જ. દા. તલાટી

નિસ્યંદિત (distilled) પાણી

નિસ્યંદિત (distilled) પાણી : નિસ્યંદન દ્વારા જેમાંના ઓગળેલા ક્ષારો અને અન્ય સંયોજનો દૂર કરવામાં આવ્યાં હોય એવું શુદ્ધ પાણી. નિસ્યંદિત પાણી અતિશુદ્ધ પાણી છે. તે મેળવવા પ્રથમ આલ્કલાઇન પરમૅન્ગેનેટયુક્ત સાદા પાણીને નિસ્યંદિત કરવામાં આવે છે. પરમૅન્ગેનેટ પાણીમાંના કાર્બનિક દ્રવ્ય અને કાબૉર્નિક ઍસિડને દૂર કરે છે. આ રીતે મળેલા પાણીને સલ્ફ્યુરિક…

વધુ વાંચો >

નિ:સૃતિ (fugacity)

નિ:સૃતિ (fugacity) : વાયુઓ અને મિશ્રણો સાથે સંકળાયેલ પ્રક્રિયાઓમાં આંશિક (partial) દબાણને બદલે ઉપયોગમાં લેવાતો ઉષ્માગતિજ (thermodynamic) વિધેય (function). સંજ્ઞા f. લૅટિન શબ્દ ‘fugere’ (= to escape, to fly away) પરથી નિ:સૃતિ માટેનો અંગ્રેજી શબ્દ ‘fugactiy’ (= fleetness) પ્રયોજવામાં આવ્યો છે. વાસ્તવિક પ્રણાલીઓ માટે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ થઈ શકે તે માટે…

વધુ વાંચો >

નેફેલોમિતિ

નેફેલોમિતિ : વૈશ્લેષિક રસાયણમાં દ્રાવણનું ધૂંધળાપણું (cloudiness) અથવા આવિલતા (turbidity) માપવા માટે વપરાતી પ્રકાશમિતીય (photometric) પદ્ધતિ. દ્રાવણની આવિલતા તેમાં અવલંબિત બારીક કણોને લીધે હોય છે. જ્યારે આવા આવિલ દ્રાવણમાંથી પ્રકાશપુંજ (beam of light) પસાર કરવામાં આવે ત્યારે અવલંબનમાં રહેલા કણો દ્વારા પ્રકાશનું  વિખેરણ (scattering) અને અવશોષણ (absorption) થાય છે. આથી…

વધુ વાંચો >

નોબેલ પુરસ્કાર

નોબેલ પુરસ્કાર આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલ દ્વારા પ્રસ્થાપિત ફંડમાંથી ત્રણ સ્વીડિશ અને એક નૉર્વેજિયન એમ ચાર ચાર સંસ્થાઓ દ્વારા પ્રતિવર્ષ એનાયત થતા વિશ્વપ્રસિદ્ધ પાંચ (1969થી છ) પુરસ્કાર. અગ્રણી સ્વીડિશ શોધક અને સાહસિક ઉદ્યોગપતિ તરીકે નોબેલ ઘણું ધન કમાયા. તેમના અવસાન બાદ તેમના વસિયતનામા મુજબ તે સમયના લગભગ 90 લાખ અમેરિકી ડૉલરનું…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન વિવર્તન (neutron diffraction)

ન્યૂટ્રૉન વિવર્તન (neutron diffraction) : ઘન, પ્રવાહી અને વાયુ રૂપ પદાર્થોમાં રહેલા પરમાણુઓ દ્વારા ન્યૂટ્રૉન પુંજ(beam)ના પ્રકીર્ણન(વિખેરણ)(scattering)ને કારણે ઉદ્ભવતા વ્યતિકરણ (interference) સાથે સંકળાયેલી ઘટના. જેમ બહુલકો (polymers) અથવા બૃહદણુઓ(macromolecules)નાં દ્રાવણો દ્વારા થતા પ્રકાશના પ્રકીર્ણન વડે આવા અણુઓના આકાર સંબંધી માહિતી મળે છે, તેમ સ્ફટિકમાંથી X-કિરણો પસાર કરવામાં આવે ત્યારે થતા…

