ધાતુશાસ્ત્ર
ફર્મી સ્તર (fermi level)
ફર્મી સ્તર (fermi level) : ધાતુના મુક્ત (કે વહન) ઇલેક્ટ્રૉનના સમૂહ માટે, નિરપેક્ષ શૂન્ય (T = 0) તાપમાને ઉચ્ચતમ અરિક્ત અથવા ભરાયેલ અવસ્થા દર્શાવતું ઊર્જાસ્તર. આ સંજોગોમાં ફર્મી સ્તરથી વધુ ઊર્જાના તમામ સ્તરો ખાલી હોય છે. ફર્મી સ્તરના ઊર્જા-મૂલ્યને ફર્મી ઊર્જા EF કહે છે. દા.ત., તાંબા (Cu) માટે EF =…
વધુ વાંચો >ફાઉન્ડ્રી
ફાઉન્ડ્રી : ધાતુનું ઢાળણ કરી જોઈતો દાગીનો મેળવવા માટેનું (ઓત કામનું) કારખાનું. ઢાળણ-ક્રિયામાં ધાતુનો રસ બનાવી જે બીબું તૈયાર કર્યું હોય તેમાં રેડવામાં આવે છે. ધાતુરસ જ્યારે ઘટ્ટ થઈને ઘન-સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેનો આકાર બીબામાંના આકાર પ્રમાણે હોય છે અને એ રીતે જોઈતો આકાર મળે છે. બીબામાં જોઈતો…
વધુ વાંચો >ફેરોએલૉય
ફેરોએલૉય : ધાતુમિશ્રિત પોલાદ (alloy steels) ઉત્પન્ન કરવા માટે પોલાદના પિગળણ(melt)માં ઉમેરવામાં આવતી મિશ્ર ધાતુઓનો અગત્યનો સમૂહ. સામાન્ય રીતે આવી મિશ્ર ધાતુમાં લગભગ 50 % જેટલી લોહધાતુ (iron, Fe) અને બાકી એક કે વધુ ધાતુ તેમજ અધાતુ તત્વો હોય છે. ફેરોએલૉયનું ગલનબિંદુ તેમાં આવેલ શુદ્ધ ધાતુ કરતાં ઓછું હોય છે.…
વધુ વાંચો >ફૉસ્ફર બ્રૉન્ઝ
ફૉસ્ફર બ્રૉન્ઝ : સૂક્ષ્મમાત્રામાં ફૉસ્ફરસ (P) ઉમેરીને કઠણ અને મજબૂત બનાવાયેલું કાંસું. કાંસું એ તાંબા (Cu) અને કલાઈ(Sn)ની મિશ્રધાતુ છે. મહત્વની ર્દષ્ટિએ પિત્તળ પછી બીજા ક્રમે તે આવે છે. તેમાં 4 %થી 10 % Sn, અને 0.05 %થી 1 % P હોય છે. આ ફૉસ્ફરસ વિઑક્સીકરણનું કાર્ય કરે છે. બ્રૉન્ઝ…
વધુ વાંચો >બીડ (ભરતર લોખંડ–cast iron)
બીડ (ભરતર લોખંડ–cast iron) : કાચા લોખંડ(pig iron)નું અમુક પ્રમાણમાં શુદ્ધીકરણ કરી તૈયાર કરવામાં આવતું ભરતર લોખંડ. બીડ મેળવવા ક્યુપોલા ભઠ્ઠી, હવા ભઠ્ઠી, રેવર બૅટરી ભઠ્ઠી, ‘ટિલ્ટિંગ પૉટ’ ભઠ્ઠી કે ઇલેક્ટ્રિક ભઠ્ઠી વપરાય છે. ભઠ્ઠીમાં પિગ આયર્ન ઉપરાંત લોખંડનો ભંગાર નાખવામાં આવે છે. જે જગ્યાએ પિગ આયર્નને ગાળીને જરૂરી આકારમાં…
વધુ વાંચો >બીબા-ઢાળણ
બીબા-ઢાળણ (die casting) : જરૂરી આકાર માટે તૈયાર કરેલ ધાતુના બીબામાં ધાતુરસ રેડી કે દબાણ સાથે ધકેલીને દાગીનો તૈયાર કરવાની રીત. આ રીતને ધાતુ-બીબાઢાળણ પણ કહેવાય. અહીં ધાતુ-બીબાં સ્થાયી હોય છે. એટલે કે રેતબીબાની માફક એક વખત રસ રેડ્યા પછી બીબું ફરી વાપરી ન શકાય તેવું આમાં હોતું નથી. આ…
વધુ વાંચો >બેસિમર કન્વર્ટર રીત
બેસિમર કન્વર્ટર રીત : સ્ટીલ બનાવવાની એક રીત. સ્ટીલ બનાવવાની આધુનિક રીતમાં બેસિમર રીત સૌથી જૂની છે. ઈ.સ. 1856માં એચ. બેસિમરે ભરતર લોહના રસમાં હવા ફેંકીને સ્ટીલ બનાવી, સ્ટીલ બનાવવાની રીતમાં સૌપ્રથમ મોટો ફેરફાર કર્યો. તે પહેલાં લોખંડની કાચી ધાતુ (iron ore) પર કાર્બનયુક્ત ઊર્જા-પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા (reaction) કરી…
વધુ વાંચો >બેસ્મર, હેન્રી (સર)
બેસ્મર, હેન્રી (સર) (જ. 1813, ચાર્લટન, ઇંગ્લૅન્ડ; અ. 1898) : મહત્વના સંશોધક અને ઇજનેર. તેઓ આપમેળે શિક્ષણ પામ્યા હતા. ઉત્કટ સંશોધકવૃત્તિ ધરાવતા હતા. પોતાના પિતાની ટાઇપફાઉન્ડ્રીમાં જ તેમણે ધાતુવિજ્ઞાન આપમેળે શીખી લીધું હતું. 1853થી ’56 દરમિયાન ક્રિમિયન યુદ્ધના પ્રસંગે તોપની તાતી જરૂરત પડવાનો પ્રસંગ ઊભો થયો. આથી તેમને સંખ્યાબંધ શોધો…
વધુ વાંચો >ભઠ્ઠીઓ
ભઠ્ઠીઓ (furnaces) : ઘન કે પ્રવાહીસ્વરૂપ પદાર્થોને ગરમ કરી તેના ભૌતિક કે રાસાયણિક ફેરફાર કરવા માટેનું સાધન. ભઠ્ઠીમાં જરૂરી ગરમી કાર્બનિક પદાર્થો જેવા કે લાકડાં, કોલસા, પેટ્રોલિયમ-તેલ, ગૅસ વગેરેની દહનક્રિયા કે વીજ-ઊર્જા દ્વારા મેળવાય છે. હવે સૂર્યશક્તિ અને અણુશક્તિ પણ અમુક ખાસ સંજોગોમાં ભઠ્ઠીમાં ગરમીના સ્રોત તરીકે વપરાય છે. ઊર્જાના…
વધુ વાંચો >ભરતર લોખંડ
ભરતર લોખંડ : જુઓ બીડ
વધુ વાંચો >