જિગીશ દેરાસરી
મહેતા, રોહિત ચીનુભાઈ
મહેતા, રોહિત ચીનુભાઈ (જ. 26 ઑગસ્ટ 1930, અમદાવાદ) : અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક. માતા વિમળાબહેન. 1946માં મૅટ્રિક અને 1950માં મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા. 1956માં અમેરિકાની બ્હાન્સન કું. સાથે તકનીકી સહયોગ કરીને ઔદ્યોગિક વાતાનુકૂલનનાં ઉપકરણો બનાવવા માટે ઇન્ડસ્ટ્રિયલ મશીનરી મૅન્યુફૅક્ચરિંગ કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ કૉર્ન…
વધુ વાંચો >માધવાણી, મનુભાઈ
માધવાણી, મનુભાઈ (જ. 15 માર્ચ 1930, જિંજા, યુગાન્ડા ) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભારતમાં લીધું હતું. 1949માં યુગાન્ડા પાછા ફરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા. તેમનું કાર્યક્ષેત્ર ખાંડ, ચા, કપાસ અને જિનિંગના ઉદ્યોગો અને વ્યાપાર હતું. મનુભાઈએ તેમાં સમયાંતરે લોખંડ, પ્લાસ્ટિક, કાચ, સાબુ, દીવાસળી અને પૅકેજિંગના…
વધુ વાંચો >માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ
માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ (Management Information System) : સંચાલકોને વ્યૂહરચના, યોજના, કામગીરી અને અંકુશ અંગે સક્રિય નિર્ણયો લેવા માટે આવશ્યક, ઔપચારિક અને સમયસર માહિતી પૂરી પાડતું, મુખ્યત્વે કમ્પ્યૂટર-આધારિત તંત્ર. વ્યાપાર કે સંગઠનના સંચાલકો નિર્ણયો લેવા માટે આવશ્યક માહિતી મુખ્યત્વે આંતરિક સ્રોતો (ખરીદ, વેચાણ, પુરવઠો, નફો વગેરે) દ્વારા અને બહારની માહિતી મૌખિક વાતચીત…
વધુ વાંચો >મૂળચંદ આશારામ
મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો…
વધુ વાંચો >મેહદી નવાજ જંગ
મેહદી નવાજ જંગ (જ. 14 મે 1894, હૈદરાબાદ; અ. 28 જૂન 1967, હૈદરાબાદ) : ગુજરાતના પ્રથમ રાજ્યપાલ, અરબી-ફારસીના વિદ્વાન તથા હૈદરાબાદના નિઝામ પરિવારના સભ્ય. પિતા સૈયદ અબ્બાસસાહેબ. ત્રણ સો વર્ષ પૂર્વે ઈરાનથી દિલ્હી આવી વસેલા ખાનદાન અને ખમીરવંતા કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી.…
વધુ વાંચો >મોદી, ગુજરમલ મુલ્તાનીમલ
મોદી, ગુજરમલ મુલ્તાનીમલ (જ. ઑગસ્ટ 1902, પતિયાળા; અ. 22 જાન્યુઆરી 1976, મુંબઈ) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. ખાનગી ટ્યૂશનો દ્વારા નાનપણમાં ખપ પૂરતું ભણતર લઈને કુમળી વયે પિતા સાથે વ્યાપારમાં જોડાઈ ગયા. થોડા સમય માટે અનુભવ લઈ મોદી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના કરી અને તેનું ચૅરમૅનપદ સંભાળ્યું. મોદી ગ્રૂપ ઑવ્…
વધુ વાંચો >મોરારજી ગોકુળદાસ
મોરારજી ગોકુળદાસ (જ. 29 ઑક્ટોબર 1834, મુંબઈ; અ. 16 ઑક્ટોબર 1880, મુંબઈ) : પ્રતિષ્ઠિત વ્યાપારી અને સ્વદેશાભિમાની ઉદ્યોગપતિ. માતાનું નામ સુંદરબા. ખાનગી ટ્યૂશનો દ્વારા બાળપણમાં ખપ પૂરતું ભણતર લીધું. પિતાનું નાનપણમાં જ અવસાન થવાથી કાકાઓ સાથે પેઢીમાં પગારથી જોડાયા, જેમાં પાછળથી તેમને ભાગીદાર થવાનો પણ લાભ મળ્યો. ત્યાં થોડાક સમય…
વધુ વાંચો >યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા
યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા : ભારતમાં જાહેર ક્ષેત્રનું અગ્રણી પારસ્પરિક નાણાભંડોળ (mutual fund). સ્થાપના 1964. તેનું ધ્યેય અલ્પ બચત કરનારા રોકાણકારોને રોકાણોની વિવિધતા ઉપરાંત સુરક્ષા પ્રદાન કરવાનું છે. તેનું સંચાલન વ્યાવસાયિક ધોરણે કરી, સાથોસાથ રોકાણકારોને પ્રવાહિતાની સવલત પૂરી પાડી મહત્તમ વળતર મેળવી આપવાનું પણ તેનું ધ્યેય રહ્યું છે. ટ્રસ્ટ તેના…
વધુ વાંચો >રણછોડલાલ છોટાલાલ
રણછોડલાલ છોટાલાલ (જ. 23 એપ્રિલ 1823, અમદાવાદ; અ. 26 ઑક્ટોબર 1898, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવક અને દાનવીર. ગામઠી શાળામાં ભણતરનો પ્રારંભ કર્યો. દશ વર્ષની ઉંમરે ફારસી અને ચૌદ વર્ષની ઉંમરે અંગ્રેજીના અભ્યાસની શરૂઆત કરી. 1843માં 20 વર્ષની વયે કસ્ટમખાતામાં કારકુન તરીકે જોડાયા. ખંત અને આવડત બતાવી સમયાન્તરે 1851માં…
વધુ વાંચો >રબર-ઉદ્યોગ
રબર-ઉદ્યોગ : રબર બનાવવાનો ઉદ્યોગ. રબર કુદરતી અને સંશ્લેષિત બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. વિવિધ વસ્તુઓનું આવશ્યક ગુણવત્તાઓ અનુસાર ઉત્પાદન કરવા માટે તેમાં ગંધક, પ્રવેગક, વર્ણકો, પ્રતિઉપચારકો, પુન:પ્રાપ્ત રબર, પૂરકો વગેરે સંઘટકો ઉમેરવામાં આવે છે. સત્તરમી સદીમાં યુરોપિયન પ્રવાસી સંશોધકોએ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ઇન્ડિયનોને રબરના ઝાડના રસમાંથી બનાવેલ સફેદ જલપ્રતિરોધક…
વધુ વાંચો >