જાહ્નવી ભટ્ટ

રંગીતીકી નદી

રંગીતીકી નદી : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 40° 18´ દ. અ. અને 175° 14´ પૂ. રે. . તે કૈમાનાવા પર્વતોમાંના પૂર્વ ઢોળાવોમાંથી નીકળે છે, તે દક્ષિણ તરફ 240 કિમી.ના અંતર સુધી વહે છે અને વાગાનુઈથી દક્ષિણે 40 કિમી.ના અંતરે તસ્માન સમુદ્રના તારાનાકી ઉપસાગરમાં ઠલવાય…

વધુ વાંચો >

રંગૂન (નદી)

રંગૂન (નદી) : દક્ષિણ મ્યાનમારમાં પાટનગર રંગૂન ખાતે આવેલી દરિયાઈ નાળ (marine estuary). આ નાળ પેગુ અને મીતમાકા નદીઓના સંગમથી બને છે. આ નાળનાં પાણી રંગૂનથી 40 કિમી. અગ્નિ તરફ આંદામાન સમુદ્રના મર્તબાન અખાતમાં ઠલવાય છે. પશ્ચિમ તરફ ઇરાવદી નદી સાથે ત્વાન્તે નહેર (1883માં તે સર્વપ્રથમ ખોદવામાં આવેલી) મારફતે તેને…

વધુ વાંચો >

રંગૂન (યાન્ગોન)

રંગૂન (યાન્ગોન) : મ્યાનમારનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 16° 45´ ઉ. અ. અને 96° 07´ પૂ. રે. દેશનું તે મુખ્ય બંદર તેમજ ઔદ્યોગિક મથક પણ છે. તે દેશના દક્ષિણ ભાગમાં રંગૂન નદીના બંને કાંઠા પર વસેલું છે અને હિન્દી મહાસાગરના ફાંટારૂપ મર્તબાનના અખાતની ઉત્તરે 32 કિમી.ને…

વધુ વાંચો >

રાઇસવાઇક (Rijswijk)

રાઇસવાઇક (Rijswijk) : હેગના અગ્નિભાગમાં આવેલું, પશ્ચિમ નેધરલૅન્ડ્ઝના ઝુઇદ હોલૅન્ડ પ્રાંતનું શહેર. ભૌગોલિક સ્થાન : 52° 04´ ઉ. અ. અને 4° 20´ પૂ. રે. આ શહેર માત્ર નિવાસી સ્થળ હોવા ઉપરાંત ત્યાં પ્રયોગશાળાઓ, ફળોની હરાજીનું બજાર તથા આજુબાજુ તેલના કૂવા આવેલાં છે. ઉપેનબર્ગનું હવાઈ મથક પણ અહીં નજીકમાં જ છે.…

વધુ વાંચો >

રાકૈયા (નદી)

રાકૈયા (નદી) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 43° 56´ દ. અ. અને 172° 13´ પૂ. રે. તે દક્ષિણ આલ્પ્સમાંથી વ્હીટકૉમ્બે ઘાટ નજીકની લાયલ અને રામસે હિમનદીઓમાંથી નીકળે છે. ત્યાંથી પ્રથમ તે પૂર્વ તરફ અને પછીથી અગ્નિ તરફ આશરે 145 કિમી. અંતર સુધી વહીને બૅંક્સ…

વધુ વાંચો >

રાજગિરિ ટેકરીઓ

રાજગિરિ ટેકરીઓ : બિહારના નાલંદા જિલ્લાના દક્ષિણ ભાગમાં નાલંદા-નવાડા-ગયા સરહદ પર આવેલો પહાડી ભૂપૃષ્ઠ ધરાવતો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 00 ઉ. અ. અને 85° 15´ પૂ. રે.. અહીંની ટેકરીઓ બે સમાંતર ડુંગરધારોમાં વહેંચાયેલી છે અને વચ્ચે સાંકડો ખીણપ્રદેશ છે. આ ટેકરીઓ 388 મીટરની ઊંચાઈ ધરાવે છે. રાજગિરિ (જૂનું…

વધુ વાંચો >

રાજમહાલ

રાજમહાલ : ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લામાં (જૂના સાંતાલ પરગણા વિસ્તારમાં) આવેલું ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 02´ ઉ. અ. અને 87° 50´ પૂ. રે.. તે દુમકા જિલ્લામાં ઉત્તર તરફ સાહેબગંજની દક્ષિણે, પશ્ચિમ બંગાળની સરહદ નજીક ઇંગ્લિશ બજારથી પશ્ચિમે તથા ગંગા નદીની પશ્ચિમ તરફ રાજમહાલની ટેકરીઓમાં આવેલું…

વધુ વાંચો >

રાજમુંદ્રી

રાજમુંદ્રી : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાનું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 0´ ઉ. અ. અને 81° 50´ પૂ. રે. તે ગોદાવરી નદીના મુખ પરના ત્રિકોણપ્રદેશના મથાળે આવેલું છે, તેમજ ચેન્નાઈ-હાવરા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે. તે તાલુકાનું તેમજ મહેસૂલી વિભાગનું મુખ્ય મથક પણ છે. વળી તે રેલ ઉપરાંત સડક અને…

વધુ વાંચો >

રામુ (નદી)

રામુ (નદી) : પાપુઆ ન્યૂ ગિનીમાં આવેલી લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક નદી. જૂનું નામ ઓત્તિલિયેન. ભૌગોલિક સ્થાન : 5° 00´ દ. અ. અને 144° 40´ પૂ. રે.. તે ક્રાત્કે હારમાળાના અગ્નિભાગમાંથી નીકળે છે. મધ્ય થાળામાં થઈને વાયવ્ય તરફ વહે છે. તે દરમિયાન તેને ઘણાં નાનાં નદીનાળાં મળે છે. બિસ્માર્ક…

વધુ વાંચો >

રાયસેન

રાયસેન : મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 10´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે. આજુબાજુનો 8,466 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વિદિશા, ઈશાન અને પૂર્વમાં સાગર, અગ્નિમાં નરસિંહપુર, દક્ષિણમાં હોશંગાબાદ અને સિહોર તથા પશ્ચિમે સિહોર અને…

વધુ વાંચો >