જ. દા. તલાટી
ગોલ્ડ (સોનું)
ગોલ્ડ (સોનું) : આવર્તક કોષ્ટકના 11મા (અગાઉના IB) સમૂહમાં આવેલું ધાતુતત્વ. તે સંજ્ઞા Au, પરમાણુ ક્રમાંક 79 અને પરમાણુભાર 196.967 ધરાવતું તત્વ. તે ઘેરા પીળા રંગની, ચળકતી, નરમ, કીમતી ધાતુ છે. મુક્ત સ્થિતિમાં મળી આવતું હોવાને કારણે સોનું પુરાણકાળથી કલાત્મક નમૂના, પૂજા માટેનાં પાત્રો, આભૂષણો અને ચલણી સિક્કામાં વપરાતું આવ્યું…
વધુ વાંચો >ઘન-અવસ્થા (solid state)
ઘન-અવસ્થા (solid state) દ્રવ્યની વાયુ અને પ્રવાહી ઉપરાંતની ત્રીજી અવસ્થા. વાયુ કે પ્રવાહીમાંથી ઘન ઉત્પન્ન થાય ત્યારે પરમાણુઓ, અણુઓ કે આયનો જેવા ઘટક કણો પ્રમાણમાં ક્રમબદ્ધ ત્રિપરિમાણી રચના ધારણ કરે છે અને તેમની મુક્ત (free) ઊર્જામાં ઘટાડો થાય છે. ઊર્જામાં થતા આ ઘટાડાને સુશ્લિષ્ટ અથવા સુસંબદ્ધ (cohesive) શક્તિ કે ઊર્જા…
વધુ વાંચો >જલવિભાજન (hydrolysis)
જલવિભાજન (hydrolysis) : જેમાં પાણી એક ઘટક તરીકે ભાગ લેતું હોય તેવી રસાયણશાસ્ત્ર અને દેહક્રિયાવિજ્ઞાન(physiology)ની ર્દષ્ટિએ ઉપયોગી દ્વિવિઘટનની પ્રક્રિયા. દા.ત., સંયોજન BA માટે, BA + H2O = HA + BOH અકાર્બનિક રસાયણમાં જલવિભાજનની વધુ જાણીતી પ્રક્રિયાઓ બે પ્રકારની છે : (1) પ્રબળ ઍસિડ અને નિર્બળ બેઝના અને (2) નિર્બળ ઍસિડ…
વધુ વાંચો >જળવિદ્યા અને જળસ્રોતો
જળવિદ્યા અને જળસ્રોતો : પૃથ્વી ઉપરના પાણીના જીવનના સમગ્ર ઇતિહાસને આવરી લેતા વૈજ્ઞાનિક અભ્યાસનું ક્ષેત્ર. જળવિદ્યામાં જલાવરણ અને વાતાવરણમાંના પાણીની પ્રાપ્તિ, તેનું પરિવહન અને વિતરણ ઉપરાંત તેના ગુણધર્મો તથા પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ સાથેના તેના પારસ્પરિક સંબંધની ર્દષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે. જળસ્રોતોમાં ઘન, પ્રવાહી અને બાષ્પરૂપમાં મળતું પાણી; નદી,…
વધુ વાંચો >જાદુઈ સંખ્યાઓ
જાદુઈ સંખ્યાઓ : સ્થિર સંરચના અને બંધ કવચ(closed shell)વાળાં પરમાણુકેન્દ્રો(નાભિકો, nuclei)માં આવેલા ન્યુટ્રૉન અથવા પ્રોટૉનની સંખ્યા. પરમાણુના બહિ:કેન્દ્રીય ઇલેક્ટ્રૉનની સંખ્યા 2, 8, 18, 36, 54 અને 86 થાય ત્યારે તે પરમાણુ સ્થિરતા પ્રાપ્ત કરે છે, અને રાસાયણિક રીતે નિષ્ક્રિય બની જાય છે. દા.ત. હિલિયમ (2He), નિયોન (10Ne), આર્ગન (18Ar), ક્રિપ્ટોન…
વધુ વાંચો >જી-અવયવ (g-Factor)
જી-અવયવ (g-Factor) : વિઘૂર્ણ-ચુંબકીય ગુણોત્તર (gyromagnetic ratio) અથવા વર્ણપટદર્શકીય વિદારણ અવયવ (spectroscopic splitting factor) તરીકે ઓળખાતો અંક. તે એક પરિમાણવિહીન રાશિ છે. તેનું ચોક્કસ મૂલ્ય 2.002319 છે પણ સામાન્ય રીતે તે 2.00 લેવામાં આવે છે. પ્રોટૉનની માફક ઇલેક્ટ્રૉન પણ એક વીજભારિત કણ છે અને તે પોતાની ધરીની આસપાસ તેમજ કેન્દ્ર(nucleus)ની…
વધુ વાંચો >જીઓક, વિલિયમ ફ્રાંસિસ
જીઓક, વિલિયમ ફ્રાંસિસ (જ. 12 મે 1895, નાયગરા ફૉલ્સ, કૅનેડા; અ. 28 માર્ચ 1982, બર્કલી, યુ.એસ.) : નીચાં તાપમાનો કેળવવાની તકનીકના અગ્રણી અને 1949ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અમેરિકન રસાયણવિદ. મિશિગનની પબ્લિક ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ જીઓકે નાયગરા ફૉલ્સ કૉલેજિયેટ ઇન્સ્ટિટ્યૂટમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. તેમની ઇચ્છા ઇલેક્ટ્રિકલ…
વધુ વાંચો >જી(G) મૂલ્ય
જી(G) મૂલ્ય : વિકિરણ રાસાયણિક પ્રક્રિયાઓની ક્ષમતા (efficiency) અથવા ઉપલબ્ધિ(yield)ને દર્શાવતી સંખ્યા. વિકિરણ રસાયણમાં ઊંચી ઊર્જાવાળાં વિકિરણ વડે જે પ્રાથમિક ક્રિયાઓ થાય છે તેમાં દર 100 eV (ઇલેક્ટ્રૉન વોલ્ટ) ઊર્જાના શોષણથી ઉત્પન્ન થતી નીપજ(X)ના અથવા પ્રક્રિયા દરમિયાન રૂપાંતર પામતા પ્રક્રિયક(X)ના અણુઓની સંખ્યા. γ – વિકિરણનો ઉપયોગ કરીને તકનીકી ર્દષ્ટિએ શક્ય…
વધુ વાંચો >જેલ (gel)
જેલ (gel) : ઘણાં દ્રવરાગી (lyophilic) કલિલો (colloids) દ્વારા દ્રાવકને પોતાનામાં સમાવી લઈ ઉત્પન્ન કરાતી એક પ્રકારની ઘન અથવા અર્ધઘન જાલપથ (network) સંરચના. સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર વડે ન દેખી શકાય તેવી રીતે દ્રાવકમાં વિચ્છિન્ન થયેલા કણો ધરાવતો સુશ્લિષ્ટ (coherent) જથ્થો એમ પણ કહી શકાય. જેલ (gel) એ એક પ્રકારનાં એવાં…
વધુ વાંચો >