જ. પો. ત્રિવેદી

વિટિગ, જ્યૉર્જ

વિટિગ, જ્યૉર્જ (જ. 16 જૂન 1897, બર્લિન; અ. 26 ઑગસ્ટ 1987, હાઇડલબર્ગ, જર્મની) : કાર્બનિક રસાયણવિદ અને 1979ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. વિજ્ઞાન અને સંગીતમાં પ્રતિભા દર્શાવનાર વિટિગે ટુબિંજન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1923માં માર્બુર્ગ યુનિવર્સિટીમાંથી સ્નાતકની તથા 1926માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1932 સુધી તેમણે માર્બુર્ગમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય…

વધુ વાંચો >

વિન્ડાઉસ, એડૉલ્ફ ઑટો રાઇનહોલ્ડ

વિન્ડાઉસ, એડૉલ્ફ ઑટો રાઇનહોલ્ડ (જ. 25 ડિસેમ્બર 1876, બર્લિન, જર્મની; અ. 9 જૂન 1959, ગોટિંગન, જર્મની) : સ્ટેરૉઇડ રસાયણમાં આગળ પડતા સંશોધક અને 1928ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા જર્મન કાર્બનિક રસાયણવિદ. શરૂઆતમાં તેમણે બર્લિનની ફ્રેન્ચ ગ્રામર સ્કૂલમાં સાહિત્યનો અભ્યાસ કર્યો. તે પછી તેમણે ફ્રાઇબર્ગ વિશ્વવિદ્યાલયમાં પ્રથમ ઔષધિ(medicine)નો અભ્યાસ…

વધુ વાંચો >

વિન્યાસ (configuration)

વિન્યાસ (configuration) : કોઈ પણ અણુમાં પરમાણુઓ કે સમૂહોની અવકાશીય (spatial) ગોઠવણી. ખાસ કરીને કાર્બનિક રસાયણમાં આ પદ અણુમાંના અસમમિત કાર્બન પરમાણુ આસપાસ પ્રતિસ્થાપક (substituent) પરમાણુઓ કે સમૂહોનું સ્થાન (location) અથવા સ્થિતિ (disposition) દર્શાવવા વધુ વપરાય છે. દા.ત., દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડના બે પ્રકાશીય (optical) સમઘટકો (isomers) મળે છે. તેમના વિન્યાસ…

વધુ વાંચો >

વિભેદન (Resolution)

વિભેદન (Resolution) (રસાયણશાસ્ત્ર) : રેસેમિક મિશ્રણને તેના બે ઘટક પ્રતિબિંબીઓ(enantiomers)માં અલગ પાડવાની પ્રવિધિ. પ્રકાશીય રીતે સક્રિય એવા એક સંયોજનને રેસેમિક રૂપમાં [બે પ્રતિબિંબીઓના સમઆણ્વીય (equimolecular) મિશ્રણમાં] ફેરવવાની વિધિને રેસેમીકરણ (racemisation) કહે છે. લુઈ પાશ્ર્ચરે (1948) ટાર્ટરિક ઍસિડનાં સોડિયમ-એમોનિયમ ક્ષારનાં સ્ફટિક-સ્વરૂપનો અભ્યાસ કરતાં શોધી કાઢેલું કે ટાર્ટરિક ઍસિડ દક્ષિણ-ભ્રમણીય (ધ્રુવીભૂત પ્રકાશનું…

વધુ વાંચો >

વિર્ટાનેન, આર્ટુરી ઇલ્મારી

વિર્ટાનેન, આર્ટુરી ઇલ્મારી (Virtanen, Artturi, Ilmari) [જ. 15 જાન્યુઆરી 1895, હેલ્સિન્કી (ફિનલૅન્ડ); અ. 11 નવેમ્બર 1973, હેલ્સિન્કી] : ફિનલૅન્ડના જાણીતા જૈવ-રસાયણજ્ઞ (biochemist) અને 1945ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનાં સંશોધનો પ્રોટીનસભર લીલા ઘાસચારાના ઉત્પાદન અને સંચયન (storage) અંગેનાં તથા તેને લાંબા, ઉગ્ર શિયાળામાં કેવી રીતે જાળવવો તેને લગતાં…

