જ્યોતીન્દ્ર ન. દેસાઈ
સ્વયંસંચાલિત ચિત્રપ્રેષણ (Automatic Picture Transmission)
સ્વયંસંચાલિત ચિત્રપ્રેષણ (Automatic Picture Transmission) : ઉપગ્રહમાં રખાયેલ ઉપકરણો દ્વારા લેવાતાં, પૃથ્વીનાં અવલોકનોનાં ચિત્રોને ઉપગ્રહમાં જ રખાયેલ તંત્ર દ્વારા સંગૃહીત કરીને યોગ્ય સમયે યોગ્ય ભૂમિમથકો પર એકસાથે મોકલવાની પ્રણાલી. પૃથ્વીની સપાટી પરનાં વાદળોનાં આવરણોના અભ્યાસ માટે છોડવામાં આવેલ TIROS (Television and Infrared Observation Satellite) શ્રેણીના ઉપગ્રહોમાંના, 1969માં મોકલાયેલ TIROS–8 ઉપગ્રહમાં…
વધુ વાંચો >હબલ એડવિન પોવેલ (Hubble Edwin Powell)
હબલ, એડવિન પોવેલ (Hubble, Edwin Powell) [જ. 1889, મિસૂરી (યુ.એસ.); અ. 1953] : વીસમી સદીના પૂર્વાર્ધના વિખ્યાત ખગોળવિજ્ઞાની. વિશ્વના સૌપ્રથમ, પૃથ્વીના વાતાવરણની બહારથી પ્રકાશી અને ઇન્ફ્રારેડ વિસ્તારમાં ખગોળીય અવલોકનો માટે પૃથ્વી ફરતી ભ્રમણકક્ષામાં મુકાયેલ મોટા અવકાશી ટેલિસ્કોપને આ મહાન ખગોળવિજ્ઞાનીની સ્મૃતિ અર્થે ‘હબલ સ્પેસ ટેલિસ્કોપ’ નામ અપાયું છે. એડવિન પોવેલ,…
વધુ વાંચો >હબલનો અચળાંક (Hubble constant)
હબલનો અચળાંક (Hubble constant) : બ્રહ્માંડના વિસ્તરણની ઝડપ સાથે સંકળાયેલો અચળાંક. 1929માં હબલે, ‘હબલના નિયમ’ (Hubble law) તરીકે પ્રસિદ્ધ થયેલ તેનો નિયમ તારવ્યો. જે અનુસાર બાહ્ય તારાવિશ્વો (external galaxies) આપણા તારાવિશ્વ ‘આકાશગંગા’ સંદર્ભે તેમના અંતરના સમપ્રમાણમાં જણાતા વેગથી દૂર જઈ રહ્યાં છે. બ્રહ્માંડમાં આકાશગંગાનું સ્થાન કંઈ વિશિષ્ટ નથી, એટલે ઉપર્યુક્ત…
વધુ વાંચો >હરબિગ-હૅરો પદાર્થ (Herbig-Haro objects)
હરબિગ-હૅરો પદાર્થ (Herbig-Haro objects) : એક પ્રકારના વિશિષ્ટ અને નાના વાયુવાદળ જેવા જણાતા પદાર્થ. આ પ્રકારના પદાર્થો, જે વિસ્તારમાં નવા તારાઓ સર્જાઈ રહ્યા હોય (જેમ કે, મૃગશીર્ષ તારામંડળની પ્રખ્યાત નિહારિકા) ત્યાં જણાય છે. આ જ તારામંડળમાં આવેલ એક અન્ય નિહારિકા(Nebula 1999)ની 1946–47માં લેવાયેલ તસવીરોમાં જ્યૉર્જ હરબિગ (George Herbig) અને ગાઇલામેરો…
વધુ વાંચો >હવામાનનાં પરિવર્તનો અને તેને અસર કરતા ઘટકો
હવામાનનાં પરિવર્તનો અને તેને અસર કરતા ઘટકો : હવામાનનાં પરિવર્તનો અને તેને અસર કરતા ઘટકોનો અભ્યાસ. પૃથ્વીનું સર્જન તો સૂર્ય તેમજ સૌરમંડળના અન્ય ગ્રહોની સાથે સાથે જ સાડાચાર અબજ વર્ષો પૂર્વે થયું. સર્જન બાદ 70થી 80 કરોડ વર્ષ જેવા સમયગાળા માટે એની સપાટી બંધાતી અને તૂટતી રહી. આ સમય નવસર્જિત…
