ધર્મ-પુરાણ

ઈદગાહ

ઈદગાહ : જુઓ મકબરો.

વધુ વાંચો >

ઈરોઝ

ઈરોઝ (Eros) : ગ્રીક પ્રેમદેવતા. ઈરોઝને લૅટિનમાં એમર કહે છે. રોમન પ્રજા એને ક્યૂપિડ કહે છે. તે એફ્રેડેઇટીના અરમીઝ અથવા હમીઝ સાથેના પ્રેમસંબંધનું ફરજંદ હોવાની માન્યતા પ્રવર્તે છે. પ્રાચીન ગ્રીસમાં લોકો તેને પાંખોવાળા ‘સ્પિરિટ’ તરીકે ઓળખતા. હોમરનાં મહાકાવ્યોમાં ઈરોઝનો પ્રેમદેવતા તરીકે ઉલ્લેખ નથી. ‘ઈરોઝ’ એટલે યુવાન હૃદયનો અકલ્પ્ય તરવરાટ કે…

વધુ વાંચો >

ઈવાન્જેલિકલ ચર્ચ

ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…

વધુ વાંચો >

ઈશ્વર

ઈશ્વર ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય…

વધુ વાંચો >

ઈસુ ખ્રિસ્ત

ઈસુ ખ્રિસ્ત (જ. ઈ. પૂર્વે આશરે 4થી 8 વર્ષે બેથલેહેમમાં; અ. આશરે ઈ. સ. 29માં જેરુસલેમમાં) : ખ્રિસ્તી ધર્મના આદ્ય પ્રવર્તક. તેઓ ઑગસ્ટસ અને તિબેરિયસ જેવા રોમન રાજવીઓના રાજ્યકાળ દરમિયાન પેલેસ્ટાઇનમાં જન્મેલા. તેઓ જીસસ ઑવ્ ગૅલિલી અથવા જીસસ ઑવ્ નૅઝરેથના નામે પણ ઓળખાય છે. તેમનાં જીવન અને ધર્મોપદેશ વિશે વ્યવસ્થિત…

વધુ વાંચો >

ઉગ્રસેન (1)

ઉગ્રસેન (1) : પૌરાણિક સમયના મથુરાના યદુવંશી રાજા. તેઓ આહુકના પુત્ર હતા. તેમના કંસ ઇત્યાદિ નવ પુત્રોનાં તથા પાંચ પુત્રીઓનાં નામ પુરાણોમાં જણાવેલાં છે. વૃષ્ણિકુળના વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. ઉગ્રસેનને તેના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. યાદવકુળના વડીલો કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ.…

વધુ વાંચો >

ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ)

ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ) (ઈ.પૂ. છઠ્ઠી કે પાંચમી સદી) : નંદ વંશનો સ્થાપક. મહાપદ્મ કે અગ્રમ્મીસ (= ઔગ્ર સેન્ય) તરીકે ઓળખાતો. તે વાળંદ જ્ઞાતિનો હતો. એક મત મુજબ તેને 8 પુત્રો હતા. 9 ભાઈઓમાં તે સૌથી મોટો હતો, એમ ઉલ્લેખ મળે છે. તેણે ઐક્ષ્વાકુઓ, પાંચાલો, કાશીઓ, હૈહયો, કલિંગો, અશ્મકો, કુરુઓ,…

વધુ વાંચો >

ઉત્તરકાશી

ઉત્તરકાશી : ઉત્તરાખંડ રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા પવિત્ર યાત્રાધામ. ઉત્તરકાશીનો અલગ જિલ્લો થયો તે પહેલાં તે ટેહરી જિલ્લામાં ગણાતું. તે 30o 40′ ઉ. અ. અને 78o 27′ પૂ. રે.ની આજુબાજુનો 7,951 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં યમનોત્રી, ઈશાનમાં ગંગોત્રી, પૂર્વ તરફ કેદારનાથ, દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ઉત્તરકુરુ પ્રદેશ

ઉત્તરકુરુ પ્રદેશ : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. તેનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ 8-14-4માં આવે છે. તેમાં તેને હિમાલયની પેલી પાર આવેલા પ્રદેશ તરીકે ઓળખાવાયો છે. પછીના ઇતિહાસ, પુરાણો તથા બીજાં સાહિત્યમાં ઉત્તરકુરુ અને ત્યાંના રહેવાસીઓ-ઉત્તરકુરુ-નું વર્ણન પુરાકલ્પનવાળું લાગે છે, પરંતુ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુ ઐતિહાસિક લાગે છે. એક બીજા ખંડમાં વસિષ્ઠસાત્યહવ્યે ઉત્તરકુરુને ‘દેવક્ષેત્ર’…

વધુ વાંચો >