વધુ વાંચો >

પંડ્યા કાન્તિલાલ છગનલાલ

પંડ્યા, કાન્તિલાલ છગનલાલ (જ. 24 ઑગસ્ટ 1886, નડિયાદ; અ. 14 ઑક્ટોબર 1958, મુંબઈ) : સાહિત્યોપાસક અને વૈજ્ઞાનિક. પિતા છગનલાલ હરિલાલ પંડ્યા બાણભટ્ટકૃત ‘કાદંબરી’ના ભાષાંતરકર્તા હતા અને જૂનાગઢ રાજ્યના નાયબ દીવાન સુધી બઢતી પામ્યા હતા. માતા સમર્થલક્ષ્મી ગોવર્ધનરામ મા. ત્રિપાઠીનાં નાનાં બહેન હતાં. કાન્તિલાલે 1896 સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદ સરકારી ‘મિડલ…

વધુ વાંચો >

પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology)

પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology) : જીવો- (organisms)ના અંદરોઅંદરના, વિભિન્ન જીવો વચ્ચેના, તથા જીવો અને તેમના પર્યાવરણ (environment) વચ્ચેનાં સજીવ તેમજ નિર્જીવ પાસાંઓના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ. તેને પર્યાવરણીય જીવશાસ્ત્ર (environmental biology) પણ કહે છે. જીવો અને પર્યાવરણ સાથેના તેમના સંબંધ તરફ 19મા સૈકાના અંતભાગમાં વધુ ધ્યાન આકર્ષિત થયું. પ્રદૂષણ (pollution) અને ઔદ્યોગિક…

વધુ વાંચો >

pH મીટર

pH મીટર : દ્રાવણની હાઇડ્રોજન આયન(H+)-સાંદ્રતા (acidity) માપવા માટેનું સાધન. કોષનું વિદ્યુત-ચાલક બળ (electromotive force, e.m.f.) માપવા માટે પોટેન્શિયૉમીટર તરીકે પણ તે વાપરી શકાય છે. સાધનના ચંદા (dial) ઉપર pH અને મિ.વોલ્ટ બંને એકમો દર્શાવતા આંકા હોય છે. માપક્રમની પરાસ (range) pH મૂલ્યો માટે 0 થી 14 pH અને ઈ.એમ.એફ.…

વધુ વાંચો >

પૃથક્કારી પ્રવિધિઓ (separating processes)

પૃથક્કારી પ્રવિધિઓ (separating processes) : એક અથવા અનેક પ્રાવસ્થા(phases)વાળા મિશ્રણમાંના ઘટકોને યાંત્રિક અથવા રાસાયણિક રીતે વિભિન્ન ગુણધર્મો ધરાવતા અંશો(fractions)માં અલગ કરવા માટે ઉપયોગમાં     લેવાતી એકમ-સંક્રિયાઓ (unit-operations). આ રીતે છૂટા પડતા અંશો સમાંગ (homogeneous) અથવા વિષમાંગ (heterogeneous) હોઈ શકે છે. યાંત્રિક અલગન-પ્રવિધિઓ પ્રાવસ્થાની ઘનતાના, તરલતા- (fluidity)ના તથા કણોનાં કદ, આકાર અને…

વધુ વાંચો >

પ્રવાહી અવસ્થા

પ્રવાહી અવસ્થા : દ્રવ્યની ઘન અને વાયુ પ્રાવસ્થા (gas phase) વચ્ચેની અસ્ફટિકીય (non-crystalline, amorphous) અવસ્થા. શુદ્ધ પદાર્થની બાબતમાં તેના ગલનબિંદુથી ઊંચે અને ઉત્કલનબિંદુથી નીચેની ત્રિક બિંદુ (triple point) દબાણ અને ક્રાંતિક (critical) દબાણ વચ્ચેની અવસ્થાને પ્રવાહી અવસ્થા કહી શકાય. અણુઓની સંકેન્દ્રિતતાની ર્દષ્ટિએ પ્રવાહી વાયુ કરતાં વધુ પણ ઘન કરતાં ઓછું…

વધુ વાંચો >