ધર્મ-પુરાણ

ગઝાલી (ઇમામ)

ગઝાલી (ઇમામ) (જ. ઈ. સ. 1058, તૂસ; અ. 19 ડિસેમ્બર 1111, તૂસ) : ઇસ્લામી જગતના એક અસાધારણ ચિંતક અને સૌથી મહાન ગણાતા ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબુ હામિદ મુહમ્મદ ઇબ્ન મુહમ્મદ અત્ તૂસી અશશાફેઈ. તૂસ અને નિશાપુરમાં ઇમામુલ હરમૈન (અ. ઈ. સ. 1085) પાસે તેમણે વિદ્યાભ્યાસ કરેલો. પ્રારંભથી જ તેમનું વલણ…

વધુ વાંચો >

ગણધરવાદ

ગણધરવાદ : આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (ઈ.સ. 500-600) રચિત ‘વિશેષાવશ્યકભાષ્ય’નું એક મહત્વનું પ્રકરણ. આ ગ્રંથ જૈનજ્ઞાનમહોદધિ જેવો છે. જૈન આગમોમાં વીખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કપુર:સર ગોઠવીને રજૂ કરવામાં આવી છે. આ ગ્રંથનાં અનેક પ્રકરણોની જેમ ‘ગણધરવાદ’ પણ સ્વતંત્ર ગ્રંથ જેવું પ્રકરણ છે. ‘ગણધરવાદ’ શીર્ષકનો અર્થ શો ? ભગવાન મહાવીરના…

વધુ વાંચો >

ગણપતિ

ગણપતિ : હિંદુઓના વિઘ્નહર્તા દેવ. ગણપતિ એ શિવ-પાર્વતીના પુત્ર છે અને શિવપરિવારના દેવોમાં તે એક પ્રધાન દેવ છે. શિવના ગણ મરુતોના તે અધિપતિ છે, તેથી તે ગણપતિ કહેવાયા છે. મરુત્ દેવો તેમની ઉદ્દામ શક્તિને લીધે પ્રમથ કહેવાયા હશે. ગણપતિ આ પ્રમથ ગણના અધીશ્વર છે. ગણપતિના જન્મ વિશે વિવિધ પુરાણકથાઓ છે.…

વધુ વાંચો >

ગણેશોત્સવ

ગણેશોત્સવ : હિંદુઓના ઉપાસ્યદેવતા ગણપતિને કેન્દ્રમાં રાખીને ભારતભરમાં ઊજવાતો સાર્વજનિક ઉત્સવ. ગણપતિ બુદ્ધિદાતા, વિઘ્નહર્તા દેવ છે એવી શ્રદ્ધા લોકોમાં રૂઢ થયેલી છે. ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં પેશવાના શાસનકાળ દરમિયાન થઈ હતી. ત્યાં તે સાત દિવસ સુધી ઊજવાતો અને તેમાં ગણેશની મૂર્તિની પૂજાઅર્ચના અને આરતી ઉપરાંત કીર્તન, સ્તોત્રપાઠ અને ધર્મગ્રંથોના પારાયણ જેવા…

વધુ વાંચો >

ગરીબદાસ (1)

ગરીબદાસ (1) (જ. 1566, સાંભર, રાજસ્થાન; અ. 1636, નરાને, સાંભર) : ભારતના એક જ્ઞાની સંત, સંત દાદૂ દયાળના પુત્ર. તે નિર્ગુણોપાસક હતા. તે કુશળ વીણાવાદક અને ગાયક પણ હતા. મોટે ભાગે તે વતનની આસપાસમાં રહેતા. સંત દાદૂ દયાળના અવસાન પછી તેમની ગાદી ગરીબદાસને મળી હતી પણ ગરીબદાસે તે સ્વીકારેલી નહિ.…

વધુ વાંચો >

ગરીબદાસ (2)

