જ. દા. તલાટી

સલ્ફાઇડ (sulphide)

સલ્ફાઇડ (sulphide) : સલ્ફરનાં વધુ વિદ્યુત-ધનાત્મક (electropositive) તત્ત્વો સાથેનાં અકાર્બનિક સંયોજનો (દા.ત., સોડિયમ સલ્ફાઇડ) અથવા બે હાઇડ્રોકાર્બન સમૂહ સાથે જોડાયેલ S-સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. અધાતુ તત્ત્વો સાથેના સલ્ફરનાં સંયોજનો સહસંયોજક પ્રકારનાં હોય છે; દા.ત., હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S. ધાતુઓ S2 આયન ધરાવતા આયનિક સલ્ફાઇડ આપે છે. આમ તે H2Sનાં લવણો (salts)…

વધુ વાંચો >

સલ્ફ્યુરિલ ક્લોરાઇડ

સલ્ફ્યુરિલ ક્લોરાઇડ : કાર્બનિક સંશ્લેષણમાં એક અગત્યનો પ્રક્રિયક. તે ક્લૉરોસલ્ફ્યુરિક ઍસિડ, સલ્ફોનિલ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ક્લોરાઇડ, સલ્ફયુરિક ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફર (VI) ડાઇક્લોરાઇડ ડાયૉક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર SO2Cl2. ઉદ્દીપકની હાજરીમાં ક્લૉરોસલ્ફોનિક ઍસિડને ગરમ કરવાથી, અથવા સક્રિયકૃત (activated) કાર્બન અથવા ફેરિક ક્લોરાઇડ અથવા કપૂર જેવા ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) અને…

વધુ વાંચો >

સંકીર્ણ આયનો (complex ions)

સંકીર્ણ આયનો (complex ions) : ધનાયન કે કેટાયન (cation) તરીકે ઓળખાતા એકકેન્દ્રીય (central) ધાતુ-આયન અને હેલાઇડ કે સાયનાઇડ જેવા ઋણાયનો (anions) અથવા એમોનિયા કે પીરિડીન જેવા તટસ્થ અણુઓ (Ligand) વચ્ચે દાતા-સ્વીકારક (donor acceptor) પ્રકારની આંતરપ્રક્રિયાઓ(inter-actions)ને કારણે ઉદ્ભવતાં આયનો. આમ સંકીર્ણ આયન એ અલગ અસ્તિત્વ ધરાવી શકે તેવાં બે અથવા વધુ…

વધુ વાંચો >

સંગ્રાહક (સંચાયક) કોષ (storage cell)

સંગ્રાહક (સંચાયક) કોષ (storage cell) : વપરાશ બાદ જેમાંથી વિદ્યુત-ઊર્જા મળતી બંધ થઈ જાય (વીજવિભારણ, discharge) ત્યારે તેમાં વિરુદ્ધ દિશામાં એકદિશ વીજપ્રવાહ (direct current) પસાર કરી તેને પુન: વીજભારિત કરી શકાય તેવો વિદ્યુતકોષ. એક અથવા વધુ આવા એકમો ધરાવતા સમુચ્ચયને સામાન્ય રીતે બૅટરી કહેવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક…

વધુ વાંચો >

સંઘાત-સિદ્ધાંત (પ્રક્રિયા-દરનો) (collision theory of reaction rates)

સંઘાત–સિદ્ધાંત (પ્રક્રિયા–દરનો) (collision theory of reaction rates) : રાસાયણિક પ્રક્રિયાના દરની, ખાસ કરીને પ્રાથમિક (elementary) વાયુ-પ્રાવસ્થાકીય (gas phase) પ્રક્રિયાના દરને અણુઓ વચ્ચેના અસરકારક (effective) સંઘાત (collisions) સાથે સાંકળી લઈ, આગાહી કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત આર્હેનિયસ સમીકરણના ઉદ્ગમ (origin) માટેનું સૈદ્ધાંતિક માળખું પૂરું પાડે છે. સિદ્ધાંત એ અનુમાન પર આધારિત છે…

