જયન્ત પ્રે. ઠાકર
પ્રાકૃતાનુશાસન
પ્રાકૃતાનુશાસન : એ નામનું પ્રાકૃત વ્યાકરણ. તેના લેખક બારમા શતકના બંગાળી પુરુષોત્તમ દેવ. બે વાર પ્રકાશિત : (1) શ્રીમતી એલ. નિત્તી ડૌલ્ચી દ્વારા સંપાદિત, પૅરિસ, 1938. ફ્રેંચ ભૂમિકામાં તેની તુલનાત્મક છણાવટ સારી રીતે થઈ છે. (2) મનમોહન ઘોષ દ્વારા સંપાદિત રામશર્માકૃત ‘પ્રાકૃતકલ્પતરુ’ના પરિશિષ્ટ 1 રૂપે, એશિયાટિક સોસાયટી, કલકત્તા, 1954. પ્રારંભ…
વધુ વાંચો >બલભદ્રપુરાણ
બલભદ્રપુરાણ : જૈનોનું પુરાણ. દિગંબર જૈનોનાં આગમોનાં ચાર જૂથમાંના પ્રથમાનુયોગમાં આવતાં પાંચ પુરાણોમાંનું એક. તેમાં જૈન રામકથા કહેલી હોવાથી અને રામને જૈનો ‘પદ્મ’ કહેતા હોવાથી આનું પ્રચલિત નામ ‘પદ્મપુરાણ (પઉમપુરાણ)’ છે; જોકે પુષ્પિકાઓમાં ‘બલહદ્દ પુરાણ’ એવું સ્પષ્ટ લખ્યું છે. જૈન પરંપરામાં રામ આઠમા બલભદ્ર ગણાતા હોવાથી આ નામ યથાર્થ છે.…
વધુ વાંચો >બુદ્ધદત્ત
બુદ્ધદત્ત : જાણીતા બૌદ્ધ ટીકાકાર. બૌદ્ધ મૂળગ્રંથોના ત્રણ અતિપ્રસિદ્ધ ટીકાકારોમાં તેમનો સમાવેશ થાય છે. ઈસવી સનના પાંચમા શતકમાં દક્ષિણના ચોળ રાજાઓના રાજ્યમાં કાવેરીતટે ઉરગપુર(ઉરિયાઊર)માં તેઓ જન્મેલા અને દક્ષિણ ભારતના નૂતન વૈષ્ણવ સુધારક વેણ્હુદાસ (વિષ્ણુદાસ) કે કણ્હદાસે (કૃષ્ણદાસ) કાવેરીને કિનારે ખાસ ઊભા કરેલા પ્રખ્યાત મઠમાં રહીને જ તેમણે તેમની બધી કૃતિઓ…
વધુ વાંચો >બૃહત્કલ્પભાષ્ય
બૃહત્કલ્પભાષ્ય : જૈન ધર્મનું જાણીતું ભાષ્ય. ‘કલ્પસૂત્ર’ કે ‘બૃહત્કલ્પસૂત્ર’ જૈનોનું એક છેદસૂત્ર છે. તેને ‘કલ્પાધ્યયન’ પણ કહે છે. તેના ઉપરનું આ ભાષ્ય વિ. સં. 645(ઈ. સ. 589)માં સંઘદાસગણિ ક્ષમાશ્રમણે રચ્યું. આ ભાષ્ય તથા તેના ઉપરની મલયગિરિ અને ક્ષેમકીર્તિની ટીકાઓનું સંપાદન મુનિ પુણ્યવિજયજીએ કર્યું છે અને તે આત્માનન્દ જૈન સભા, ભાવનગરે…
વધુ વાંચો >ભવભાવના
ભવભાવના (ઈ. સ. 1114) : પ્રાકૃત કથાગ્રંથ. કર્તા મલધારી હેમચન્દ્રસૂરિ. 531 ગાથાઓ. મેડતા અને છત્રપલ્લીમાં શ્રીમંત શ્રાવકોની વસ્તીમાં રહી ઈ. સ. 1114માં રચ્યો – 13,000 શ્લોકપ્રમાણની સ્વોપજ્ઞવૃત્તિ સાથે. ઋષભદેવ કેશરીમલજી જૈન શ્વેતામ્બર સંસ્થા, રતલામ દ્વારા બે ભાગમાં 1936માં પ્રકાશિત. 12 ભાવનાઓનું 12 દિવસમાં પઠન થાય છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…
વધુ વાંચો >ભવિસયત્તકહા
