

વધુ વાંચો >

રાઈ

રાઈ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રૅસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica juncea (Linn.) Czern. syn. Sinapis juncea Linn. (સં. રાજિકા; મ. મોહરી; હિં. રાઈ; બં. સારિષા; ક. સાસીરાઈ; તે. બર્ણાલું; અ. ખરદલ; અં. બ્રાઉન મસ્ટાર્ડ, લીફ મસ્ટાર્ડ, ઇંડિયન મસ્ટાર્ડ) છે. તે 1.0 મી.થી 1.8 મી. ઊંચી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ…

વધુ વાંચો >

રાતાં ચૂસિયાં

રાતાં ચૂસિયાં : કપાસના પાકને નુકસાન કરતી જીવાત. આ જીવાતનો સમાવેશ અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના પાયરોકોરેડી કુળમાં કરવામાં આવેલ છે. તેનું વૈજ્ઞાનિક નામ ડિસડર્કસ સિંગ્યુલેટસ (Dysdercus cingulatus Fab.) છે. ભારતના કપાસ ઉગાડતા લગભગ દરેક પ્રદેશમાં તેમની હાજરી જોવા મળે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્યોમાં તેના ઉપદ્રવથી કપાસના…

વધુ વાંચો >

રાતાં સરસરિેયાં

રાતાં સરસરિેયાં : સંઘરેલા અનાજને નુકસાન કરતી અગત્યની જીવાત. આ કીટકની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. ટ્રાયબોલિયમ કેસ્ટેનિયમ અને ટ્રાયબોલિયમ કન્ફ્યુઝમ, જેનો ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના ટેનેબ્રિયોનિડી કુળમાં સમાવેશ કરેલ છે. ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં તેની હાજરી જોવા મળે છે. આ કીટક સૌપ્રથમ 1797માં નોંધાયેલ. તેનું મૂળ વતન ભારત…

વધુ વાંચો >

રૂપલાં

રૂપલાં : ભારતીય કપાસની એક ગૌણ જીવાત. તેની પાંખો સફેદ રૂપા જેવા ચળકતા રંગની હોવાથી તેને ‘રૂપલાં’ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે કપાસમાં નુકસાન કરતી આ જીવાત ભીંડા, અંબાડી અને હૉલિહૉક પર પણ નભે છે. તે ઑક્ઝિકારેનસ લેટસના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ અર્ધપક્ષ(hemiptera) શ્રેણીના લાયજિડી કુળમાં કરવામાં આવેલ…

વધુ વાંચો >

રેશમના કીડા (silk worms)

રેશમના કીડા (silk worms) : રેશમના નિર્માણ માટે જાણીતી Bombyx mori ફૂદાની ઇયળ. તે રૂપાંતરણથી કોશેટા (pupa) બનાવતા રેશમના તાંતણા નિર્માણ કરી પોતાના શરીરની ફરતું રેશમનું કવચ (cocoon) બનાવે છે. રેશમનો તાર અત્યંત મજબૂત અને ચળકતો તાર છે. તેનો ઉપયોગ રેશમનાં કપડાં, ગાલીચા અને પડદા જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે.…

વધુ વાંચો >

રૉસ, રૉનાલ્ડ (સર)

રૉસ, રૉનાલ્ડ (સર) (જ. 1857, આલ્મોડા, ભારત; અ. 1932, પટની, લંડન) : પ્રખર બ્રિટિશ આયુર્વિજ્ઞાની. ‘એનૉફિલીઝ’ મચ્છર કરડવાથી મલેરિયાનાં જંતુઓ માનવીના શરીરમાં પ્રવેશે છે તેની સૌપ્રથમ માહિતી આપનાર તેઓ હતા. મલેરિયા પરના તેમના સંશોધન માટે તેમને ઈ. સ. 1902માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રૉનાલ્ડ રૉસ લંડનની આયુર્વિજ્ઞાન કૉલેજમાંથી…

વધુ વાંચો >

વાંદરાં (ઉપદ્રવ અને નિયંત્રણ)

વાંદરાં (ઉપદ્રવ અને નિયંત્રણ) : આપણા દેશમાં વાંદરાંની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. તે પૈકી લાલ મોઢાવાળાં વાંદરાં મકાકા મુલાટા (Macaca Mullatta Zimmerman) અને કાળા મોંવાળાં વાંદરાં પ્રેસ્બિટિસ એન્ટેલસ (Presbytis entellus Dufresne) તરીકે ઓળખાય છે. તેને લંગૂર પણ કહે છે. લાલ મોંવાળાં વાંદરાં મુખ્યત્વે ઉત્તર ભારતનાં રાજ્યો અને તાપી…

વધુ વાંચો >

વેલાવાળી શાકભાજીની જીવાતો

વેલાવાળી શાકભાજીની જીવાતો : વેલાવાળાં દૂધી, તૂરિયાં, ગલકાં, ઘિલોડાં, પરવળ, કારેલાં, કાકડી, કંકોડાં અને કોળાં જેવી શાકભાજીને નુકસાન કરતી જીવાતો. આ પાકોમાં લગભગ પચાસ કરતાં પણ વધુ જાતની જીવાતો એક યા બીજી રીતે નુકસાન કરતી નોંધાયેલ છે. આવી નુકસાન કરતી જીવાતોથી શાકભાજીના ઉત્પાદનમાં સારો એવો ઘટાડો થતો હોય છે અને…

વધુ વાંચો >