વધુ વાંચો >

સાયનાઇડ (cyanide)

સાયનાઇડ (cyanide) : CN સમૂહ ધરાવતાં સંયોજનો પૈકીનું એક. સાયનાઇડ, સાયનોજન વગેરે નામો લોહ(આયર્ન)ના ક્ષાર સાથે પ્રુશિયન બ્લૂ (Prussian blue) જેવા ઘેરા વાદળી (ભૂરા) રંગના વર્ણકો (pigments) ઉત્પન્ન કરવાના તેમના ગુણધર્મ સાથે સંકળાયેલા છે (ગ્રીક : cyanos = ઘેરો ભૂરો). અકાર્બનિક સાયનાઇડ સંયોજનો (દા.ત., પોટૅશિયમ સાયનાઇડ, KCN) જેવા ક્ષારોમાં આ…

વધુ વાંચો >

સિલિકન (Silicon)

સિલિકન (Silicon) : આવર્તક કોષ્ટકના 14મા (અગાઉના IV B) સમૂહનું રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Si, પૃથ્વીના પોપડામાં તે ઑક્સિજન (45.5 %) પછી સૌથી વધુ વિપુલતા (27.72 %) ધરાવતું તત્ત્વ છે. પૃથ્વીની સપાટી ઉપરના દર પાંચ પરમાણુઓમાં આ તત્ત્વોના ચાર પરમાણુઓ હોય છે. પૃથ્વીના કુલ દળનો 68.1 % હિસ્સો ધરાવતું પ્રાવરણ (mantle)…

વધુ વાંચો >

સિલ્વર નાઇટ્રેટ

સિલ્વર નાઇટ્રેટ : સિલ્વરનું સૌથી વધુ અગત્યનું સંયોજન અને રાસાયણિક પ્રક્રિયક. રાસાયણિક સૂત્ર : AgNO3. સિલ્વરને મંદ નાઇટ્રિક ઍસિડ(HNO3)માં ઓગાળી દ્રાવણને સંકેન્દ્રિત કરતાં સિલ્વર નાઇટ્રેટના સ્ફટિક મળે છે. 3Ag + 4HNO3 → 3AgNO3 + NO↑+ 2H2O જો સિલ્વરમાં તાંબા(કૉપર)ની અશુદ્ધિ હોય તો અવશેષને આછા રક્તતપ્ત (dull red-heat) તાપમાન સુધી ગરમ…

વધુ વાંચો >

સિંદૂર

સિંદૂર : સીસા(લેડ)નો ચળકતા લાલ રંગનો પાઉડરરૂપ ઑક્સાઇડ. તે રેડ લેડ, લેડ ટેટ્રૉક્સાઇડ, મિનિયમ (minium) તેમજ ડાઇલેડ (II) લેડ (IV) ઑક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. લિથાર્જ (litharge)[લેડ (II) ઑક્સાઇડ(PbO)]ને પરાવર્તની (reverberatory) ભઠ્ઠીમાં હવાના પ્રવાહમાં 450°થી 500° સે. તાપમાને ગરમ કરીને તે બનાવવામાં આવે છે. તેનો એક અસામાન્ય ગુણ એ છે…

વધુ વાંચો >

સીઝિયમ (Caesium)

સીઝિયમ (Caesium) : આવર્તક કોષ્ટકના પહેલા (અગાઉના IA) સમૂહમાં આવેલું રાસાયણિક ધાતુ-તત્ત્વ. સંજ્ઞા Cs. ક્રૂઝનેખ અને દુર્ખીમના ઝરામાંના ખનિજદ્રવ્યયુક્ત પાણીના બાષ્પીભવનથી મળતા અવશેષના વર્ણપટને તપાસતાં બુન્સેન અને કિરચોફે 1860માં તેને શોધી કાઢ્યું હતું. વર્ણપટમાંની સૌથી પ્રભાવી (prominent) રેખાના વાદળી રંગ માટેના લૅટિન શબ્દ caesius (sky blue) પરથી તેને આ નામ…

વધુ વાંચો >