જ. મ. શાહ

ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ)

ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ) (શાસનકાળ : ઈ. પૂ. 486 – ઈ. પૂ. 465) : ઈરાનનો રાજા. દરાયસ 1લાનો પુત્ર. મહાન સાયરસ 2જાનો પૌત્ર. ગાદીએ બેસતાં અગાઉ 12 વર્ષ તે બૅબિલોનનો વાઇસરૉય હતો. ગાદીએ બેઠા પછી તેમણે ઇજિપ્ત અને બૅબિલોનના બળવા દબાવી દીધા. તેણે વિશાળ લશ્કર તૈયાર કર્યું અને તેનું સેનાપતિપદ…

વધુ વાંચો >

ચંદ્રગુપ્ત (પહેલો)

ચંદ્રગુપ્ત (પહેલો) (શાસનકાળ : ઈ. સ. 319–335) : મહારાજા ઘટોત્કચનો પુત્ર અને ગુપ્ત વંશનો ત્રીજો રાજા. તેણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું અને લિચ્છવી કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યું હતું. તે રાણી મહાદેવી કુમારદેવી તરીકે ઓળખાતી. તેનો પુત્ર (લિચ્છવી-દૌહિત્ર) સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પછી મહારાજાધિરાજ તરીકે સત્તા પર આવ્યો હતો. ચંદ્રગુપ્ત અને…

વધુ વાંચો >

ચંદ્રગુપ્ત (બીજો)

ચંદ્રગુપ્ત (બીજો) (શાસનકાળ : વિક્રમાદિત્ય 375–44) : ચંદ્રગુપ્ત (બીજા) તરીકે જાણીતો થયેલો સમુદ્રગુપ્ત અને દત્તદેવીનો રાજવીપુત્ર. રાજકીય શાસનો અને મહોરો પર તેના માટે ‘तत्परिगृहीत’ શબ્દ વાપરેલો. તે ગુપ્ત સંવત 56(ઈ. સ. 376–377)માં ગાદીએ આવ્યો. તે દેવગુપ્ત, દેવશ્રી કે દેવરાજ ઉપરાંત ચંદ્રગુપ્ત તરીકે વધારે જાણીતો થયો. તેણે પોતાના રાજ્યને મહારાજ્યમાં ફેરવી…

વધુ વાંચો >

ચંદ્રગુપ્ત (ત્રીજો)

ચંદ્રગુપ્ત (ત્રીજો) : બુધગુપ્ત પછીનો ગુપ્ત શાસક. તેણે સોનાના વજનદાર સિક્કાઓ પડાવ્યા હતા. મંજુશ્રી મૂલકલ્પમાં એમ જણાવવામાં આવ્યું છે કે દેવ (બુધગુપ્ત) પછી ચંદ્રગુપ્ત (ત્રીજો) ગાદીએ આવ્યો અને તે જાતે પણ માર્યો ગયો. ચંદ્રગુપ્ત (ત્રીજો) લગભગ ઈ. સ. 495માં ગાદીએ આવ્યો અને તેણે ત્રણચાર વર્ષ રાજ્ય કર્યું અને સંભવત: તે…

વધુ વાંચો >

તથાગત ગુપ્ત

તથાગત ગુપ્ત : બૌદ્ધધર્મી રાજવી. યુઅન શ્વાંગે નાલંદા વિહારને મદદ કરનારનાં જે નામ આપ્યાં છે એમાં તથાગત ગુપ્તનું નામ આપ્યું છે. તેણે આ નામ બુધગુપ્ત અને બાલાદિત્ય(નરસિંહગુપ્ત)ની વચ્ચે આપેલું છે તેથી એવી સંભાવના છે કે આ બે રાજા વચ્ચેનો સમય તથાગત ગુપ્તનો રાજ્યકાળનો સમય હતો. ગુપ્ત રાજાઓમાં પ્રકાશદિત્યના નામે કેટલાક…

વધુ વાંચો >

દરિયાઈ વીમો

દરિયાઈ વીમો : વહાણના માલિક, વહાણમાં મોકલાતા માલના માલિક અને નૂર મેળવવા માટે હકદાર. આ ત્રણેનાં હિતને આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન થતા દરિયાઈ જોખમ અંગે રક્ષણ આપનાર વીમો. વીમો એ જોખમ સામેનું રક્ષણ છે. વીમાના તમામ પ્રકારોમાં સૌપ્રથમ વિકાસ દરિયાઈ વીમાનો થયો હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ જોખમનો ભાગ ઘણો મોટો હોય…

વધુ વાંચો >

પીંઢારા

પીંઢારા : સત્તરમી સદીમાં મધ્ય ભારતમાં લૂંટ અને હત્યા કરી ત્રાસ ગુજારનાર લોકો. તેઓ મરાઠા લશ્કરના શૂરવીર અને વફાદાર સહાયકો હતા. તેમનામાં ધાર્મિક કે રાષ્ટ્રીય લાગણીનો અભાવ હતો. તેઓ બધા ઘોડેસવાર હતા, પરંતુ તેઓ મેદાનમાં લડાઈ કરતા નહિ. 1814માં આશરે 30,000 પીંઢારા ઘોડેસવારો હતા. તેમનો મુખ્ય  હેતુ લૂંટ કરવાનો હતો.…

વધુ વાંચો >

પેશ્વા

પેશ્વા : શિવાજીના પ્રધાનમંડળમાંનો મુખ્ય પ્રધાન. શિવાજીની શાસન-વ્યવસ્થામાં આઠ પ્રધાનોને જુદાં જુદાં ખાતાંઓ આપવાની વ્યવસ્થા હતી. તેમાં મુખ્ય પ્રધાનને પેશ્વા તરીકે ઓળખવામાં આવતો. આ પ્રધાનો રાજાને સીધા જવાબદાર રહેતા. દરેક પ્રધાન સ્વતંત્ર રીતે કામ કરતો. રાજાની ગેરહાજરીમાં પેશ્વા રાજ્યના વડા તરીકે કામ કરતો અને રાજાના જેટલી સત્તા ભોગવતો. શરૂઆતમાં રાજાની…

વધુ વાંચો >

પ્લાસીની લડાઈ (1757)

પ્લાસીની લડાઈ (1757) : બંગાળના નવાબ અને અંગ્રેજો વચ્ચે થયેલ નિર્ણાયક લડાઈ. 1756માં અલીવર્દીખાનના અવસાન પછી તેનો દૌહિત્ર સિરાજ-ઉદ્-દૌલા (સિરાજુદ્દૌલા) ગાદીએ આવ્યો. અંગ્રેજો બંગાળમાં વેપારી લાભો માટે પ્રયત્ન કરી રહ્યા હતા તેમને જે થોડા વેપારી લાભો આપવામાં આવ્યા હતા તેનો તેઓ દુરુપયોગ કરતા હતા. તેથી અલીવર્દીખાને તેમની વસાહતની આસપાસ કિલ્લેબંધી…

વધુ વાંચો >