જ. પો. ત્રિવેદી

વિષ (poisons)

વિષ (poisons) : સૂક્ષ્મ માત્રામાં લેવા કે લગાડવાથી જીવંત કોષોને નુકસાન કરતો કોઈ પણ પદાર્થ. આવા વિષની અસરકારકતા વિવિધ પરિબળો પર આધારિત હોય છે; જેમ કે, (i) સંકેન્દ્રણની માત્રાનું પ્રમાણ; (ii) જીવંત કોષોની તેના સંસર્ગમાં રહેવાની સમયાવધિ; (iii) વિષનું ભૌતિક સ્વરૂપ; (iv) જીવંત કોષો માટેનું તેનું આકર્ષણ; (v) જીવંત ઉતક…

વધુ વાંચો >

વિષમ-ચક્રીય સંયોજનો (heterocyclic compounds)

વિષમ–ચક્રીય સંયોજનો (heterocyclic compounds) : કાર્બનિક રાસાયણિક સંયોજનોનો એવો વર્ગ કે જેના અણુઓ પરમાણુઓનાં એક કે વધુ વલયો (rings) ધરાવતા હોય અને વલયમાંનો ઓછામાં ઓછો એક કાર્બન સિવાયનો અન્ય પરમાણુ હોય. કુદરતમાં મળતાં અનેક વિષમ-ચક્રીય સંયોજનો કાર્બન ઉપરાંત એક કે વધુ નાઇટ્રોજન, ઑક્સિજન કે સલ્ફર-પરમાણુ ધરાવે છે. જોકે સલ્ફર કે…

વધુ વાંચો >

વિસેલ, ટૉરસ્ટેન નિલ્સ (Wiesel, Torsten Nils)

વિસેલ, ટૉરસ્ટેન નિલ્સ (Wiesel, Torsten Nils) (જ. 3 જૂન 1924, ઉપસલા, સ્વીડન) : સ્વીડિશ ચેતાતંત્રવિજ્ઞાની, જેમણે 1981નું નોબેલ પારિતોષિક ડેવિડ હંટર હ્યુબેલ તથા રોજર વૉલ્કોટ સ્પેરી સાથે દેહધર્મવિદ્યા તથા તબીબીવિદ્યાના વિભાગમાં મેળવ્યું હતું. સ્પેરિ અને હ્યુબેલને અર્ધાભાગનું પારિતોષિક સંયુક્તરૂપે અપાયું હતું. જેમાં તેમણે મોટા મગજમાં વિવિધ ભાગની ક્રિયાશીલતાની વિશિષ્ટતા (functional…

વધુ વાંચો >

વિસ્થાપન-પ્રક્રિયાઓ

વિસ્થાપન–પ્રક્રિયાઓ : કાર્બનિક અણુમાંના કોઈ એક પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહનું બીજા પરમાણુ યા સમૂહ દ્વારા થતું વિસ્થાપન. એ જાણીતું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જૂના બંધોનું ખંડન થઈને નવા બંધ બને છે. આ બંધ-છેદનની પ્રકૃતિ અનુસાર કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાનું વર્ગીકરણ કરવામાં આવે છે. કાર્બનિક અણુમાંના સહસંયોજક બંધનું વિચ્છેદન બે પ્રકારે…

વધુ વાંચો >

વિસ્ફોટકો (explosives)

વિસ્ફોટકો (explosives) પોતાનામાં ઘણા મોટા જથ્થામાં સંગૃહીત ઊર્જાને એકાએક મુક્ત કરીને મોટા પ્રમાણમાં સંપીડિત (દાબિત, compressed) વાયુઓ ઉત્પન્ન કરતા અથવા તીવ્ર પ્રસારપ્રક્રિયા દ્વારા પોતાની કરચો(fragments)ને મોટા અવાજ સાથે ભારે બળ કે વેગથી ફેંકતા પદાર્થો કે પ્રયુક્તિઓ (devices). વિસ્ફોટ (explosion) એ તીવ્ર પ્રસારપ્રક્રિયા હોઈ તેમાં પદાર્થે પોતે રોકેલા કદ કરતાં અનેકગણા…

