ઝુબેર કુરેશી

અત્તાર

અત્તાર (જ. આશરે 1150-55, નિશાપુર, ઇરાન; અ. આશરે 1221-30, નિશાપુર ઇરાન) : ફારસી ગ્રંથકાર. પૂરું નામ અબૂ તાલિબ અથવા અબૂ હામિદ મોહંમદ બિન અબૂ બક્ર ઇબ્રાહીમ બિન મુસ્તફા બિન શાબાન. ખ્વાજા ફરીદુદ્દીન અત્તાર તરીકે વધારે જાણીતા છે. અત્તાર એટલે અત્તર વેચનાર. કેટલાકના મંતવ્ય પ્રમાણે તેઓ દવાઓ વેચતા હતા અને વૈદ્યનો…

વધુ વાંચો >

અનવરી

અનવરી (1185 આસપાસ હયાત) : ફારસી વિદ્વાન. અનવરીની જન્મતારીખ અને તેમના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી. તે દશ્તે ખાવરાનમાં આવેલ મેહનાની પાસેના અલીવર્દ નામના ગામે જન્મેલા. તેથી શરૂઆતમાં એમણે પોતાનું તખલ્લુસ ‘ખાવરી’ રાખ્યું હતું. પાછળથી અનવરી રાખ્યું. તૂસમાં આવેલ મનસૂરીયાહ નામના મદરેસામાં તેઓ ભણેલા. તર્કશાસ્ત્ર, ખગોળવિદ્યા, ભૂમિતિ, જ્યોતિષ વગેરે…

વધુ વાંચો >

અબુલ અતાહિયા

અબુલ અતાહિયા (8મી સદી) : અરબી કવિ. અબ્બાસી ખલીફા મહદી અને હારૂન અર્ રશીદ સાથે સંકળાયેલા. કૂફામાં ઊછરેલા. ખલીફા મહદીની દાસી ઉત્બાના પ્રેમમાં હતા, પણ ઉત્બાએ સાનુકૂળ પ્રતિભાવ ન આપતાં કવિને જગત પ્રત્યે વિરાગ જન્મ્યો. તેમની કવિતામાં તેનો પડઘો સંભળાય છે. તેમના વિચાર રૂઢિચુસ્ત ઇસ્લામથી વિસંગત હતા. તે ઝેદ બિન…

વધુ વાંચો >

અબૂ તાલિબ

અબૂ તાલિબ : અરબી ધાર્મિક પુરુષ. બિન અબ્દુલ મુત્તલિબ(હાશિમી કુરેશી અને રસૂલે ખુદા)ના કાકા. એમણે હઝરત મોહંમદને ખૂબ હેતથી ઉછેર્યા હતા. મક્કામાં ઇસ્લામના દુશ્મનોએ જ્યારે રસૂલે ખુદાને રંજાડવા પ્રયત્ન કર્યો ત્યારે એમણે પોતાના ભત્રીજાનો જાનના જોખમે પણ જોરદાર બચાવ કર્યો. છેવટે મક્કાના લોકોએ હઝરતે અબૂ તાલિબનો અને એમના કુટુંબનો બહિષ્કાર…

વધુ વાંચો >

અબૂ બક્ર

અબૂ બક્ર (ઈ.સ. છઠ્ઠી સદી) : પહેલા ખલીફા. નામ અબ્દુલ્લાહ બિન ઉસ્માન બિન આમિર. અટક (કુન્યાત) અબૂ બક્ર. સિદ્દીક તેમજ અતીક એમના લકબ (ઉપનામ) હતા. એમના પિતાની કુન્યાત અબૂ કહાફા હતી. છઠ્ઠી પેઢીએ એમનો વંશ હઝરત મોહંમદ મુસ્તફા સાથે ભળી જાય છે. તેઓ એક ધનિક અને પ્રામાણિક વેપારી હતા. પુરુષોમાં…

વધુ વાંચો >

અબ્દુલ મલિક (1)

અબ્દુલ મલિક (1) (જ. 646 મદિના, સાઉદી અરેબિયા; અ. 9 ઑક્ટોબર 705 દમાસકસ) : ઉમૈયાહ ખલીફાઓ પૈકી એક. આખું નામ અબ્દુલ મલિક બિન મર્વાન બિન હકમ. તેની ખિલાફત વીસ વર્ષ (685-705) સુધી રહેલી. તેની ખિલાફત દરમિયાન અરબોએ, બિનઅરબો ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ભોગવ્યું. સરકારી હિસાબ ફારસીને બદલે અરબીમાં લખાવા શરૂ થયા;…

વધુ વાંચો >

અબ્દુલ મુત્તલિબ

અબ્દુલ મુત્તલિબ (ઈ. છઠ્ઠી સદી) : હઝરત મોહંમદના દાદા. રસૂલે ખુદાના મોટા દાદા હાશિમ વેપારાર્થે સિરિયા જતાં રસ્તામાં મદીનામાં રોકાયા. ત્યાં એમણે બની નજ્જારના વંશની સલમા સાથે લગ્ન કર્યાં, ત્યાંથી સિરિયા જતાં હાશિમનું અવસાન થયું. સલમા સગર્ભા હતાં. એમને જે પુત્ર અવતર્યો તેનું નામ શયબા રાખવામાં આવ્યું. તે આઠ વર્ષ…

વધુ વાંચો >

અબ્દુલ હમીદ લાહોરી

અબ્દુલ હમીદ લાહોરી (જ. લાહોર, પાકિસ્તાન; અ. 1654, આગ્રા, ઉત્તરપ્રદેશ) : શાહજહાંના સમયના ઇતિહાસકાર. લાહોરના અગ્રગણ્ય વિદ્વાનો પાસે ભણેલા. એમને ઇતિહાસ, કાવ્ય અને મુનશીગીરીમાં વધારે રસ હતો. અબુલફઝલનો એમની ઉપર પ્રભાવ હતો. બાદશાહો અને ઉમરાવો જોડે લાંબા સમય સુધી સંકળાયેલા હતા. પાછળથી એમણે એકાંતવાસ લીધો અને જગતથી વિમુખ બની અઝીમાબાદમાં…

વધુ વાંચો >

અબ્દુલ્લાહ

અબ્દુલ્લાહ (ઈ. છઠ્ઠી સદી) : હઝરત મોહંમદના પિતા. એમના પિતા અબ્દુલ મુત્તલિબે બાધા રાખી હતી કે જો તે પોતાના દસ પુત્રોને યુવાન અવસ્થામાં નિહાળવાનું સદભાગ્ય પ્રાપ્ત કરશે તો એમાંથી કોઈ એકને ખુદાની રાહમાં કુરબાન કરી દેશે. એમનું એ સ્વપ્ન સિદ્ધ થયું. કાબાના પૂજારીને એમણે પોતાના પુત્રોનાં નામની ચિઠ્ઠીઓમાંથી એક ઉપાડવા…

વધુ વાંચો >

અબ્બાસ

અબ્બાસ (જ. 568, મક્કા, સાઉદી અરેબિયા; અ. ફેબ્રુઆરી 653, મદિના, સાઉદી અરેબિયા) : હઝરત મોહંમદના કાકા હતા, પણ ઉંમરમાં બે વચ્ચે ઝાઝો તફાવત ન હતો. કાબા શરીફમાં લોકોને પાણી પાવાનું કામ એમને માથે હતું. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો, પણ એ વાત ગુપ્ત રાખી હતી. મક્કાના વિજય પછી એમણે…

વધુ વાંચો >