જિગીશ દેરાસરી
લાલા શ્રીરામ
લાલા શ્રીરામ (જ. એપ્રિલ 1884; અ. જાન્યુઆરી 1963) : અગ્રણી ઉદ્યોગસાહસિક અને કુશળ વહીવટકર્તા. તેમના કાકા ગિરધરલાલની વિધવાને શૈશવકાળથી જ દત્તક આપવામાં આવ્યા હતા. પરિણામે પિતા મદનમોહનને શ્રીરામના ઉછેરમાં રસ ઓછો થઈ ગયો હતો. મૅટ્રિકની પરીક્ષા સામાન્ય ગુણવત્તા સાથે પસાર કરી 16 વર્ષની વયે એક કાપડિયાને ત્યાં કામે જોડાયા હતા.…
વધુ વાંચો >વિકાસ બૅંકો
વિકાસ બૅંકો : આર્થિક વિકાસ માટે સહાયરૂપ બનતી બૅંકો. વિકાસ બૅંક અવિકસિત મૂડીબજાર તેમજ વ્યાપારી બૅંકોનું લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડવાના આશયથી અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. તેનું કાર્ય મુખ્યત્વે નાણાકીય અછતને અનુરૂપ સહાય પૂરી પાડવાનું છે. આ ઉપરાંત તે તકનીકી સહાય તેમજ વિકાસ માટે તજ્જ્ઞો દ્વારા સલાહની પણ વ્યવસ્થા ગોઠવી આપે…
વધુ વાંચો >શાહ, મનુભાઈ મનસુખલાલ
શાહ, મનુભાઈ મનસુખલાલ (જ. 1 નવેમ્બર 1915, સુરેન્દ્રનગર; અ. 28 ડિસેમ્બર 2000, ન્યૂ દિલ્હી) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની, દેશના ઉદ્યોગ-વિકાસના પ્રણેતા અને દૂરંદેશી રાજપુરુષ. પિતા મનસુખલાલ. માતા ઇચ્છાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ ઇંગ્લિશ નિશાળમાં લીધું હતું. કાયમ અવ્વલ નંબર રાખતા. મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી(UDTC)માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણ-શાસ્ત્રના…
વધુ વાંચો >સલામતી અને સલામતી ઉદ્યોગ
સલામતી અને સલામતી ઉદ્યોગ : માનવીને ઈજા પહોંચાડતા અકસ્માતોને નિવારવા માટેનાં સાધનો કે ઉપકરણોનું આયોજન. તેનું કાર્યક્ષેત્ર કારખાનાં, દફતરો, દુકાનો, બાંધકામો, જાહેર સ્થળો, ખનન, ખેતી, પરિવહન, રસ્તા, ગૃહ વગેરે સ્થળોએ માનવીને આરક્ષણ પૂરું પાડવાનું છે. આદિકાળથી માનવી પર્યાવરણ, પશુઓ વગેરેથી પોતાની જાતનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. સંસ્કૃતિના વિકાસ…
વધુ વાંચો >સિમેન્ટ અને સિમેન્ટ-ઉદ્યોગ
સિમેન્ટ અને સિમેન્ટ–ઉદ્યોગ સિમેન્ટ ચણતરકામમાં ઈંટો, પથ્થર કે કપચીના બંધક તરીકે બહોળા પ્રમાણમાં વપરાતો પદાર્થ. 1824માં એક અંગ્રેજ કડિયાએ જલીય ચૂના તરીકે સિમેન્ટની શોધ માટી અને ચૂનાનું મિશ્રણ કરીને કરી હતી. સિમેન્ટની બનાવટમાં કૅલ્કેરિયસ (ચૂનામય) અને આર્જિલેસીય (માટીમય) જેવા કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂનાના માલ તરીકે સિમેન્ટ-પથ્થર, ચૂનાનો…
વધુ વાંચો >સુંદરજી સોદાગર
સુંદરજી સોદાગર (જ. 1764, ગુંદિયાળી, કચ્છ; અ. 1822, માંડવી, કચ્છ) : બાહોશ, સાહસિક અને દાનવીર વેપારી. શિવજી હીરજી બ્રહ્મક્ષત્રિયના ખેતી અને રંગાટીકામ પર નિર્ભર સાધારણ કુટુંબમાં સુંદરજી ચાર ભાઈઓમાં બીજા ક્રમે આવતા. સુંદરજી નાનપણમાં ટટ્ટુ પર સવાર થઈ ઘેટાં ચારવા જતા હતા. તે દરમિયાન ઘોડા વિશે તેમણે ઊંડી જાણકારી પ્રાપ્ત…
વધુ વાંચો >હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ
હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ જમરૂખ આકારનો ઓપ આપેલો હીરો અદભુત રત્ન. આભૂષણોના ઉપયોગમાં લેવાતા કુદરતી સ્ફટિકો. પ્રાગ્-ઐતિહાસિક તેમજ મધ્ય ઐતિહાસિક કાળમાં ભારત, શ્રીલંકા અને બૉર્નિયો જ માત્ર એવા દેશો હતા, જ્યાંથી હીરા મળી શકતા હતા. તેનાં પ્રાપ્તિસ્થાનો (સ્રોત) નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો હતાં. આ અંગેનો પુરાવો પ્લિની(ઈ. સ. 23-79)નાં લખાણોમાંથી મળી…
વધુ વાંચો >