વધુ વાંચો >

વીલૅન્ડ, હેન્રિક ઑટો

વીલૅન્ડ, હેન્રિક ઑટો (Wieland, Heinrich Otto) (જ. 4 જૂન 1877, ફોર્ઝહાઇમ, જર્મની; અ. 5 ઑગસ્ટ 1957, મ્યૂનિક) : પિત્તામ્લો (bile acids) અને સંબંધિત પદાર્થો પર અગત્યનું સંશોધન કરનાર 1927ના વર્ષ માટેના નોબેલ પુરસ્કારવિજેતા જર્મન રસાયણવિદ. તેમના પિતા ડૉ. થિયોડૉર વીલૅન્ડ એક ઔષધ-રસાયણજ્ઞ હતા. મ્યૂનિક, બર્લિન તથા સ્ટટ્ગાર્ટનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કર્યા…

વધુ વાંચો >

વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ

વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ (જ. 10 એપ્રિલ 1917, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જુલાઈ 1979, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે જાણીતા, 1965ના વર્ષના નોબેલ. અમેરિકન રસાયણવિદ. નાની ઉંમરેથી જ તેઓ રસાયણશાસ્ત્ર તરફ આકર્ષાયેલા. 1933માં 16 વર્ષની ઉંમરે તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં દાખલ થયા પણ ફ્રેશમૅન(પ્રથમ વર્ષ)માં…

વધુ વાંચો >

વેઇન, જ્હૉન રૉબર્ટ

વેઇન, જ્હૉન રૉબર્ટ (જ. 29 માર્ચ 1927, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : 1982નું શરીરક્રિયાત્મક તથા ઔષધવિજ્ઞાન અંગેનું નોબેલ પારિતોષિક સુને બર્ગસ્ટ્રૉમ તથા બૅંગ્ટ ઇગ્માર સૅમ્યુઅલસન સાથે સંયુક્ત રૂપે મેળવનાર અંગ્રેજ જૈવવિજ્ઞાની. તેમણે પ્રોસ્ટેગ્લૅન્ડિન્સ અને તેને સંલગ્ન જૈવિક રીતે સક્રિય દ્રવ્યોની શોધ કરી, જેને કારણે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

વૅગ્નર, જુલિયસ જૌરેગ

વૅગ્નર, જુલિયસ જૌરેગ (જ. 7 માર્ચ 1857, વેલ્સ, ઑસ્ટ્રિયા; અ. 27 સપ્ટેમ્બર 1940, વિયેના) : ઑસ્ટ્રિયન મનોચિકિત્સક તથા ચેતાતંત્ર-વિજ્ઞાની. મૂળ નામ જુલિયન વૅગ્નર રીટ્ટર. તેમણે ઉપદંશ (syphilis) નામના રોગમાં થતી મનોભ્રંશી સ્નાયુઘાતતા (dementia paralytica) નામની આનુષંગિક તકલીફમાં મલેરિયા કરતા સૂક્ષ્મજીવોને શરીરમાં પ્રવેશ આપીને સફળ સારાવાર થઈ શકે છે તેવું દર્શાવ્યું…

વધુ વાંચો >

વૅલાક, ઓટો (Wallach, Otto)

વૅલાક, ઓટો (Wallach, Otto) (જ. 27 માર્ચ 1847, કૂનિસબર્ગ, પ્રશિયા; અ. 26 ફેબ્રુઆરી 1931, ગુટિંજન, જર્મની) : સુગંધિત તેલોનું વિશ્ર્લેષણ કરી ટર્પિન જેવાં સંયોજનોની ઓળખ આપવા માટે 1910ના વર્ષ માટેનો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર રસાયણવિદ. કુદરતી સુગંધવાળાં તેલોના વિશ્ર્લેષણ માટે તેમનું સંશોધન ખૂબ નોંધપાત્ર રહ્યું છે. તેમણે ગુટિંજન વિશ્વવિદ્યાલયમાં…

વધુ વાંચો >