ટીના દોશી

અંબાણી, નીતા

અંબાણી, નીતા (જ. 1 નવેમ્બર 1963, મુંબઈ) : રિલાયન્સ ફાઉન્ડેશનનાં અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને અધ્યક્ષા તથા  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનાં પત્ની. નીતા અંબાણીનો જન્મ મુંબઈના મધ્યમવર્ગીય પરિવારમાં થયો. પિતા રવીન્દ્ર દલાલ અને માતા પૂર્ણિમા દલાલ. નીતાએ નરસી મોનજી કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. સૌંદર્યના…

વધુ વાંચો >

અંબાણી મુકેશ

અંબાણી મુકેશ (જ 19 એપ્રિલ 1957) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર તથા એશિયાના સૌથી ધનિકોની યાદીમાં  પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની ફોર્બ્સ ઈન્ડિયાની ઑક્ટોબર  2023ની યાદીમાં પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ થયેલા મુકેશ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર  છે. ફોર્બ્સ ઇન્ડિયા મુજબ મુકેશ…

વધુ વાંચો >

ચંદ્રચૂડ ધનંજય

ચંદ્રચૂડ ધનંજય (જ. 11 નવેમ્બર  1959, મુંબઈ, મહારાષ્ટ્ર) :  ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ. માતા પ્રભા ચંદ્રચૂડ શાસ્ત્રીય સંગીતમાં માહિર હતાં. પિતા યશવંત ચંદ્રચૂડ કાનૂનના મહારથી. ધનંજય ચંદ્રચૂડે મુંબઈના કેથેડ્રેલ અને જ્હોન કેનન શાળામાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. દિલ્હીસ્થિત સેન્ટ કોલંબિયા સ્કૂલમાં અભ્યાસ આગળ વધાર્યો. ત્યાર બાદ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા માટે  દિલ્હીની…

વધુ વાંચો >

તાતા, રતન નવલ

તાતા, રતન નવલ (જ. 28 ડિસેમ્બર 1937 સૂરત, ગુજરાત; અ. 9 ઑક્ટોબર 2024 મુંબઈ, મહારાષ્ટ્ર) : તાતા જૂથના પૂર્વ અધ્યક્ષ. તેમનો જન્મ ડાયમંડ કેપિટલ સૂરતના પારસી પરિવારમાં થયેલો. માતા સૂની તાતા. પિતા નવલ તાતા. રતન દસ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયેલા. તેમનાં પિતા એ સિમોન તાતા…

વધુ વાંચો >

બંગા, અજયપાલ સિંહ

બંગા, અજયપાલ સિંહ (જ. 10 નવેમ્બર 1959 પુણે, જિ. ખડકી, મહારાષ્ટ્ર) : વર્લ્ડ બૅન્ક સમૂહના અધ્યક્ષ. ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બૅન્કના14મા અધ્યક્ષ બન્યા છે. વિશ્વ બૅન્કના 25 સભ્યોના  કાર્યકારી બોર્ડે અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યા છે તેમનો કાર્યકાળ 2 જૂન  2023થી શરૂ થયો છે…

વધુ વાંચો >

બાયજૂ રવીન્દ્રન્

બાયજૂ રવીન્દ્રન્ (જ. 1980 અઝીકોડ, કુન્નૂર, કેરળ) : શૈક્ષણિક સ્ટાર્ટ અપ બાયજૂ’સના સ્થાપક અને બાયજૂ’સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર-સીઈઓ. આ બાયજૂ રવીન્દ્રન્ મૂળ કેરળના કુન્નૂર જિલ્લાસ્થિત અઝીકોડ ગામના. બાયજૂ રવીન્દ્રનનું પ્રારંભિક શિક્ષણ અઝીકોડમાં જ મલયાળમ માધ્યમની શાળામાં થયું. આ શાળામાં બાયજૂનાં માતા શોભનવલ્લી ગણિતનાં શિક્ષિકા હતાં. પિતા રવીન્દ્રન્ ભૌતિકવિજ્ઞાનના શિક્ષક તરીકે…

વધુ વાંચો >

બેનરજી, પ્રદીપ કુમાર

બેનરજી, પ્રદીપ કુમાર (જ. 23 જૂન 1936 જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ; અ. 20 માર્ચ 2020, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અર્જુન પુરસ્કારથી સન્માનિત પ્રથમ ફૂટબૉલ ખેલાડી. પી. કે. બેનરજી તરીકે જાણીતા પ્રદીપ કુમાર બેનરજીની ભારતના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડીઓમાં ગણના થાય છે. એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. પ્રદીપ કુમારે 45મૅચોમાં…

વધુ વાંચો >

ભુલ્લર હરમનપ્રીત કૌર

ભુલ્લર હરમનપ્રીત કૌર (જ. 8 માર્ચ 1989 મોગા, પંજાબ) : આંતરરાષ્ટ્રીય મહિલા ટી-ટ્વેન્ટી મૅચમાં સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટ ખેલાડી. હરમનપ્રીત કૌરનો જન્મ શીખ પરિવારમાં થયેલો. માતા સતવિંદર કૌર ગૃહિણી હતાં. પિતા હરમંદર સિંહ ભુલ્લર અચ્છા વૉલીબૉલ અને બાસ્કેટબૉલ ખેલાડી હતા. હરમનપ્રીતને બાળપણથી ક્રિકેટ રમવામાં અભિરુચિ હતી. પિતા ખુદ ખેલાડી હોવાથી પુત્રીને…

વધુ વાંચો >

મહિન્દ્રા ,આનંદ

મહિન્દ્રા ,આનંદ (જ. 1 મે 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ. પિતા હરીશ જગદીશચંદ્ર મહિન્દ્રા ઉદ્યોગપતિ હતા. માતા ઇન્દિરા મહિન્દ્રા લેખિકા હતાં. આનંદ મહિન્દ્રાએ પોતાનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, લવડેલ, તમિળનાડુમાં મેળવેલું. બાળપણથી જ ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી આનંદ મહિન્દ્રાએ 1977માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિલ્મનિર્માણ અને વાસ્તુકલાના વિષયમાં…

વધુ વાંચો >

રામોજી રાવ ચેરુકુરી 

રામોજી રાવ ચેરુકુરી (જ.16 નવેમ્બર 1936 પેદાપરુપુડી, કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશ) : રામોજી ગ્રૂપના અધ્યક્ષ અને મીડિયા મુઘલ. એક કૃષિ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. માતાપિતા ચેરુકુરી વેંકટ સુબમ્મા અને ચેરુકુરી વેંકટ સુબૈયા. બે બહેનો રંગનાયક્મ્મા અને રાજ્યલક્ષ્મી. પરંપરાગતપણે પરિવાર ખેતી સાથે જોડાયેલો હોવાના કારણે રામોજી રાવને ગળથૂથીમાં જ કૃષિસંબંધી જ્ઞાન મળેલું.…

વધુ વાંચો >