દિનેશ દેસાઈ
વડોદરિયા, ભૂપત
વડોદરિયા, ભૂપત (જ. 19 ફેબ્રુઆરી 1929, ધ્રાંગધ્રા) : ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રે પાંચ દસકાથી પ્રવૃત્ત તંત્રી, પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર. પાળિયાદ(જિ. ભાવનગર)ના વતની આ લેખકનો જન્મ શ્રી સૌરાષ્ટ્ર દશા મોઢ વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. તેઓ ત્રણેક વર્ષના હતા ત્યારે જ પિતા છોટાલાલનું અવસાન થયું. માતા ચતુરાબહેને તેમનો ઉછેર…
વધુ વાંચો >શબ્દસૃષ્ટિ
શબ્દસૃષ્ટિ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર. દર માસની પાંચમી તારીખે પ્રગટ થતું આ માસિક અકાદમીના સ્થાપનાવર્ષ ઈ. સ. 1982ના બીજા વર્ષથી એટલે કે ઈ. સ. 1983થી પ્રગટ થાય છે. તે ગુજરાતી સાહિત્ય જગતની તાસીર અને તસવીર રજૂ કરે છે. સરેરાશ 80થી 100 તથા એથી વધુ પૃષ્ઠસંખ્યા મુજબ વર્ષના 12 (બાર)…
વધુ વાંચો >શાહ, ગુણવંત
શાહ, ગુણવંત (જ. 12 માર્ચ 1937, સૂરત) : જાણીતા ગુજરાતી સાહિત્યકાર. સારા વક્તા અને ચિંતક. લલિત નિબંધોના લેખનમાં તેમણે એક આગવી મુદ્રા ઉપસાવી છે. માતાનું નામ પ્રેમીબહેન. પિતાનું નામ ભૂષણલાલ. પિતા વ્યવસાયે શિક્ષક હોવાના કારણે સદ્વાચન, શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા. બી.એસસી. અને એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ…
વધુ વાંચો >સયાજીવિજય
સયાજીવિજય : વડોદરાનું સૌપ્રથમ ગુજરાતી સાપ્તાહિક. 1890માં મુંબઈથી વડોદરા આવેલા શ્રી દામોદર સાંવળારામ પદેએ વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સહાનુભૂતિ અને સહકારથી ‘સયાજીવિજય’ શરૂ કર્યું અને એક જ વર્ષમાં સંગીન પાયા પર મૂકી દીધું. આ સાપ્તાહિકમાં મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી – એમ ત્રણ વિભાગ આવતા. સમય જતાં એ અઠવાડિયામાં બે વખત…
વધુ વાંચો >સંદેશ
સંદેશ : અમદાવાદ સહિત ગુજરાતનાં મુખ્ય નગરોમાંથી પ્રગટ થતું ગુજરાતનું જૂનું દૈનિક. અમદાવાદમાં પ્રથમ દૈનિક વર્તમાનપત્ર નંદલાલ ચુનીલાલ બોડીવાળાએ 1921માં શરૂ કર્યું. એ વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રીય મહાસભાનું વાર્ષિક અધિવેશન મળ્યું, તે નિમિત્તે તેમણે ‘સ્વરાજ્ય’ નામે દૈનિક પત્રનો આરંભ કર્યો. ખર્ચને પહોંચી નહિ વળતાં તેમણે થોડા જ સમયમાં તેને સાપ્તાહિક બનાવ્યું.…
વધુ વાંચો >