જ્યોતીન્દ્ર ન. દેસાઈ
શનિ (ગ્રહ)
શનિ (ગ્રહ) : સૂર્ય આસપાસ ફરતા નવ ગ્રહોમાં સૂર્યથી દૂર જતાં છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ. કદની દૃષ્ટિએ સૌથી મોટા ગ્રહ ગુરુ કરતાં તે થોડોક જ નાનો છે. સૂર્યથી સરેરાશ 142.7 કરોડ કિમી. અંતરે રહેલો આ ગ્રહ સૂર્ય ફરતું તેનું એક પરિક્રમણ 29.46 વર્ષે પૂરું કરે છે. પૃથ્વી કરતાં લગભગ દસ…
વધુ વાંચો >શંકુ (Gnomon)
શંકુ (Gnomon) : મુખ્યત્વે સૂર્યનાં ખગોળીય અવલોકનો માટે ઘણા પુરાણા સમયથી વપરાતી એક રચના. સૂર્યઘડી દ્વારા સમયના માપન માટે પણ આ એક પાયાની રચના છે. આ પ્રકારનાં સાધન પ્રાચીન ભારત, બૅબિલોનિયા તેમજ ઇજિપ્તમાં વપરાતાં હતાં અને ગ્રીક લોકોએ ઈ. પૂ. 600ના અરસામાં બૅબિલોનિયન પ્રજા દ્વારા આનો ઉપયોગ કરવાની રીત અપનાવી.…
વધુ વાંચો >શાશ્વત તિથિપત્ર (perpetual calendar)
શાશ્વત તિથિપત્ર (perpetual calendar) : ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવું તિથિપત્ર. દર વર્ષે પ્રસિદ્ધ થતા નવાં તિથિપત્રોથી તો સૌ પરિચિત છે; પરંતુ જો એવું તિથિપત્ર રચી શકાય કે જે સૈકાઓ સુધી વાપરી શકાય તો તે ભારે અનુકૂળતા રહે. આ પ્રકારના તિથિપત્રની રચના યુ.એસ.ની સ્મિથ્સોનિયન સંસ્થાએ કરી છે…
વધુ વાંચો >શેપ્લી, હાર્લો (Harlow Shapley)
શેપ્લી, હાર્લો (Harlow Shapley) (જ. 1885; અ. 1972) : 20મી સદીના પૂર્વાર્ધના એક નામાંકિત ખગોળવિજ્ઞાની. પૃથ્વી પરથી દેખાતી ‘આકાશગંગા’નું વાસ્તવિક સ્વરૂપ નક્કી કરવામાં આ વૈજ્ઞાનિકનું પ્રદાન સીમાચિહ્નરૂપ બન્યું. તે એચ. એન. રસેલ નામના અન્ય નામાંકિત ખગોળવિજ્ઞાની-(‘Hertzsprung Russel’ આકૃતિના સર્જક)ના વિદ્યાર્થી હતા. વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દીની શરૂઆત માઉન્ટ વિલ્સન (કૅલિફૉર્નિયા, યુ.એસ.) ખાતેની …
વધુ વાંચો >સંક્રમણ (સંક્રાંતિ)
સંક્રમણ (સંક્રાંતિ) : સૂર્યનો કોઈ નિશ્ચિત રાશિમાં પ્રવેશ. જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય રીતે ‘સંક્રમણ’ શબ્દ સૂર્યના કોઈ નિશ્ચિત રાશિપ્રવેશના સંદર્ભમાં વપરાય છે; જેમ કે સૂર્ય જ્યારે મકરરાશિના વિસ્તારમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાંતિ થઈ ગણાય અને જ્યાં સુધી સૂર્ય મકરરાશિના વિસ્તારમાં હોય ત્યાં સુધી તે મકરસંક્રમણ કરતો કહેવાય. આકાશમાં ‘ક્રાંતિવૃત્ત’ એટલે કે રવિમાર્ગ(ecliptic circle)ના…
