તેલુગુ સાહિત્ય
આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આલુરી બૈરાગી
આલુરી બૈરાગી (જ. 5 નવેમ્બર 1925 ; અ. 9 સપ્ટેમ્બર 1978 હૈદરાબાદ ) : તેલુગુ લેખક. આલુરી બૈરાગીના કવિતાસંગ્રહ ‘આગમગીતિ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1984 નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં અર્વાચીન ભક્તિ-કાવ્યો છે. ભાવોના વૈવિધ્ય સાથે ભક્ત અને ભગવાનના વિવિધ સંબંધોને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની ઊર્મિઓનું નિરૂપણ થયેલું છે. એમાં સખાભાવ,…
વધુ વાંચો >આંજનેયુલુ-કુંદુતિ
આંજનેયુલુ, કુંદુતિ (જ. 16 ડિસેમ્બર 1922, ગંતુર; અ. 25 ઑક્ટોબર 1982) : તેલુગુ કવિ અને ગદ્યકાર. આંધ્રમાંથી જ બી.એ.ની ઉપાધિ મેળવી. 1946થી 1956 સુધી તે ગંતુર માર્કેટિંગ સમિતિના સુપરિન્ટેન્ડન્ટ હતા. તે પછી આંધ્રપ્રદેશના સૂચના અને જનસંપર્ક વિભાગમાં મુખ્ય અનુવાદક રહ્યા હતા. પ્રશિષ્ટ કવિતાથી પ્રગતિવાદ પ્રતિ જઈ તેમણે ‘વચન કવિતા’ (મુક્ત…
વધુ વાંચો >આંધ્રપુરાણુમુ
આંધ્રપુરાણુમુ (1954-1964) : અર્વાચીન તેલુગુ કાવ્ય. પ્રકાશનસાલ : પૂર્વાર્ધ ખંડ 1954; ઉત્તરાર્ધ 1964. મધુનાપંતુલ સત્યનારાયણ શાસ્ત્રીરચિત આ પુસ્તકમાં આંધ્રનો કાવ્યબદ્ધ ઇતિહાસ પુરાણશૈલીમાં આપ્યો છે. આ કૃતિને 1968નો આંધ્ર રાજ્ય અકાદમી ઍવૉર્ડ મળેલો. પૂર્વાર્ધમાં ઉદય પર્વ, સાતવાહન પર્વ, ચાલુક્ય પર્વ અને કાકતીય પર્વ છે; તો ઉત્તરાર્ધમાં પુન:પ્રતિષ્ઠા પર્વ, વિદ્યાનગર પર્વ, શ્રીકૃષ્ણદેવરાય…
વધુ વાંચો >આંધ્ર મહાભારતમ્
આંધ્ર મહાભારતમ્ (11મીથી 13મી સદી) : મધ્યકાલીન તેલુગુ મહાકાવ્ય. તે તેલુગુની સર્વપ્રથમ કાવ્યકૃતિ મનાય છે. એની પૂર્વનું સાહિત્ય ગ્રંથાકારે ઉપલબ્ધ નથી. આ રચના નન્નય ભટ્ટુ, તિક્કન સોમયાજી તથા એરપ્રિગડ નામના ત્રણ કવિઓની સંયુક્ત રચના ગણાય છે. ત્રણમાં નન્નય ભટ્ટુ પ્રથમ હતા. તેમણે અગિયારમી સદીમાં આ કાવ્ય રચવાનો આરંભ કરેલો. એમણે…
વધુ વાંચો >આંધ્ર વાગેયકાર ચરિત્રમુ
આંધ્ર વાગેયકાર ચરિત્રમુ : તેલુગુ લેખક બાલાન્તરપુ રજનીકાંત રાવની કૃતિ. તેને 1967નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં તેલુગુ ગીતકારો તથા સ્વરકારોનાં રેખાચિત્રો તેમજ કવિતા તથા સંગીતના ક્ષેત્રમાં એમના પ્રદાનની મુલવણી કરવામાં આવી છે. વળી, પ્રત્યેક ગીતકાર પર એના પૂર્વસૂરિઓનો કેવો અને કેટલો પ્રભાવ છે અને એની મૌલિકતા ક્યાં…
વધુ વાંચો >ઇદા સ્વાતંત્ર્યમ્
ઇદા સ્વાતંત્ર્યમ્ (1953) : તેલુગુ નાટક. લેખક રામરાઉ પડવલ. આ નાટક રંગમંચ પર અનેક વાર અનેક સ્થળે ભજવાયું છે. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, રાજકારણવિષયક અનેક નાટકો લખેલાં છે, પણ એ સર્વમાં ‘ઇદા સ્વાતંત્ર્યમ્’ શ્રેષ્ઠ ગણાયું છે. એને આંધ્ર સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ નાટકમાં સ્વતંત્ર ભારતનું જે સ્વપ્ન…
વધુ વાંચો >