ભવિસયત્તકહા (ભવિષ્યદત્તકથા) (દસમી સદી) : અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય. કર્તા ધનપાલ કે ધર્કટવણિક દિગંબર જૈન ધનપાલ, ‘પાઇયલચ્છી’ના લેખકથી જુદા. પ્રથમ કડવકના ચોથા શ્લોકમાં તેઓ પોતાને સરસ્વતીનું મહાવરદાન પામેલા કહે છે. આમાં હરિભદ્રસૂરિની ‘સમરાઇચ્ચકહા’ને નમૂના તરીકે સ્વીકારી લાગે છે અને કથાનકમાં મહેશ્વરસૂરિના પ્રાકૃત ‘પંચમીમાહાત્મ્ય’માંની છેલ્લી ભવિષ્યદત્તની કથાનો આધાર લેવાયો જણાય છે. આની…
વધુ વાંચો >ભૃંગસંદેશ
ભૃંગસંદેશ : કાલિદાસના ‘મેઘદૂત’ જેવું પ્રાકૃતમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક દૂતકાવ્ય. ‘સાહિત્યદર્પણ’માં ઉલ્લેખ પામેલાં પ્રાકૃત દૂતકાવ્યો ‘હંસસંદેશ’ અને ‘કુવલયાશ્વચરિત’ મળતાં નથી. આની પણ એક જ સાવ અધૂરી મલયાળમ લિપિમાં 17.78 સેમી. x 45.75 સેમી. (7´´ x 1½´)નાં તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત ત્રિવેન્દ્રમ અર્થાત્ તિરુવનન્તપુરમની ‘ક્યૂરેટર્સ ઑફિસ લાઇબ્રેરી’માં ક્રમાંક 1471 अ ધરાવતી સચવાઈ…
વધુ વાંચો >મયણપરાજયચરિઉ (મદનપરાજયચરિત)
મયણપરાજયચરિઉ (મદનપરાજયચરિત) : અપભ્રંશ ભાષામાં રચાયેલી સુંદર રૂપક-કથા. બે જ સન્ધિ ધરાવતી આ લઘુકૃતિ અદ્યાપિ અપ્રકાશિત છે. તેની એક જ ખંડિત હસ્તલિખિત પ્રતિ ઉપલબ્ધ છે. આમેર શાસ્ત્રભંડારમાં સચવાયેલી તે હસ્તપ્રતનાં 25.40 સેમી. × 11.426 સેમી.(10 × 4 ½ ઇંચ)ના કદનાં કુલ 23 પાનાં છે. તેના દરેક પૃષ્ઠ ઉપર 12 પંક્તિ અને…
વધુ વાંચો >મહાપુરાણ
મહાપુરાણ : ભારતના જૈન ધર્મનો પુરાણ-ગ્રંથ. દિગંબરોના ચારમાંના પ્રથમાનુયોગની શાખારૂપ ‘તિસમિહાપુરિસ ગુણાલંકાર’. એમાં 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવો, 9 બલદેવો અને 9 પ્રતિવાસુદેવો એ 63 મહાપુરુષોનાં ચરિતો છે. અપભ્રંશ ભાષાનું તે સુંદર મહાપુરાણ છે. માણિકચંદ દિગંબર-જૈન ગ્રન્થમાળામાં 1937, 1940 અને 1942માં ત્રણ ખંડોમાં પ્રકાશિત. સંપાદક પી. એલ. વૈદ્ય. તેમાં…
વધુ વાંચો >મહાભારત
મહાભારત : પાંચમો વેદ ગણાયેલો અને વેદવિદ્યાના ઉપબૃંહણ અર્થે રચાયેલો સંસ્કૃત ભાષાના બે ઇતિહાસગ્રન્થોમાંનો એક. વિશ્વનું શ્રેષ્ઠ ભવ્યોદાત્ત મહાકાવ્ય. તેનું કદ ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ના એકત્ર વિસ્તાર કરતાં લગભગ આઠગણું મોટું છે. એક લાખ શ્લોક હોવાથી ‘શતસાહસ્રી સંહિતા’ તરીકે તે ઓળખાયું છે. ભારતની રાષ્ટ્રીય પ્રજ્ઞાનું તે વીરકાવ્ય છે. જીવનસ્પર્શી સર્વ બાબતોનો…
વધુ વાંચો >