વધુ વાંચો >સંપાતબિંદુ (Equinox)
સંપાતબિંદુ (Equinox) : ક્રાંતિવૃત્ત અથવા અયનવૃત્ત (Ecliptic) અને ખગોલીય (આકાશી) વિષુવવૃત્ત જ્યાં છેદે તે બિંદુ. પૃથ્વી પોતાની ધરી પર 23 ક. – 56 મી.ના સમયગાળે એક ભ્રમણ કરે છે, અને સાથેસાથે સૂર્ય ફરતાં, લગભગ વર્તુળાકાર કક્ષામાં 365.25 દિવસના સમયગાળે કક્ષાભ્રમણ કરે છે; પરંતુ તેની ધરી ફરતાં ભ્રમણની અક્ષ કક્ષાભ્રમણના સમતલને…
વધુ વાંચો >સંવત્સર
સંવત્સર : તિથિપત્રનાં ક્રમિક વર્ષોની ગણતરી માટેની, કોઈ વિશિષ્ટ ઘટનાની સ્મૃતિમાં અપનાવાયેલી પદ્ધતિ; જેમ કે, (વિક્રમાદિત્યના હૂણ આક્રમકો સામેના યુદ્ધમાં વિજયની સ્મૃતિમાં શરૂ કરાયેલ) વિક્રમ સંવત, ઈસુ સંવત, હિજરી સંવત ઇત્યાદિ. ભારતીય જ્યોતિષમાં ‘સંવત્સર’નો ઉલ્લેખ વૈદિક સંહિતાઓમાં સૌપ્રથમ થયેલ જણાય છે. ઋગ્ અને યાજુષ્ જ્યોતિષ અનુસાર પાંચ સંવત્સરોના બનતા યુગનો…
વધુ વાંચો >સંશોધન-ઉપકરણન (Research Instrumentation)
સંશોધન–ઉપકરણન (Research Instrumentation) : વૈજ્ઞાનિક સંશોધન દરમિયાન તેને લગતું ઉપકરણોનું સમગ્ર તંત્ર. સામાન્ય રીતે મૂળભૂત વૈજ્ઞાનિક સંશોધનના ત્રણ તબક્કાઓ હોય છે. પ્રથમ તબક્કામાં ઘટનાઓના નિરીક્ષણ દ્વારા, ઘટના સર્જાવા પાછળ પ્રવર્તતા કોઈ વ્યાપક સિદ્ધાંતનું અનુમાન આવે. બીજા તબક્કામાં, જો અનુમાનિત સિદ્ધાંત સાચો હોય તો તે અનુસાર જે અન્ય ઘટનાઓ પણ સર્જાતી…
વધુ વાંચો >સાન્ધ્ય રેખા (Twilight Ray)
સાન્ધ્ય રેખા (Twilight Ray) : સૂર્યાસ્ત પછી સૂર્ય ક્ષિતિજની નીચે જતાં, પૃથ્વીની સપાટીનો પડછાયો ભૂમિની સપાટીની ઉપર વાતાવરણના વિસ્તારમાં પડે અને આ પડછાયો વાતાવરણને બે અલગ વિસ્તારમાં વહેંચી નાખે તેવા એક પડછાયાની ઉપરનો સૂર્યનાં કિરણો વડે પ્રકાશિત વિસ્તાર અને બીજો તેની નીચેનો અપ્રકાશિત વિસ્તાર. આ બે વિસ્તારોને અલગ કરતું સ્તર…
વધુ વાંચો >સાયન્ટિફિક અમેરિકન (માસિક)
સાયન્ટિફિક અમેરિકન (માસિક) : ન્યૂયૉર્ક(US)થી પ્રકાશિત થતું એક વિજ્ઞાનવિષયક માસિક. સ્થાપના ઈ.સ. 1845માં થઈ હતી. વિજ્ઞાનજગતમાં ઘણા ખ્યાતનામ બનેલ આ માસિકનું હવે તો વિશ્વના ઘણા દેશોમાં સમાંતર પ્રકાશન થાય છે. ભારતમાંથી તેનું પ્રકાશન જૂન, 2005થી Living Media India Ltd. દ્વારા શરૂ કરાયેલ છે. આમ વિજ્ઞાનજગત માટે અત્યંત ઉપયોગી એવું આ…
વધુ વાંચો >