જ. પો. ત્રિવેદી
રાસાયણિક યુદ્ધ (chemical warfare)
રાસાયણિક યુદ્ધ (chemical warfare) : લશ્કરી હેતુઓ માટે પરંપરાગત શસ્ત્રો કે આયુધોને બદલે માનવી, પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર સીધી વિષાળુ કે હાનિકારક અસર નિપજાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોના ઉપયોગથી થતાં યુદ્ધો. આમાં આમ તો પ્રકોપન (irritation), બળતરા (દાહ, burning), શ્વાસાવરોધન (asphyxiation) અથવા ઝેરીકરણ (poisoning) દ્વારા મૃત્યુ નિપજાવતા, ભૂમિને પ્રદૂષિત…
વધુ વાંચો >રાસાયણિક સમીકરણ
રાસાયણિક સમીકરણ : રાસાયણિક પ્રક્રિયાને, તેમાં ભાગ લેતા તેમજ પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થતા પદાર્થોના કણો (પરમાણુઓ, અણુઓ, આયનો) માટે સંજ્ઞાઓ (symbols) અને સૂત્રો વાપરીને, દર્શાવવાની એક રીત. આવા સમીકરણમાં પ્રક્રિયા કરતા પદાર્થો (પ્રક્રિયકો) સામાન્ય રીતે ડાબી બાજુએ જ્યારે પ્રક્રિયા થયા બાદ ઉદભવતી નીપજોને જમણી બાજુએ દર્શાવવામાં આવે છે અને તેમને…
વધુ વાંચો >રાસાયણિક સંજ્ઞા (chemical symbol)
રાસાયણિક સંજ્ઞા (chemical symbol) : રાસાયણિક તત્વોને તેમનાં વૈજ્ઞાનિક નામો ઉપરથી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સંક્ષિપ્ત સંકેતલિપિ. રાસાયણિક સંજ્ઞાઓ માટે અક્ષરોનો સૌપ્રથમ ઉપયોગ સ્કૉટલૅન્ડના રસાયણવિદ્ ટૉમસ ટૉમ્સને 1801માં તેમના ‘મિનરલૉજી’ (mineralogy) નામના અધિકરણમાં કર્યો હતો. 1813માં જે. જે. બર્ઝેલિયસે તત્વોનાં લૅટિન નામો ઉપરથી રાસાયણિક સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.…
વધુ વાંચો >રાસાયણિક સંયોજન (chemical compound)
રાસાયણિક સંયોજન (chemical compound) : બે અથવા વધુ તત્વોના એકબીજા સાથે નિશ્ચિત (fixed) પ્રમાણમાંના સંયોગ(combination)થી ઉદભવતો પદાર્થ. સંયોજન બનવા સાથે રાસાયણિક પ્રક્રિયા સંકળાયેલી છે એટલે કે તેમાં ભાગ લેતા પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંરચનામાં ફેરફાર થાય છે. સંયોજનનું રાસાયણિક સૂત્ર (formula) તેમાં રહેલાં તત્વોના રૂપમાં તેનું સંઘટન દર્શાવે છે; દા.ત., પાણીનું…
વધુ વાંચો >રાસાયણિક સંશ્લેષણ
રાસાયણિક સંશ્લેષણ : સાદાં રાસાયણિક સંયોજનોમાંથી સંકીર્ણ સંયોજનો બનાવવાની પ્રવિધિ. આ એવી પ્રવિધિ છે, જેના દ્વારા રોજિંદી જરૂરિયાતો માટેના આવશ્યક પદાર્થો બનાવાય છે. આ શબ્દપ્રયોગ આમ તો બધાં જ રાસાયણિક સંયોજનોને લાગુ પડે છે; પરંતુ મહદ્અંશે તે કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે વપરાય છે. કુદરતમાં મળતા રાસાયણિક પદાર્થોના બંધારણ અંગે વધુ…