ગરીબદાસ (2) (જ. 1717, છુદાની, પંજાબ; અ. 1778, છુદાની, પંજાબ) : ગરીબ પંથના સ્થાપક ભારતીય સંત. આ ગરીબદાસ હાલના હરિયાણામાં વૈશાખી પૂર્ણિમાને દિવસે જન્મ્યા હતા. તે જાટ હતા. એમનું કુટુંબ વ્યવસાયે ખેડૂત હતું. તેમના પિતા જમીનદાર હતા. પ્રચલિત માન્યતા અનુસાર બાર વર્ષના ગરીબદાસને સંત કબીરનું દર્શન થયું ત્યારથી તેમણે કબીરને…

વધુ વાંચો >

ગરુડ (2)

ગરુડ (2) : પૌરાણિક આધાર મુજબ કશ્યપ પ્રજાપતિ અને વિનતાનો પુત્ર તથા સૂર્યના સારથિ અરુણનો નાનો ભાઈ. તાર્ક્ષ એટલે કે કશ્યપનો પુત્ર હોવાથી તાર્ક્ષ્ય કહેવાય છે. ઋક્સંહિતામાં તાર્ક્ષ્ય અને શ્યેન નામો છે. એક ખિલસૂક્તમાં તેને પરાક્રમી પક્ષી કહ્યો છે : શતપથ બ્રાહ્મણમાં તેને પક્ષીરાજ કહ્યો છે અને તેને સૂર્યના પ્રતીકરૂપે…

વધુ વાંચો >

ગરુડપુરાણ

ગરુડપુરાણ : પ્રસિદ્ધ વેદાનુયાયી એક મહાપુરાણ. તે વૈષ્ણવપુરાણ ગણાય છે. શ્રી વિષ્ણુની આજ્ઞા અનુસાર ગરુડે કશ્યપ પ્રજાપતિને આ પુરાણ કહ્યું હતું. આ પુરાણમાં સૃષ્ટિની ઉત્પત્તિ, આદિત્યસ્વરૂપ શ્રી વિષ્ણુનું માહાત્મ્ય, સોમ, સૂર્ય આદિ વંશોનાં વર્ણન, વ્યાકરણ, સાહિત્ય, આયુર્વેદ આદિ શાસ્ત્રોની રૂપરેખા, સામુદ્રિકશાસ્ત્ર, રત્નપરીક્ષા, સ્ત્રીપરીક્ષા આદિ વિષયોનાં નિરૂપણ છે. આ પુરાણ બે…

વધુ વાંચો >

ગર્ગ (વૃદ્ધ ગર્ગ)

ગર્ગ (વૃદ્ધ ગર્ગ) : અતિ પ્રાચીન મંત્રદ્રષ્ટા, કવિ, તત્વદર્શી અને જ્યોતિર્વિદ. ગર્ગ નામે ઓછામાં ઓછી ત્રણ વિખ્યાત વ્યક્તિઓના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં મળે છે. તેમાંના પ્રાચીનતમ ગર્ગનું દર્શન ઋક્સંહિતાના છઠ્ઠા મંડળનું સુડતાલીસમું સૂક્ત છે. એમનાં સૂક્તોમાં મળતી ઇન્દ્ર અને સોમની સ્તુતિઓમાં તેમનું કવિત્વ અને સૂક્ષ્મ તત્ત્વદર્શન જણાઈ આવે છે. આ ગર્ગ…

વધુ વાંચો >

ગર્વ

ગર્વ : તેત્રીસમાંથી એક સંસારી ભાવ. વાગ્ભટને મતે બીજાઓનો અનાદર તે ગર્વ છે. આ લક્ષણ વાસ્તવમાં ગર્વના ભાવથી વ્યક્તિગત સ્વાભિમાન અને બીજા પર તેની અભિવ્યક્તિનો સંક્ષેપ માત્ર છે. અગ્નિપુરાણ કહે છે કે ગર્વ એટલે પોતાના ઉત્કર્ષની ભાવનાથી અન્યોની અવજ્ઞા કરવી. વસ્તુતઃ ગર્વ એ એક પ્રકારનો મનોવિકાર છે. ગર્વની ભાવનાથી અભિભૂત…

વધુ વાંચો >