વધુ વાંચો >હવામાનનું માપન તથા હવામાનની આગાહી
હવામાનનું માપન તથા હવામાનની આગાહી હવામાન : વાતાવરણના જુદા જુદા ઘટકોની રોજબરોજની સ્થિતિ. પૃથ્વીનું વાતાવરણ તેના ભૌતિકી સ્વરૂપ અનુસાર પાંચ સ્તરોમાં વહેંચી શકાય. સૌથી નીચેનું સ્તર તે વિષમતાપમંડળ (ટ્રૉપોસ્ફિયર, troposphere). આ સ્તર પૃથ્વીની સપાટીથી શરૂ કરીને લગભગ 18 કિમી.ની ઊંચાઈ સુધી આવેલું છે. આપણે જેને હવામાન તરીકે અનુભવીએ છીએ તે…
વધુ વાંચો >હવાવેગ-નિર્દેશક (anemometer)
હવાવેગ-નિર્દેશક (anemometer) : પવનની ઝડપ અને દિશા દર્શાવતું યંત્ર. ‘પવન’ માટેના ગ્રીક શબ્દ ‘anemos’ પરથી આ સાધન માટેનો અંગ્રેજી શબ્દ anemometer આવ્યો છે. આમ તો અનેક પ્રકારનાં હવાવેગમાપકો વિકસાવાયેલ છે; પરંતુ તેમાંનાં મોટા ભાગનાં તો વિશિષ્ટ સંયોગોમાં વાયુપ્રવાહ માપવા માટે જ વપરાય છે. ઋતુવિજ્ઞાન સંબંધિત અવલોકનો લેતી વેધશાળા(meteorological observatory)માં તો…
વધુ વાંચો >હાર્વર્ડ વર્ગીકરણ-પદ્ધતિ
હાર્વર્ડ વર્ગીકરણ-પદ્ધતિ : તારાઓને, તેમના પ્રકાશના વર્ણપટમાં જણાતી ફ્રૉનહૉફર (Fraunhofer) શોષણરેખાઓના આધારે વિવિધ વર્ગોમાં વહેંચવાની પદ્ધતિ. આ વર્ગીકરણ-પદ્ધતિનો વિકાસ હાર્વર્ડ યુનિવર્સિટીની વેધશાળા ખાતે, પિકરિંગ (Pickering) નામના ભૌતિકવિજ્ઞાની, જેઓ 1877માં વેધશાળાના નિયામક હતા, તેમની રાહબરી નીચે થયો. તારાઓના વર્ણપટનો પ્રકાર મુખ્યત્વે તો તેમની સપાટીના તાપમાન પર જ આધાર રાખે છે; એટલે…
વધુ વાંચો >હેડલી કોશ (Hadley cell)
હેડલી કોશ (Hadley cell) : પૃથ્વીના વાતાવરણમાં, મધ્ય-અક્ષાંશો(30° ઉ. અને દ.)ના વિસ્તારો અને વિષુવવૃત્તના વિસ્તાર વચ્ચે સર્જાતો એક વિસ્તૃત વાયુપ્રવાહોનો કોશ. આ કોશમાં પૃથ્વીની સપાટી પરના વાતાવરણમાં સામાન્ય વાયુપ્રવાહની દિશા મધ્ય અક્ષાંશો તરફથી વિષુવવૃત્ત તરફ હોય છે. (આ સામાન્ય પવનોનો પ્રવાહ ભૂગોળમાં વેપારી વાયુઓ trade winds નામે ઓળખાય છે.) વિષુવવૃત્તના…
વધુ વાંચો >હ્યુવીસ એન્ટની
હ્યુવીસ, એન્ટની [Antony Hewish] (જ. 11 મે, 1924, યુ.કે.) : પલ્સાર (pulsar) તરીકે ઓળખાતા ખગોળીય પદાર્થોના શોધક. 1967માં થયેલ આ શોધ માટે તેમને 1974નું ભૌતિકવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. એન્ટની હ્યુવીસ આ પ્રકારના ખગોળીય પદાર્થો દ્વારા ઉત્સર્જિત રેડિયો વિકિરણો પૃથ્વી ઉપર સ્પંદ સ્વરૂપે ઝિલાય છે, અને તેના ક્રમિક…
વધુ વાંચો >