વધુ વાંચો >રાસાયણિક સંયોજન(combination)ના નિયમો
રાસાયણિક સંયોજન(combination)ના નિયમો : જ્યારે તત્વો રાસાયણિક રીતે સંયોજાય ત્યારે તેમનાં વજનોના (અથવા કદના) સાપેક્ષ પ્રમાણને લગતા નિયમો. નિયત પ્રમાણનો નિયમ (law of definite proportions) : કોઈ પણ સંયોજન ગમે તે રીત દ્વારા બનાવવામાં આવે તો પણ તેમાં રહેલાં તત્વોનું વજનમાં દર્શાવેલું પ્રમાણ નિયત રહે છે; દા.ત., પાણી કોઈ પણ…
વધુ વાંચો >રાસાયણિક સૂત્ર (chemical formula)
રાસાયણિક સૂત્ર (chemical formula) : રાસાયણિક સંયોજનનું સંઘટન [તેમાં હાજર રહેલાં તત્વો અને તેમનું પ્રમાણ (પરમાણુઓની સંખ્યા)] દર્શાવવાની વિવિધ રીતો પૈકીની એક. સંયોજન માટે વપરાતાં સૂત્રોનાં વિવિધ સ્વરૂપોમાં પ્રમાણસૂચક (empirical), આણ્વિક (molecular), બંધારણીય (structural) અને પ્રક્ષેપણ (projection) સૂત્રોને ગણાવી શકાય. તત્વનો અણુ એક કરતાં વધુ પરમાણુઓ ધરાવતો હોય તો તેના…
વધુ વાંચો >રિચર્ડ્ઝ, થિયોડૉર વિલિયમ (Richards, Theodore William)
રિચર્ડ્ઝ, થિયોડૉર વિલિયમ (Richards, Theodore William) (જ. 31 જાન્યુઆરી 1868, જર્મન ટાઉન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 2 એપ્રિલ 1928, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : માત્રાત્મક (quantitative) રાસાયણિક વિશ્લેષણ દ્વારા સાપેક્ષ પરમાણુભારના ચોક્કસ (accurate) નિર્ધારણ માટેના પ્રખ્યાત યુ.એસ. વૈશ્લેષિક રસાયણવિદ. 60 જેટલાં તત્વોના પરમાણુભાર અંગેના સંશોધન અને સમસ્થાનિકોના અસ્તિત્વ માટેના સૂચન બદલ તેમને…
વધુ વાંચો >રિડક્શન-ઑક્સિડેશન
રિડક્શન-ઑક્સિડેશન પરમાણુ અથવા પરમાણુસમૂહ સાથે સંલગ્ન ઇલેક્ટ્રૉનની સંખ્યામાં વધારો-ઘટાડો થતો હોય તેવી સમક્ષણિક (simultaneous) રાસાયણિક પ્રક્રિયાઓ પૈકીની એક. જો ઇલેક્ટ્રૉનની સંખ્યામાં વધારો થતો હોય તો રિડક્શન (અપચયન) અને જો ઘટાડો થતો હોય તો ઑક્સિડેશન (ઉપચયન) કહેવાય છે. બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોવાથી પ્રક્રિયા દરમિયાન એક પદાર્થનું ઑક્સિડેશન અને બીજાનું રિડક્શન…
વધુ વાંચો >રિસર્પીન (reserpine)
રિસર્પીન (reserpine) : રાઉવુલ્ફિયા સર્પેન્ટિના અથવા સર્પગંધા નામના એપોસાયનેસી વર્ગના ક્ષુપ(shrub)ના મૂળિયામાંથી મેળવાતું લોહીના ઊંચા દબાણમાં વપરાતું ઔષધ. તે એક આલ્કેલૉઇડ છે. રાઉવુલ્ફિયાની લગભગ 86 પ્રકારની જાતોમાં રિસર્પીન ઓછાવત્તા અંશે મળે છે, જેનો મુખ્ય સ્રોત ભારતમાંનો R. serpentina છે. ભારતીય ક્ષુપના મૂળિયામાં તેનું પ્રમાણ 0.05 %(જમ્મુ)થી 0.17 % (હલફાની) હોય…
વધુ વાંચો >