વધુ વાંચો >

વિલસ્ટાટર, રિચાર્ડ માર્ટિન

વિલસ્ટાટર, રિચાર્ડ માર્ટિન (Willstatter Richard Martin) (જ. 13 ઑગસ્ટ 1872, કાર્લ્સરૂહ, જર્મની; અ. 3 ઑગસ્ટ 1942, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : ક્લૉરોફિલની સંરચનાના શોધક, અને 1915ના નોબેલ પારિતોષિકના વિજેતા જર્મન કાર્બનિક રસાયણવિદ. તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતા જર્મની છોડી ન્યૂયૉર્કમાં કાપડની ફૅક્ટરી નાખવા ગયા અને આમ તેમનો ઉછેર માતા દ્વારા…

વધુ વાંચો >

વિલોપન-પ્રક્રિયા (elimination reaction)

વિલોપન–પ્રક્રિયા (elimination reaction) : કાર્બનિક અણુમાંથી નાના સમૂહને દૂર કરીને ચક્રીય પ્રણાલી અથવા દ્વિ- યા ત્રિ-બંધ ધરાવતી ગુણક-પ્રણાલી નિષ્પન્ન કરતી પ્રક્રિયા. તે એક કાર્બન-કાર્બન બંધ ધરાવતાં (સંતૃપ્ત) કાર્બનિક સંયોજનોને દ્વિ- અથવા ત્રિ-કાર્બન-કાર્બન બંધ ધરાવતાં (અસંતૃપ્ત) સંયોજનોમાં રૂપાંતરિત કરવા માટેની મુખ્ય પદ્ધતિ છે. આના ઉદાહરણમાં આલ્કોહૉલમાંથી ઑલેફિન, એસ્ટર અથવા આલ્કલી હેલાઇડમાંથી…

વધુ વાંચો >

વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર)

વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર) [જ. 14 જુલાઈ 1921, ટૉડમૉર્ડેન, (ઇંગ્લૅન્ડ); અ. 26 સપ્ટેમ્બર 1996, લંડન] : મેટલોસીન સંયોજનો અને સંક્રમણ (transition) સંકીર્ણોની સંરચના ઉપર મહત્વનું સંશોધન કરનાર બ્રિટિશ અકાર્બનિક રસાયણજ્ઞ. 1973ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજી, યુનિવર્સિટી ઑવ્ લંડન ખાતે અભ્યાસ કર્યા બાદ વિલ્કિન્સને…

વધુ વાંચો >

વિલ્કિન્સનનું ઉદ્દીપક (Wilkinson’s catalyst)

વિલ્કિન્સનનું ઉદ્દીપક (Wilkinson’s catalyst) : કાર્બનિક રસાયણમાં હાઇડ્રોજનીકરણ (hydrogenation) માટે ઉપયોગમાં લેવાતો રહોડિયમ સંકીર્ણનો બનેલો એક અગત્યનો સમાંગ (homogeneous) ઉદ્દીપક. રાસાયણિક નામ ક્લોરોટ્રિસ (ટ્રાઇફિનાઇલફૉસ્ફિન) રહોડિયમ અથવા ટ્રિસ (ટ્રાઇફિનાઇલફૉસ્ફિન) ક્લોરોરહોડિયમ (I). સૂત્ર Rh {P(C6H5)3}3Cl. 1965માં જ્યૉફ્રે વિલ્કિન્સને (1921-1996) તેની સૌપ્રથમ શોધ કરી હોવાથી તે આ નામે ઓળખાય છે. RhCl3(aq)નાં ઇથેનોલીય દ્રાવણોનું…

વધુ વાંચો >

વિલ્કિન્સ, મૉરિસ

વિલ્કિન્સ, મૉરિસ (જ. 15 ડિસેમ્બર 1916, પાગારોઆ, ન્યૂઝીલૅન્ડ) : બ્રિટિશ જૈવભૌતિક વિજ્ઞાની. આખું નામ મૉરિસ હ્યુજ ફ્રેડરિક વિલ્કિન્સ. તેમણે ડી.એન.એ.ના ક્ષ-કિરણ વિવર્તનના અભ્યાસ દ્વારા ડી.એન.એ.ના આણ્વિક બંધારણ (સંરચના) માટેનું મહત્વનું સંશોધન કરી આપ્યું. જેમ્સ વૉટસન તથા સ્વ. સર ફ્રાન્સિસ ક્રીક્ધો તેમના આ સંશોધને ડી.એન.એ.નું બંધારણ નક્કી કરવામાં ખૂબ ઉપયોગી મદદ…

વધુ વાંચો >